Pics : જાણો હૉલીવુડ હસ્તીઓના આશ્ચર્યજનક શોખ!
ન્યુયૉર્ક, 26 ઑગસ્ટ : શૌક બડી ચીજ હૈ... આ વાક્ય આપ દરરોજ કોઈને કોઈ જાહેરખબરમાં જરરૂ સાંભળતા હશો, પણ શોખ જ્યારે ઝનુન બની જાય, તો શું થાય છે... તે અંગે વાત કરીશું. તે પણ દુનિયાની મોટી હસ્તીઓના શોખને સાંકળતાં. શું આપ વિચારી શકો કે પોતાની વ્યસ્તતમ જિંદગી છતાં દુનિયાની અનેક હસ્તીઓ પોતાના શોખ પૂરા કરવામાં કોઈ કચાસ નથી છોડતાં.
દાખલા તરીકે હૉલીવુડ અભિનેત્રી એંજેલિના જોલીને જ લઇએ. એંજેલિના જોલી પાસે તેમના ઘરે 1000થી વધુ ચાકુઓ-છરીઓ છે. વિશ્વની સૌથી જાણીતી હસ્તીઓમાંના એક એંજેલિનાને વિવિધ પ્રકારની ચાકુઓ-છરીઓ એકત્ર કરવાનો શોખ છે. તેઓ 12 વર્ષની ઉંમરથી આ ચાકુ-છરી એકત્ર કરી રહ્યાં છે. તેઓ કહે છે કે તેમણે પ્રથમ છરી 12 વરસની વયે એક મેળામાંથી ખરીદી હતી. ત્યારથી જ ચાકુ-છરીઓ એકત્ર કરવાનો તેમનો શોખ વધતો ગયો.
શોખની જ વાત કરીએ, તો ફાલતૂ સમય અને પૈસો એક સાથે મળે, તો આપ કઈ વસ્તુઓ ઉપર પૈસો ખર્ચ કરવાનું પસંદ કરશો? દુનિયામાં જુદા-જુદાલોકોના જુદા-જુદા શોખ હોય છે. એંજેલિના જોલી ઉપરાંત પણ અનેક એવી હસ્તીઓ છે કે જેમના રસપ્રદ શોખ છે. વેબસાઇટ ધ રિચેસ્ટ ડૉટ કૉમના જણાવ્યા મુજબ દુનિયાની 10 સૌથી જાણીતી હસ્તીઓના શોખ ખૂબ જ આશ્ચર્યજનક છે.
આવો તસવીરો સાથે જાણીએ હસ્તીઓ અને તેમના આશ્ચર્યજનક શોખ :

રામપુરી પણ છે એંજેલિના પાસે
એંજેલિના જે દેશમાં જાય છે, ત્યાં બજારમાંથી જો તેમને કંઇક ખરીદવું હોય, તો તેઓ છરી ખરીદવાનું નથી ભૂલતાં અથવા જો વિદેશી સામાન ઉપર નજર પડે, તો ત્યાં પણ તેમની પ્રથમ પસંદગી છરી જ હોય છે.

ટૉમ હૅંક પાસે 200થી વધુ ટાઇપરાઇટર્સ
ટાઇપરાઇટર દ્વારા કાગળ પર અક્ષરોની છપાઈથી થતી ખટપટનો અવાજ કોઈને પણ ચિડવી શકે છે. શક્ય છે કે આપણે ટાઇપરાઇટર જોવાનું પણ પસંદ ન કરીએ, પરંતુ હૉલીવુડ અભિનેતા ટૉમ હૅંક માટે આ ખટપટનો અવાજ સંગીત છે. ટૉમ પાસે 200થી વધુ ટાઇપરાઇટર્સ છે. તેમણે વિવિધ સ્થળોએથી આ ખરીદ્યાં છે. ટૉમ કહે છે કે ક્યારેક-ક્યારેક ટાઇપરાઇટરની કિંમત કરતાં તેનું ટ્રાંસપોર્ટેશન ખર્ચ વધુ હોય છે.

સ્ટીવર્ટને રેલગાડીઓનો શોખ
ગાયક રૉડ સ્ટિવર્ટને રેલગાડીઓના નમૂના એકત્ર કરવાનો શોખ છે. અહીં સુધી કે જ્યારે તેઓ સંગીત કાર્યક્રમોના સિલસિલામાં પ્રવાસે જાય છે, ત્યારે પણ એકાધ નમૂના પોતાની સાથે રાખે છે. ગ્લૅમરથી દૂર રહેતાં રૉડ દરરોજ એક કલાક અથવા તેનાથી વધુ સમય રેલગાડીઓના નમૂના એકત્ર કરવા અને તેમની સાથે પ્રયોગ કરવામાં વિતાવે છે.

ત્રણ હજાર જૂતીઓ છે સેલિના ડિયૉન પાસે
સામાન્ય રીતે કોઈ પણ યુવતી પાસે કેટલાં જોડી જૂતા-ચંપલો હોઈ શકે? અનેક પુરસ્કારોથી સન્માનિત ગાયિકા સેલિના ડિયૉન પાસે 3 હજાર જોડી જૂતીઓ છે. પોતાના આ શોખ અંગે તેઓ કહે છે - કેટલાંક લોકો ડ્રગ્સ લે છે, હું જૂતીઓ ખરીદુ છું. તેમની પાસે પ્રાડા, બ્લાહનિક, જિમ્મી છૂ, લૉબૉટિન તથા વિટૉન જેવી અનેક નામી અને મોંઘી બ્રાન્ડ્સની જૂતીઓ છે.

બ્રૅડ પિટની પસંદગી બનાવટી સામાન
જાણીતા હૉલીવુડ અભિનેતા બ્રૅડ પિટને ધાતુઓ સાથે પ્રેમ છે. એટલે કે ભારે ધાતુ નહીં, પણ ધાતુ કળા તથા ધાતુ નિર્મિત સજાવટી સામાન સાથે. પિટ પોતે પણ અનોખી અને નવી ડિઝાઇનની ધાતુઓના સજાવટી સામાનનું ડિઝાઇનિંગ કરે છે અને તેમને ધાતુ નિર્મિત સજાવટી સામાન ખરીદવાનો શોખ છે.

સરિસૃપ જીવો સાથે પ્રેમ કરતાં ક્લાઉડિયા શિફર
આપણામાંથી અનેક લોકો સરિસૃપ એટલે કે સરકતા-બિહામણા જીવોથી દૂર રહેવાનં પસંદ કરતાં હોય છે, પણ સુપર મૉડેલ અને ડિઝાઇનર ક્લાઉડિયા શિફરને તેવા દરેક જીવો સાથે લગાવ છે કે જેમના ચાર કરતાં વધુ પગ હોય. તેમના ઘરે અનેક અલગ-અલગ પ્રજાતિ અને રંગ-રૂપના કીડા-મકોડા ફ્રેમમાં જડેલાં છે. ખાસકર તેમને મકોડા સાથે વધુ લગાવ છે. શિફર કહે છે કે બાળપણમાં તેઓ મકોડાના માત્ર ઘણી વાર સુધી તાકીને જોતા જ નહોતાં, પણ તેમના ચિત્રો પણ બનાવતા હતાં.

કારોનો સંગ્રહ ધરાવતાં જે લીનો
જાણીતા ટીવી વાર્તા પ્રસ્તોતા જે લીનો પાસે સમગ્ર વિશ્વની કારોનો સંગ્રહ છે. તેમના સંગ્રહમાં અનેક જૂની, દુર્લભ, નવી, વાષ્પથી ચાલતી, વિજળીથી ચાલતી અને જેટ પાવર ધરાવતી કારોનો સમાવેશ થાય છે. પોતાના શોખ અંગે લીનો કહે છે કે કાર સંગ્રહનો તેમનો કોઈ વિચાર નહોતો, પણ એક દિવસ તેમને લાગ્યું કે તેમની પાસે અનેક જુદી-જુદી કારો છે. તેમણે પહેલી કાર 1934 ફોર્ડ પિકઅપ 14 વરસની વયે ખરીદી હતી.

સુપરમૅન ઉપર ફિદા ઓ'નીલ
જાણીતા બાસ્કેટબૉલ ખેલાડી શકીલ ઓ'નીલને સુપરમૅનની નિશાની ધરાવતી વસ્તુઓ એકઠી કરવાનો શોખ છે. તેમના ઘરમાં બિસ્તર ઉપર, કારપેટ, ગાડી, કારની સીટ તથા ટી શર્ટ્સ ઉપર પણ સુપરમૅનની ખાસ નિશાની એસ જોઈ શકાય છે. અહીં સુધી કે તેમણે પોતાની ડાબી બાજુ ઉપર પણ સુપરમૅનનું ખાસ ચિહ્ન ટૅટૂ તરીકે કોતરાયું છે.

જ્હૉની ડેપને પણ અનોખા શોખ
કૅપ્ટન જૅક સ્પૅરો (પાઇરેટ્સ ઑફ કૅરેબિયન) એટલે કે અભિનેતા જ્હૉની ડેપને પશુ-પક્ષીઓ તથા કીટક-તિતલિઓના અંગોથી માંડી તરેહ-તરેહની વસ્તુઓ એકઠી કરવાનો શોખ છે. તેમના સંગ્રહમાં લેખક જૅક કેરૉસના દસ્તાવેજો, પુસ્તકો, સૂટકેસ જૅકેટ તથા રેનકોટનો પણ સમાવેશ થાય છે.

ગિટાર ઘેલા કીફર સધરલૅન્ડ
ટીવી સિરીઝ 24ના જૅક બેયોર એટલે કે ટીવી અભિનેતા કીફર સધરલૅન્ડને ગિટાર વગાડવા સાથે ગિટાર એકઠા કરવાનો પણ શોખ છે. તેમના અંગત સંગીત સ્ટુડિયોમાં ગિટારનો સારો એવો સંગ્રહ છે કે જેમાં ગિબ્સન કમ્પનીના જ 3 ગિટાર છે. કમ્પનીએ કીફરના અનોખા શોખ તથા સંગ્રહથી પ્રભાવિત થઈ તેમના માટે ખાસ ગિબ્સન કેએસ335 કીફર સધરલૅન્ડ સિગ્નેચર ગિટાર બનાવ્યું છે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
