
આ અભિનેત્રી પર લાગ્યો પોતાની માતાની હત્યાનો આરોપ, પોલીસે કરી ધરપકડ
હોલીવુડની ટોચની ફિલ્મ અભિનેત્રી પર તેની પોતાની માતાની હત્યા કરવાનો આરોપ છે. પોલીસે જણાવ્યું હતું કે અભિનેત્રી પર આરોપ છે કે તેણે તેની માતાને છરીથી હત્યા કરી હતી, જેમાં તેની ધરપકડ કરવામાં આવી છે. નવા વર્ષની પૂર્વ સંધ્યાએ તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આ અંગે સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર નિવેદન જારી કર્યું છે. પોલીસે જણાવ્યું હતું કે, સેકન્ડ ડિગ્રી હત્યાના કેસમાં આરોપી અભિનેત્રી વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે, તેઓને દંડની સાથે જેલમાં મોકલવામાં આવ્યા છે.

'કેપ્ટન અમેરિકા: ધ ફર્સ્ટ એવેન્જર'ની અભિનેત્રીની ધરપકડ
આખો મામલો અમેરિકાના કેન્સાસના ઓલાથ વિસ્તારનો છે, જ્યાં ફિલ્મ અભિનેત્રી મોલી ફિટ્ઝગરાલ્ડની હત્યા બદલ ધરપકડ કરવામાં આવી છે. મોલી હોલીવુડની ફિલ્મ કેપ્ટન અમેરિકા ધ ફર્સ્ટ એવન્જરમાં જોવા મળી હતી. જો કે, તેની ભૂમિકા ખૂબ ઓછી હતી. યુનાઇટેડ સ્ટેટ્સની મિઝોરી પોલીસ દ્વારા તેની માતાને છરીના ઘા ઝીંકી દેવાના આરોપમાં તેની ધરપકડ કરવામાં આવી છે.

સેકન્ડ ડિગ્રી હત્યા કેસમાં અભિનેત્રીની ધરપકડ
પોલીસે 38 વર્ષીય અભિનેત્રી મોલી ફિટ્ઝ ગેરાલ્ડને મંગળવારે સાંજે ઓલાથેથી ધરપકડ કરી હતી. આ માહિતી કેન્સાસ સિટી સ્ટાર અને ઘણા સ્થાનિક ટીવી સ્ટેશનો દ્વારા આપવામાં આવી છે. તેની ઉપર સેકન્ડ-ડિગ્રી હત્યાનો આરોપ મૂકવામાં આવ્યા છે અને 500,000 ના બોન્ડ પર જેલ હવાલે કરાઈ છે. મોલી પર તેની 68 વર્ષની માતા, પેટ્રિશિયાની હત્યા કરવાનો આરોપ છે, જેની લાશ 20 ડિસેમ્બરે ઓલાથે સ્થિત તેના ઘરે મળી હતી.

ફિલ્મ અભિનેત્રીને જેલમાં મોકલી
મોલી ફિટ્ઝગરાલ્ડ ઘણી ફિલ્મોમાં નાના રોલમાં નજર આવી છે. 'કેપ્ટન અમેરિકા: ધ ફર્સ્ટ એવન્જર' માં મોલીએ સ્ટાર્ક ગર્લની ભૂમિકા ભજવી હતી. આ સાથે, તેમણે ફિલ્મ નિર્દેશક જો જોનસ્ટોન સાથે સહાયક તરીકે પણ કામ કર્યું. પોલીસે જણાવ્યું કે હાલ આ કેસની તપાસ ચાલી રહી છે.