For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયાનુ નિધન, કનોડિયા બંધુઓની વિદાયથી ચાહકો શોકમાં

ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયાનુ કોરોનાના કારણે 77 વર્ષની ઉંમરે નિધન થઈ ગયુ છે.

|
Google Oneindia Gujarati News

ગાંધીનગરઃ ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયાનુ કોરોનાના કારણે 77 વર્ષની ઉંમરે નિધન થઈ ગયુ છે. તેઓ છેલ્લા ઘણા દિવસોથી કોરોના સંક્રમણના કારણે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં ભરતી હતા જ્યાં તેમનો ઈલાજ ચાલી રહ્યો હતો. બે દિવસ પહેલા નરેશ કનોડિયાના મોટાભાઈ મહેશ કનોડિયાનુ પણ નિધન થયુ હતુ.

naresh kanodiya

રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ પૂર્વ ધારાસભ્ય અને ગુજરાતી ફિલ્મ જગતના ખ્યાતનામ અભિનેતા નરેશ કનોડિયાના દુઃખજ અવસાન અંગે શોકની લાગણી વ્યક્ત કરી સદગતને શ્રદ્ધાંજલિ પાઠવી છે. સીએમ વિજય રૂપાણી લખ્યુ કે સ્વ. નરેશ કનોડિયાએ ગુજરાતી ચલચિત્ર જગતમાં અભિનયના ઓજસ પાથરીને દસકાઓ સુધી લોક માનસમાં એક આગવુ સ્થાન મેળવ્યુ. તેમનુ આ યોગદાન ગુજરાતી ચલચિત્ર જગતમાં સદાકાળ અવિસ્મરણીય બની રહેશે. શ્રી વિજયભાઈ રૂપાણીએ દિવંગતના આત્માની પરમ શાંતિની પ્રાર્થના કરીને તેમના શોકાતુર પરિવારજનોને સાંત્વના પાઠવી છે.

ઉલ્લેખનીય છે નરેશ કનોડિયા ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર ગણાય છે. તેમણે ગુજરાતીમાં ઘણી બધી ફિલ્મો કરી છે. તેમના પુત્ર હિતુ કનોડિયા પણ ફિલ્મોના કલાકાર છે તેમજ ભાઈ મહેશ કનોડિયા પણ ભાજપના રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યા છે.

જાણો કોણ છે પ્રીતિકા ચૌહાણ, જે ડ્રગ્ઝ ખરીદતી વખતે પકડાઈ, મા પાર્વતીના રોલથી થઈ હતી ફેમસજાણો કોણ છે પ્રીતિકા ચૌહાણ, જે ડ્રગ્ઝ ખરીદતી વખતે પકડાઈ, મા પાર્વતીના રોલથી થઈ હતી ફેમસ

English summary
Gujarati film super star Naresh Kanodiya passes away at the age of 77
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X