• search

Excl : ગુજરાતી ફિલ્મો પ્રત્યે સૂગનો જડબાતોડ જવાબ આપશે સસ્પેંસ થ્રિલર ‘વિશ્વાસઘાત’

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  અમદાવાદ, 4 ઑગસ્ટ : સાઉથના કોઈ પણ રાજ્યમાં જતા રહો. ચાહે તામિળનાડુ, ચાહે કર્ણાટક કે પછી આંધ્ર પ્રદેશ. ત્યાંની પ્રજામાં સૌથી વધુ પોતાની સ્થાનિક ભાષાની ફિલ્મોનો ક્રેઝ હોય છે. એટલે જ તો હિન્દી ફિલ્મ જગત બૉલીવુડની જેમ સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ ધમધોકાર ચાલે છે. તેવી જ રીતે અન્ય અહિન્દી ભાષી રાજ્યોમાં પણ ત્યાંની સ્થાનિક ભાષાની ફિલ્મો ધૂમ પૈસા કમાવે છે, પરંતુ ગુજરાતમાં આવુ નથી.

  ગુજરાતમાં લોકો ગુજરાતી ફિલ્મો પ્રત્યે સૂગ ધરાવે છે. ગુજરાતી ફિલ્મોના આવા કારમા દિવસો પહેલાથી નથી ચાલી આવતા. છેલ્લા બે દાયકા દરમિયાન ગુજરાતી ફિલ્મોનો ગ્રાફ જોરદાર રીતે નીચે આવ્યો છે અને તેની પાછળના અનેક કારણો છે જેમ કે ચીલાચાલુ વાર્તા, ચીલાચાલુ અને પરમ્પરાગત વેશ-ભૂષાનો વળગાળ, મોટાભાગે ગામ પર આધારિત ફિલ્મો, ફિલ્મોમાં શહેરોની ઓછી ઝલક, શહેરોની આધુનિકતાની કમી અને ખરાબ ટેક્નોલૉજી. એક સમય હતો જ્યારે લોકો ગુજરાતી ફિલ્મો જોવા માટે બ્લૅકમાં ટિકિટ ખરીદતા હતાં, પરંતુ આજે ગુજરાતી ફિલ્મોને દર્શકો જ નથી મળતાં.

  જોકે નિરાશ થવાની જરૂર નથી. પરેશ સંઘવી નિર્મિત અને બાપોદરા દિગ્દર્શિત વિશ્વાસઘાત ફિલ્મ એવી ગુજરાતી ફિલ્મ બની શકે છે કે જે ગુજરાતી ફિલ્મો પ્રત્યે લોકોની સૂગનો જડબાતોડ જવાબ આપશે. આપ પણ જાણો આ ફિલ્મ વિશે અને તે પણ ફિલ્મની તસવીરી ઝલક સાથે :

  સસ્પેંસ થ્રિલર ફિલ્મ

  સસ્પેંસ થ્રિલર ફિલ્મ

  નિર્માતા પરેશ સંધવી અને દિગ્દર્શક બાપોદરાની " વિશ્વાસધાત" ગુજરાતી ફિલ્મો પ્રત્યે સુગ ધરાવતા લોકોને જડબાતોડ જવાબ આપશે. ગુજરાતી ફિલ્મના ઇતિહાસ પર નજર નાખીએ તો દરેક વિષયો પર ફિલ્મો બની છે પરંતુ સસ્પેન્સ ફિલ્મો ખુબ જુજ બની છે .

  બાપોદરાનુ નજરાણુ

  બાપોદરાનુ નજરાણુ

  સાહસી નિર્માતા પરેશ સંધવી એક સસ્પેન્સ ની સાથે મનોરંજન ફિલ્મ " વિશ્વાસધાત "જે શ્રાવણ માસ ના પર્વ પર માં રીલીઝ થશે.'સાજણ તને મારા સમ' અને 'પ્રીત ઝુકે નહિ સાથ છુટે નહિ' જેવી સફળ ફિલ્મો આપનાર દિગ્દર્શક બાપોદરા એ આ ફિલ્મનું સુકાન સભાળિયું છે.

  હિતુ-ડૉનની જોડી

  હિતુ-ડૉનની જોડી

  ધર્મ દેવ પ્રોડક્શન ની "વિશ્વાસધાત" માં સુપર સ્ટાર હિતુ કનોડિયા અને નવયુવાન પી સી ડૉનની જોડી પહેલીવાર જોવા મળશે.

  ચર્ચામાં છે વિશ્વાસઘાત

  ચર્ચામાં છે વિશ્વાસઘાત

  વિશ્વાસઘાત અત્યારે ત્રણ કારણોથી ચર્ચામાં છે .પ્રથમ તો આ ફિલ્મ સસ્પેન્સ છે કે જે ગુજરાતી ફિલ્મોમાં જૂજ હોય છે .બીજું પી સી ડૉન છે. ગુજરાતી ફિલ્મ જગત માટે અજાણ્યું પણ અભિનયમાં તેજસ્વી અને સ્વભાવે સરળ આ અદાકારે હિતુ કનોડિયા સાથે જબ્બર કેમિસ્ટ્રી બનાવી છે . ત્રીજું કારણ દિગ્દર્શક બાપોદરા છે. બાપોદરાની દરેક ફિલ્મ લોકોને ગમી છે જેથી આ ફિલ્મ પ્રત્યે જીજ્ઞાસા બને તે સ્વાભાવિક છે .

  હીરોની શાનદાર ેન્ટ્રી

  હીરોની શાનદાર ેન્ટ્રી

  "વિશ્વાસધાત" માં દર્શકોને આજ સુધી ન જોયેલ ઘણું જોવા મળશે. જેમ કે આજ સુધી હીરોની એન્ટ્રી બાઈક, કાર, ઘોડા કે હેલીકૉપ્ટરમાં જોવા મળી હશે, પરંતુ આ ફિલ્મમાં હીરોની એન્ટ્રી વૉટર સ્કુટરમાં થાય છે. સાથો-સાથ દીવની સાથે ગુજરાતના રમણીય સ્થળો પણ જોવા મળશે.

  કર્ણપ્રિય ગીત-સંગીત

  કર્ણપ્રિય ગીત-સંગીત

  ગીત સંગીત ની વાત કરીએ તો આજની યંગ જનરેશન અને જૂની પેઢીને ગમે તેવા કર્ણપ્રિય, સુમધુર ગીતોનો રસથાળ છે.

  રઇશ-સ્મિતા-મૌલિક-રાહુલની કમાલ

  રઇશ-સ્મિતા-મૌલિક-રાહુલની કમાલ

  ગીત-સંગીત માટે ગીતકાર રઈશ મણીયાર અને સ્મિતા અધ્વર્યુની સાથે સંગીતકાર મૌલિક મહેતા અને રાહુલ મુજરીયાને દાદ આપવી પડે .

  આવી છે વાર્તા

  આવી છે વાર્તા

  " વિશ્વાસધાત " એક યુવાનની હત્યા થી આગળ વધે છે. ઇન્સ્પેકટર જી જે ટુ ને આ કેસ ની તપાસ સોપાય છે જેને જાસૂસ પી સી ડૉનનો સાથ મળે છે. પી સી ડૉન એક યુવતીને પ્રેમ કરે છે પરતું તે યુવતીના પિતાને પસંદ નથી. પૈસા અને પ્રસિદ્દિ માટે પી સી ડૉન જાસુસ બને છે. હત્યારાને પકડવા ઇન્સ્પેકટર જી જે ટુ અને જાસુસ પી સી ડૉનની જોડી મેદાને પડે છે.

  સાઉથના ફાઇટ માસ્ટર

  સાઉથના ફાઇટ માસ્ટર

  વિશ્વાસઘાતમાં લવ, એક્શન, કોમેડી અને સસ્પેન્સનો મસાલો છે. "વિશ્વાસધાત"માં ખાસ એ પણ છે કે સાઉથના જાણીતા ફાઈટ માસ્ટર થ્રિલર મંજુની ફાઈટ છે એટલે આ ફિલ્મ સાઉથ કે હિન્દી ફિલ્મને ટક્કર આપે તેવી છે.

  દમદાર કાસ્ટ

  દમદાર કાસ્ટ

  નવા અંદાજમાં હિતુ કનોડિયા પ્રતિભાશાળી પી સી ડૉન, રૂપની રાણી ડિમ્પલ ઉપાધ્યાય સાથે અલ્પના મઝુમદાર, સની ખત્રી, ઝીલ મહેતા, નદીમ વઢવણીયા, ગોપાલ રાવલ, કરિશ્મા કદમ, પ્રકાશ જડાવાલાએ અભિનયના ઓજસ પાથર્યા છે.

  સ્મિતાની સ્ક્રિપ્ટ

  સ્મિતાની સ્ક્રિપ્ટ

  કથા પટકથા સ્મિતા અધ્વર્યુ, કૅમેરામૅન વિરલ પટેલ (અન્નુ ) છે, તો સહાયક દિગ્દર્શક સ્મિતા અધ્વર્યુ છે.

  સૂગનો જડબાતોડ જવાબ

  સૂગનો જડબાતોડ જવાબ

  "વિશ્વાસધાત" ગુજરાતી ફિલ્મ પ્રત્યે સુગ અને અણગમો દેખાડતા લોકોને ચુપ કરાવશે તેમાં કોઈ શંકા નથી કે જેના માટે નિર્માતા પરેશ સંધવી, દિગ્દર્શક બાપોદરા અને તેમની પૂરી ટીમને અભિનંદન આપવા રહ્યા.

  પ્રચારક હર્ષદ

  પ્રચારક હર્ષદ

  વિશ્વાસઘાત ફિલ્મનાના પ્રચારક હર્ષદ કંડોલિયા છે

  નીચેની લિંક ક્લિક કરો અને જાણો વધુ એક ગુજરાતી ફિલ્મની કહાણી

  નીચેની લિંક ક્લિક કરો અને જાણો વધુ એક ગુજરાતી ફિલ્મની કહાણી

  ખાપ પંચાયતો સામે બંડ પોકારશે ‘પ્રેમ રોગ'

  English summary
  Gujarati people are not watching Gujarat movies, because they have disgust to gujarati movies for it's poor technology, stereotyped stories, traditional dresses etc. This is unfortunate for Gujarati film industry, but new upcoming Gujarati movie Vishwasghat will be smashing answere of disgust to gujarati movies, which is produced by Paresh Sanghvi.

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more