For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : આધુનિક ગુજરાતી દર્શકો માટે અફલાતૂન ફિલ્મ હૅપ્પી ફૅમિલી પ્રા. લિ.

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 30 નવેમ્બર : ગુજરાતી ફિલ્મોમાં નવા યુગનાં જે મંડાણ થયાં છે તેમાં શુક્રવાર, 06 ડિસેમ્બર 2013ના દિવસે એક યાદગાર પ્રકરણ ઉમેરાશે. એ દિવસે મોનોપોલી પિક્ચર્સ પ્રસ્તુત, આનંદ દોશી નિર્મિત અને રઘુવીર જોશી દિગ્દર્શિત મોડર્ન ગુજરાતી ફિલ્મ હૅપ્પી ફૅમિલી પ્રા લિ મુંબઇ સહિત આખા ગુજરાતમાં રિલીઝ થશે. અલ્ટ્રામોડર્ન ટેક્નોલોજી, લેટેસ્ટ કેમેરાથી શૂટ થયેલી આ ફિલ્મ 100થી વધુ સિનેમાઘરોમાં પ્રદર્શિત થશે, જે કદાચ સાંપ્રત ગુજરાતી ફિલ્મોના મામલે એક નવો રેકોર્ડ છે. આ 100માંનાં મોટાભાગનાં સિનેમાઘર મલ્ટીપ્લેક્સિસ છે, એટલે કે મોલ કલ્ચરમાં મહાલતા, અત્યાધુનિક જીવનશૈલી અને વૈશ્વિક વિચારસરણીવાળા નવી પેઢીના દર્શકો બહોળી સંખ્યામાં ફિલ્મ તરફ આકર્ષિત થશે.

ફિલ્મનું દિગ્દર્શન રઘુવીર જોશીએ કર્યું છે. તેઓ આ પહેલાં ઓસ્કાર એવોર્ડ વિનર હોલિવુડ ફિલ્મ, કેથરીન બાયગ્લો દિગ્દર્શિત ઝીરો ડાર્ક થર્ટી, મીરાં નાયરની ધ રેલકટન્ટ ફન્ડામેન્ટલિસ્ટ, જોન મેડન દિગ્દર્શિત ધ બેસ્ટ એક્ઝોટિક મેરીગોલ્ડ હોટેલ સહિત અનેક ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે. રઘુવીર જોશી અને નિર્માતા આનંદ દોશી બેઉએ વિખ્યાત નિર્માતા-દિગ્દર્શક સુભાષ ઘાઇએ સ્થાપેલી વ્હિસલિંગ વૂડ્સ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાંથી ફિલ્મમેકિંગનો સઘન અભ્યાસ કર્યો છે. પોતે ગુજરાતી હોવાથી આ બેલડીએ કરિયરની પહેલી ફિલ્મ હિન્દીમાં નહીં બનાવતા માતૃભાષામાં બનાવવાનો નિર્ણય કર્યો જે તેમનો ભાષાપ્રેમ દર્શાવે છે.

હૅપ્પી ફૅમિલી પ્રા લિમાં જાણીતા નાટ્ય કલાકાર અને ખીચડી સિરિયલમાં (અને તેના પરથી બનેલી ફિલ્મમાં પણ) પ્રફુલનું યાદગાર પાત્ર ભજવી ચૂકેલા રાજીવ મહેતા, કહો ના પ્યાર હૈ, તલાશ, ગોલમાલ સિરીઝની ત્રણેય ફિલ્મો, ફના સહિત અનેક ફિલ્મોve લોકપ્રિય કલાકાર વ્રજેશ હીરજી મુખ્ય ભૂમિકાઓમાં છે. ઉપરાંત એફઆઇઆર સિરિયલ અને જન્નત ફિલ્મ ફેમ શેખર શુક્લ, પીઢ કલાકાર દિનેશ હિંગુ, પ્રતિભાસંપન્ન યુવા કલાકારો સોનિયા શાહ, કરણ આશર, સંવેદના સુવાલકા, અશ્વિન મહેરા વગેરે પણ ચમકે છે. ફિલ્મનાં ગીતો દિલીપ રાવલ, સલીલ જમાદાર અને પ્રેમ ગઢવીનાં છે તો સંગીત અદ્વૈત નેમલેકર અને છાવી સોઢાણી-દોશીનું છે. ફિલ્મ માટે એક ગીત ટી-સિરીઝના સર્વેસર્વા ભૂષણ કુમારનાં પત્ની દિવ્યા કુમારે પણ ગાયું છે.

ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ કચ્છમાં અને બાકીનું મુંબઇમાં થયું છે. 06 ડિસેમ્બર 2013ના દિવસે હૅપ્પી ફૅમિલી પ્રા લિ દર્શકોને આનંદના મહાસાગરમાં હિલોળા લેતા કરવા માટે સજ્જ છે. દરેક ગુજરાતીને જેના માટે ગર્વ થશે તેવી આ ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે પણ એક નવું સોનેરી પ્રકરણ લખશે.

ચાલો તસવીરો સાથે જાણીએ કેટલીક વધુ વિગતો :

ધનાઢ્ય વ્યક્તિની વાર્તા

ધનાઢ્ય વ્યક્તિની વાર્તા

હૅપ્પી ફૅમિલી પ્રા લિની વાર્તા મુંબઇગરા ધનાઢ્ય ઉત્તમ મહેતા (રાજીવ મહેતા)ના પરિવારની આસપાસ ફરે છે. ઉત્તમ મહેતાને તેના વેપારી પ્રતિસ્પર્ધી સાથેની તકલીફોને લીધે નાછૂટકે વકીલની સલાહ અનુસાર એક એવા સ્થળે જવાની ફરજ પડે છે જેના સગડ કોઇ નકશો તો ઠીક, ઇન્ટરનેટ પર ગૂગલ મેપ્સ પણ મેળવી શકે નહીં! એવા સ્થળની શોધખોળમાં પરિવાર અંટિલાપુર નામના ગામે પહોંચે છે.

વિલન સાથે પનારો

વિલન સાથે પનારો

અંટિલાપુરમાં રૂપિયાનું બિલકુલ ચલણ નહીં હોઇને બધા વહેવાર બાર્ટર સિસ્ટમ અટલે કે સાટા પ્રથા મુજબ થાય છે. મહેતા પરિવારનું જીવન પૈસાને મહત્ત્વ આપતાં, પૈસાને સર્વસ્વ માનતાં પસાર થયું છે. પરિસ્થિતિ પરિવારને એવા વળાંક પર લઇ આવે છે જ્યાં માત્ર પૈસા વિના નહીં, પણ પૈસા થકી અનુભવાતા અને મળતા રોફ-રૂવાબ અને માનસિકતા વિના દિવસો કાઢવાના છે. વળી અંટિલાપુરમાં રહેતા તેમણે નવા પ્રકારના લોકો સહિત ગામના ભાઇ, (વિલન) પિન્કીભાઇ સાથે પણ પનારો પાડવાનો છે.

નવી તાસીર

નવી તાસીર

મનોરંજક વાર્તા, ચુસ્ત લખાણ અને ઉત્કૃષ્ટ નિર્માણ સાથે હૅપ્પી ફૅમિલી પ્રા લિના સર્જકોએ ગુજરાતી ફિલ્મોની બદલાતી તાસીરને એક નવી ઊંચાઇ અને નવો દબદબો આપ્યો છે. રાજીવ મહેતા ફિલ્મ વિશે ખૂબ જ આશાસ્પદ સ્વરે કહે છે, "માત્ર ગુજરાતી ભાષામાં નહીં પણ કોઇપણ ભાષામાં આજે સ્વચ્છ પારિવારિક કોમેડી ફિલ્મો બહુ ઓછી બને છે. હું હૅપ્પી ફૅમિલી પ્રા લિ માટે ગર્વભેર કહી શકું છું કે એ આ પ્રકારની એક ખૂબ મનોરંજક ફિલ્મ છે!"

મૅજિકલ ફિલ્મ

મૅજિકલ ફિલ્મ

વ્રજેશ હીરજી કહે છે, "મને આ ફિલ્મમાં અભિનય કરવાની તાલાવેલી એની વાર્તા સાંભળી એ ક્ષણથી થઇ હતી. એનું મહત્ત્વનું કારણ એ હતું કે એમાં ગુજરાતી સંસ્કૃતિને અકબંધ રાખીને પણ આજની ગુજરાતી પેઢીની લાઇફસ્ટાઇલ, તેમની થિન્કિંગ અને તેમના મિજાજને ખૂબ જ કલ્પનાશીલ રીતે વણી લેવામાં આવ્યાં છે. ખરું કહો તો આજના ગુજરાતી દર્શકોને આપણી પોતાની ફિલ્મો જોતા-માણતા કરવા માટે જે સિનેમેટિક મેજિકની વરસોથી આપણે સૌ રાહ જોતા હતા એ મેજિક હૅપ્પી ફૅમિલી પ્રા લિ છે."

ગરિમાને ભવ્યતા

ગરિમાને ભવ્યતા

નિર્માતા આનંદ દોશી કહે છે, "ગુજરાતી ભાષાનો હોવાનો મને બેહદ ગર્વ છે. મેં મારાં માતા-પિતા અને પરિવારના વડીલો પાસેથી ગુજરાતી ફિલ્મોના ભવ્ય ભૂતકાળની અનેક અવનવી વાતો સાંભળી છે. મને ઘણીવાર થતું કે ઇશ્વર સાથ આપશે તો હું એવી ગુજરાતી ફિલ્મ બનાવીશ જે આપણી ફિલ્મોની જૂની ગરિમા અને ભવ્યતા પાછી અપાવે. આજે એ સપનું હૅપ્પી ફૅમિલી પ્રા લિ સાથે પૂર્ણ થતું જોઇને મને અત્યંત આનંદ અને સંતોષની લાગણી થઇ રહી છે."

અફલાતૂન ફિલ્મ

અફલાતૂન ફિલ્મ

ફિલ્મના વિષય વિશે વાત કરતાં રઘુવીર જોશી કહે છે, "એકવાર આનંદ, હું, સલીલ જમાદાર અને નીના શ્રીવાસ્તવ વાતચીત કરી રહ્યાં હતાં. નીનાએ અમને એણે લખેલી એક સુંદર વાર્તા જણાવી. એ વાર્તા એટલી બધી ઇન્ટરેસ્ટિંગ હતી કે ન પૂછો વાત. એક તો એમાં ભરપૂર રમૂજને અવકાશ હતો. દરેક પાત્રો એકદમ તરોતાજાં હતાં. અમને ખાતરી થઇ કે આ સબજેક્ટ પરથી એક અફલાતૂન ફિલ્મ બની શકે છે."

English summary
Made under the banner of Monopoly Pictures Pvt. Ltd., Happy Familyy Pvt Ltd is a new age Gujarati film starring Rajeev Mehta (of KHICHDI fame), Vrajesh Hirjee, Dinesh Hingoo, Shekhar Shukla (F. I. R. fame) along with young talents.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X