India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઝાકમઝોળ વચ્ચે યોજાયા ટ્રાન્સમીડિયા ગુજરાતી એવોર્ડ્ઝ, જુઓ કયા કયા સ્ટાર્સ રહ્યા હાજર

|
Google Oneindia Gujarati News

શનિવારે મુંબઈમાં ટ્રાન્સમીડિયા ગુજરાતી એવોર્ડ્ઝ યોજાઈ ગયા. સતત 17 વર્ષથી યોજાઈ રહેલા ટ્રાન્સમીડિયા એવોર્ડઝની આ 18મી સિઝન હતી. આ એવોર્ડ્ઝમાં 55 કલાકાર કસબીઓનું જુદા જુઆ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યુ હતું.

ટ્રાન્સમીડિયા ગુજરાતી એવોર્ડ્ઝ

ટ્રાન્સમીડિયા ગુજરાતી એવોર્ડ્ઝ

આ વર્ષે 'માનનીય શ્રી મનોજ કોટક, સાંસદ, નોર્થ ઈસ્ટ, મુંબઈ' મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગની સફળતાને બિરદાવી હતી અને સૌને શુભેચ્છા પાઠવી હતી. આ ઉપરાંત લોટ્સ ગ્રુપના શ્રી આનંદ પંડિત, પેન વિડીયો ના જયંતિ ગડા, પાટીદાર સમાજના શ્રી ભાર્ગવ પટેલ, ઈસ્કોન ગ્રુપના શ્રી પ્રવીણ કોટક તેમજ ધારા સભ્ય અને કલાકાર શ્રી હિતુ કનોડિયા, વગેરે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ કલાકારોએ હાજરી આપી

આ કલાકારોએ હાજરી આપી

કલાકારોમા બિંદુ ઝવેરી, કિરણકુમાર, મુન્નાભાઈ ફેમ કુરુષ ડેબુ, અનુપ જલોટા, સુજાતા મહેતા, સચિન સંઘવી, ભૂમિ ત્રિવેદી, ઓસમાણ મીર વગેરે સહિત મનોરંજન જગતના અનેક જાણીતા કલાકારો તેમજ વર્ષા અડાલજા, વિહંગ મહેતા, હરીશ ભીમાણી અને સલીલ દલાલ જેવાઓએ ઉપસ્થિત રહી સમારંભને સ્ટારસ્ટડેડ બનાવ્યો હતો.

પર્ફોમનસ્સિ આપ્યા હતા

પર્ફોમનસ્સિ આપ્યા હતા

એવોર્ડ્ઝ દરમિયાન ઘણા સ્ટાર્સે સ્ટેજ પર પર્ફોમનસ્સિ આપ્યા હતા. જાણીતા ગુજરાતી એક્ટર મૌલિક નાયકે પણ પોતાની જ ફિલ્મના ગીત પર ડાન્સ કરીને માહોલને રસપ્રદ બનાવી દીધો હતો.

દર્શકોને પણ ગમ્યું

દર્શકોને પણ ગમ્યું

મૌલિક નાયક સહિતના સ્ટાર્સના પર્ફોમન્સિસને ઓડિયન્સે પણ વખાણ્યા હતા. આ ફોટોમાં ઓડિયન્સનો ઉત્સાહ ઉડીને આંખે વળગે છે. હકડેડઠઠ ભીડ વચ્ચે પણ લોકોએ આ એવોર્ડ સમારંભને મન ભરીને માણ્યો હતો.

જબરદસ્ત પરફોર્મન્સ

જબરદસ્ત પરફોર્મન્સ

ટ્રાન્સમીડિયા એવોર્ડ દરમિયાન સ્ટાર્સના પર્ફોમન્સનું વધુ એક દ્રશ્ય. બોલીવુડના એવોર્ડ્ઝને પણ ઝાંખા પાડે એવી રીતે આપણા ગુજરાતી સ્ટાર્સે ધમાકેદાર એનર્જી સાથે પર્ફોમન્સ આપીને ઓડિયન્સના દિલ જીતી લીધા હતા.

તોરલને અવોર્ડ મળ્યો

તોરલને અવોર્ડ મળ્યો

ટ્રાન્સમીડિયા એવોર્ડમાં લોકપ્રિય ગુજરાતી સિરીયલ ‘સાવજ- એક પ્રેમ ગર્જના'ની તોરલ એટલે કે મહેક ભટ્ટને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે. બ્લેક ગાઉનમાં લાગી રહ્યા છેને મહેક ભટ્ટ એકદમ ગોર્જિયસ.. એવોર્ડ મળવાની ખુશી મહેક ભટ્ટની મિલિયન ડૉલર સ્માઈલમાં છલકાઈ રહી છે.

હિતેન કુમારને પણ બેસ્ટ એક્ટરનો એવોર્ડ

હિતેન કુમારને પણ બેસ્ટ એક્ટરનો એવોર્ડ

તો ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર હિતેન કુમારને પણ બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો. થોડા સમય પહેલા જ શરૂ થયેલી સિરિયલ ‘અભિલાષા - એક અસ્તિત્વની' સિરીયલ માટે હિતેનકુમારને બેસ્ટ એક્ટરનો એવોર્ડ એનાયત થયો છે.

ફિરોઝ ઈરાનીને લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ

ફિરોઝ ઈરાનીને લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ

પર્પલ જેકેટમાં જે અભિનેતા છે, એને તો તમે ઓળખતા જ હશો. ગુજરાતી ફિલ્મોના જાણીતા ખલનાયક ફિરોઝ ઈરાનીને લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા છે. ગુજરાતી ફિલ્મોમાં તેમના પ્રદાનને ધ્યાનમાં રાખીને આ એવોર્ડ આપવામાં આવ્યો છે.

લાઈવ પરફોર્મન્સ

લાઈવ પરફોર્મન્સ

એવોર્ડ સમારોહ દરમિયાન થયેલા પર્ફોમન્સનો વધુ એક ફોટો. ગુજરાતી સંસ્કૃતિની ઝલક સાથે એક્ટર્સે પર્ફોમન્સ આપ્યા હતા.

નાટકોના કલાકારો પણ સન્માનિત

નાટકોના કલાકારો પણ સન્માનિત

ટ્રાન્સમીડિયા એવોર્ડ્ઝની ખાસ વાત એ છે કે અહીં માત્ર ફિલ્મો જ નહીં પરંતુ વર્ષોથી ગુજરાતી સિરીયલો અને નાટકો તથા તેમના કલાકારોને સન્માનવામાં આવે છે. માર્વેલ આર્ટના નાટક ધુમ્મસને ચિત્રલેખા શ્રેષ્ઠ નાટક એવોર્ડથી સન્માનવામાં આવ્યુ.

મીનળ પટેલ પણ સન્માનિત

મીનળ પટેલ પણ સન્માનિત

આ છે જાણીતા એક્ટ્રેસ મીનળ પટેલ. મીનળ પટેલને ટ્રાન્સમીડિયા એવોર્ડ્ઝમાં લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનવામાં આવ્યા છે.

ભૂમિ ત્રિવેદીએ ચાંર ચાંદ લગાવ્યા

ભૂમિ ત્રિવેદીએ ચાંર ચાંદ લગાવ્યા

આમને તો તમે ઓળખતા જ હશો. રામલીલાના ટાઈટલ સોંગથી આખા દેશમાં લોકપ્રિય થનાર ગોર્જિયસ ભૂમિ ત્રિવેદીએ પણ એવોર્ડ સમારંભમાં હાજરી આપીને ચાર ચાંદ લગાવી દીધા હતા. 47 ધનસુખ ભવનના ગીત માટે ભૂમિને બેસ્ટ સિંગર ફીમેલનો એવોર્ડ મળ્યો છે.

ડેઈઝી શાહ

ડેઈઝી શાહ

એન્ડ ધીસ ઈઝ મોસ્ટ બ્યૂટીફુલ ડેઈઝી શાહ. ડેઈઝી શાહે બોલીવુડ બાદ ગુજરાતી ફિલ્મોમાં પણ ડેબ્યૂ કર્યો છે. ગુજરાત 11થી ડેબ્યૂ કરનાર ડેઈઝી શાહને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે.

મૌલિક નાયકને પણ બેસ્ટ એક્ટરનો એવોર્ડ

મૌલિક નાયકને પણ બેસ્ટ એક્ટરનો એવોર્ડ

જાણીતા આરજે અને એક્ટર મૌલિક નાયકને પણ બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો. કલર્સ ગુજરાતી બેસ્ટ એક્ટર તરીકે જ્યુરી મૌલિક નાયકની પસંદગી કરવામાં આવી હતી.

મૌલિક નાયક અને ડેઈઝી શાહ

મૌલિક નાયક અને ડેઈઝી શાહ

કલર્સ ગુજરાતી બેસ્ટ એક્ટર અને એક્ટ્રેસનો એવોર્ડ જીતનાર મૌલિક નાયક અને ડેઈઝી શાહે એવોર્ડ બાદ સાથે પોઝ આપ્યો હતો. હાથમાં ટ્રોફી અને ચહેરા પરની સ્માઈલ તેમની ખુશી દર્શાવી રહી છે.

મલ્હાર ઠાકરની આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ, જાણો ક્યારે થશે રિલીઝ ?મલ્હાર ઠાકરની આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ, જાણો ક્યારે થશે રિલીઝ ?

English summary
Transmedia screen awards see whos who attended awards
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X