'તારક મહેતા...'ના ટપુએ કહ્યું, પપ્પા તમને નહીં સમજાય!

Written By:
Subscribe to Oneindia News

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'થી ફેમસ થયેલ એક્ટર ભવ્ય ગાંધીની અપકમિંગ ગુજરાતી ફિલ્મનું નામ છે, 'પપ્પા તમને નહીં સમજાય'. પિતા અને પુત્રના ખાટા-મીઠા સંબંધો પર આધારિત આ ગુજરાતી ફિલ્મ 25 ઓગસ્ટના રોજ રીલિઝ થઇ રહી છે. આ ફિલ્મમાં એક્ટર મનોજ જોશી અને કેતકી દવે પણ મુખ્ય રોલમાં જોવા મળશે. આ ઉપરાંત ફિલ્મમાં જ્હોની લિવર પણ છે.

અર્બન ગુજરાતી ફિલ્મો

અર્બન ગુજરાતી ફિલ્મો

છેલ્લા ઘણા સમયથી અર્બન ગુજરાતી ફિલ્મોએ રંગ જમાવ્યો છે. 'છેલ્લો દિવસ', 'બે યાર', 'કેવી રીતે જઇશ', 'કોલેજ બસ', 'થઇ જશે', 'રોંગસાઇડ રાજુ' વગેરે જેવી ફિલ્મોને કારણે ગુજરાતી ફિલ્મો પ્રત્યે દર્શકો આકર્ષાઇ રહ્યાં છે. આ પણ એવા જ પ્રકારની એક ગુજરાતી કોમેડી ફિલ્મ છે. અત્યારના સમયના ગુજરાતી પરિવારોમાં પપ્પા અને યુવાન પુત્ર વચ્ચે કઇ રીતની નોંકઝોંક થતી હોય છે, એ આ ફિલ્મમાં જોવા મળશે.

જનરેશન ગેપ

જનરેશન ગેપ

ફિલ્મના ટાઇટલ પરથી જ ખ્યાલ આવે કે, ફિલ્મમાં જનરેશન ગેપનો મુદ્દો લેવામાં આવ્યો છે. 'પપ્પા તમને નહીં સમજાય', એ યુવાન પુત્ર-પુત્રીઓ દ્વારા કદાચ ઘરમાં સૌથી વધુ બોલાતું વાક્ય હશે. કોમેડીની સાથે-સાથે આ ફિલ્મમાં પિતા-પુત્રની જોડી આપણા પારિવારિક મૂલ્યોનું મહત્વ સમજાવતી પણ જોવા મળશે.

પપ્પા તમને નહીં સમજાય

પપ્પા તમને નહીં સમજાય

17 વર્ષીય ભવ્ય ગાંધી અને તેના પિતાના રોલમાં મનોજ જોશીની કેમેસ્ટ્રી ટ્રેલરમાં જ ખાસું મનોરંજન પૂરું પાડે છે. એક બાજુ પુત્ર એ વાતે અકળાય છે કે, તેના પપ્પાને અત્યારની રીત-ભાતો અને વાતો સમજાતી નથી, તો બીજી બાજુ પિતાને પોતાના પુત્રના ફ્યૂચરનું ટેન્શન છે. આ બે વચ્ચે સેન્ડવિચ થાય છે મમ્મી(કેતકી દવે)ની. આ ફિલ્મ દ્વારા યુવાન એક્ટર ભવ્ય ગાંધી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પદાર્પણ કરી રહ્યો છે.

ટ્રેલર જુઓ અહીં

આ ફિલ્મના ટ્રેલરમાં જ્હોની લિવર પણ જોવા મળે છે. ફિલ્મના ડાયરેક્ટર અને લેખક છે, ધર્મેશ મહેતા. જે પહેલાં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સીરિયલ માટે પણ થોડો સમય ડાયરેક્ટર તરીકે કામ કરી ચૂક્યા છે.

English summary
Gujarati Movie 'Pappa Tamne Nahi Samjaay' starring Bhavya Gandhi(Tapu), Manoj Joshi and Ketki Dave is releasing on 25th August.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.