For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઑસ્કર અવૉર્ડ કાર્યક્રમમાં પણ યુક્રેન હુમલાનો વિરોધ, એક મિનિટ માટે રાખવામાં આવ્યુ મૌન, એક્ટર્સે કર્યો વિરોધ

94માં એકેડમી અવૉર્ડ કાર્યક્રમ દરમિયાન એક્ટર્સે યુક્રેન યુદ્ધને લઈને પોતાનો વિરોધ નોંધાવીને પીડિતો સાથે એકજૂટતાનુ પ્રદર્શન કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

લૉસ એંજેલસઃ યુક્રેન યુદ્ધની ગુંજ ઑસ્કર અવૉર્ડ કાર્યક્રમ દરમિયાન પણ સંભળાઈ છે અને 94માં એકેડમી અવૉર્ડ કાર્યક્રમ દરમિયાન એક્ટર્સે યુક્રેન યુદ્ધને લઈને પોતાનો વિરોધ નોંધાવીને પીડિતો સાથે એકજૂટતાનુ પ્રદર્શન કર્યુ છે. અવૉર્ડ કાર્યક્રમમાં આવેલા હૉલિવુડ એક્ટર્સે યુક્રેની ઝંડા સાથે એકજૂટતા બતાવવાની કોશિશ કરી અને એક્ટર્સે પોતાના હાથ પર, પોતાના કપડા પર યુક્રેનનો ઝંડો લગાવીને રાખ્યો હતો.

ઑસ્કર અવૉર્ડ કાર્યક્રમમાં યુક્રેનનુ સમર્થન

ઑસ્કર અવૉર્ડ કાર્યક્રમમાં યુક્રેનનુ સમર્થન

ઑસ્કર અવૉર્ડ કાર્યક્રમ દરમિયાન ત્યાં હાજર તમામ લોકોએ યુક્રેનમાં યુદ્ધ શાંતિ સ્થાપના અને રશિયાના આક્રમણ સામે યુક્રેની લોકો સાથે એકજૂટતા બતાવવા માટે એક મિનિટનુ મૌન રાખ્યુ અને પ્રખ્યાત ગાયક રેબા મેકએંટાયરે 'ફોર ગુડ ડેઝ'ના નામાંકિત મૂળ ગીત 'સમહાઉ યુ ડુ' ગાઈને યુક્રેનના લોકો સાથે સહાનુભૂતિ વ્યક્ત કરીને રશિયાના આક્રમણનો વિરોધ કર્યો છે. યુક્રેન સંકટને લઈને હૉલીવુડના ઘણા કલાકારોએ પોત-પોતાના અંદાજમાં વિરોધ પ્રદર્શન કર્યુ છે. વળી, હૉલીવુડ સ્ટાર કુનિસ અને તેના પતિ એશ્ટન કચરે એક GOFundMe અભિયાનમાં શરણાર્થી રાહત માટે 35 મિલિયન અમેરિકી ડૉલરથી વધુની રકમ એકઠી કરી છે જેમાંથી 3 મિલિયન અમેરિકી ડૉલર તેણે પોતે દાન કર્યા છે. વળી, યુક્રેની લોકોને સમર્થન આપવા માટે ટેલીવિઝન સ્ક્રીન પર એક સંદેશ પણ ચલાવ્યો છે.

યુક્રેની લોકો માટે એક મિનિટનુ મૌન

યુક્રેનના લોકોના સમર્થમાં ઑસ્કર મંચ પર એક મિનિટનુ મૌન રાખીને એક સંદેશ પ્રસારિત કરવામાં આવ્યો હતો જેમાં લખવામાં આવ્યુ હતુ...'અમે યુક્રેનના લોકો માટે પોતાનુ સમર્થન બતાવવા માટે મૌન રાખી રહ્યા છીએ, જે વર્તમાનમાં પોતાની સીમાઓની અંદર આક્રમણ, સંઘર્ષ અને પૂર્વાગ્રહનો સામનો કરી રહ્યા છે. આ સંઘર્ષના સમયમાં પોતાની માનવતાને વ્યક્ત કરવા માટે અમારા માટે આ એક મહત્વપૂર્ણ અવસર છે, વાસ્તવિકતા એ છે કે યુક્રેનમાં લાખો પરિવારોને ભોજન, ચિકિત્સા દેખરેખ, સ્વચ્છ પાણી અને ઈમરજન્સી સેવાઓની જરુર છે. સંશાધન દુર્લભ છે અને આપણે સામૂહિક રીતે એક વૈશ્વિક સમુદાય તરીકે તેમની મદદ માટે હજુ વધુ કરી શકીએ છીએ.' તમને જણાવી દઈએ કે એવી અટકળો હતી કે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેંસ્કી સમારંભને સંબોધિત કરી શકે છે અથવા પછી તેમનુ રેકૉર્ડેડ ભાષણ ચલાવવામાં આવી શકે છે, જો કે આવુ કંઈ થયુ નહિ.

યુક્રેનને કોરિયાની જેમ વહેંચવા માંગે છે રશિયા?

યુક્રેનને કોરિયાની જેમ વહેંચવા માંગે છે રશિયા?

યુક્રેનના સૈન્ય ખુફિયા પ્રમુખે કહ્યુ છે કે રશિયા યુક્રેન માટે કોરિયાઈ પરિદ્રશ્ય પર વિચાર કરી રહ્યુ છે અને રાજધાની કીવને જપ્ત કરવા અને ઝેલેંસ્કી સરકારને ઉખાડી ફેંકવામાં નિષ્ફળ રહ્યા બાદ રશિયા યુક્રેનને બે ભાગમાં વહેંચવાની કોશિશ કરી શકે છે. યુક્રેન સંરક્ષણ મંત્રાલયના ખુફિયા નિર્દેશાલયના પ્રમુખ જનરલ કિરીલો બુડાનોવે રવિવારે મંત્રાલયના ટેલીગ્રામ ખાતાના રિપોર્ટ અનુસાર કહ્યુ કે રશિયાના રાષ્ટ્રપતિ 'આપણા દેશના નિર્જન અને કબ્જાવાળા ક્ષેત્રો વચ્ચે એક વિભાજન રેખા બનાવવાની કોશિશ કરશે.'

English summary
A minute's silence was observed at the Oscar Awards ceremony to show solidarity with the Ukrainian people.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X