For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘એવેંજર્સ એન્ડગેમ' રિવ્યુઃ લાંબો સમય સાથે રહેશે આ રોમાંચક સફર, પ્રભાવશાળી ક્લાઈમેક્સ

ફિલ્મનું ક્લાઈમેક્સ અત્યંત પ્રભાવી છે અને આને લાંબા સમય સુધી તમે ભૂલી નહિ શકો.

|
Google Oneindia Gujarati News

વર્ષ 2008થી શરૂ થયેલ 22 ફિલ્મોની સફર 'એવેંજર્સ એન્ડગેમ' સાથે ખતમ થઈ ગઈ. માર્વેલ સિનેમેટિક યુનિવર્સના દરેક સુપરહીરોની પોતાની અલગ ફેન ફોલોઈંગ છે. માટે 'એવેંજર્સ એન્ડગેમ' પ્રત્યે ઈમોશનલ જોડાણ તમે નજરઅંદાજ ન કરી શકો. 'એવેંજર્સ એન્ડગેમ'ની કહાની બરાબર ત્યાંથી જ શરૂ થાય છે જ્યાં એવેંજર્સ ઈન્ફિનિટી વૉર ખતમ થઈ હતી. થેનોસના હાથોમાં બધા ઈન્ફિનિટી સ્ટોન છે જેનાથી તે અડધી દુનિયાને ખતમ કરી ચૂક્યો છે. ટોની સ્ટાર્ક ઉર્ફે આયરન મેન સ્પેસમાં નેબ્યુલા સાથે એકલો છે. વળી, બચેલા સુપરહીરોઝ પણ પોતાના સ્વજનોને ગુમાવવાના દુઃખમાંથી બહાર નીકળી શક્યા નથી. શરૂઆતથી જ તમે એવેંજર્સની દુનિયાથી જોડાઈ જાવ છે.

આ પણ વાંચોઃ મલાઈકા સાથે સંબંધ પર પહેલી વાર ખુલીને બોલ્યા અર્જૂન કપૂર, હા સ્પેશિયલ છે એઆ પણ વાંચોઃ મલાઈકા સાથે સંબંધ પર પહેલી વાર ખુલીને બોલ્યા અર્જૂન કપૂર, હા સ્પેશિયલ છે એ

સ્વજનોને ગુમાવી દીધા હતા તેને પાછા લાવી શકાય

સ્વજનોને ગુમાવી દીધા હતા તેને પાછા લાવી શકાય

એવેંજર્સ એંડગેમની કહાની વિસ્તારથી ન બતાવવામાં આવે તો જ સારુ છે. આ ફિલ્મમાં થેનોસ સામે આયર્ન મેન, કેપ્ટન અમેરિકા, થૉર, હલ્ક, બ્લેક વિડો, એંટ મેન, કેપ્ટન માર્વેલ એકસાથે મળીને જંગનું એલાન કરે છે. વાસ્તવમાં એંટ મેન બધા સુપરહીરોઝને આવીને બતાવે છે કે ક્વૉંટમ થિયરી દ્વારા તે ભૂતકાળમાં જઈને થેનોસ પહેલા એ મણિઓને મેળવી લે, તો ઈન્ફિનિટી વૉરની સ્થિતિથી બચી શકાય છે અને એ જંગમાં જે સ્વજનોને ગુમાવી દીધા હતા તેને પાછા લાવી શકાય છે. ત્યારબાદ આ કહાની આગળ વધે છે.

રોમાંચથી ભરપૂર

રોમાંચથી ભરપૂર

નિર્દેશક Anthony Russo અને Joe Russo એ ફિલ્મને દરેક મિનિટ રોમાંચથી ભરપૂર રાખી છે. ખાસ કરીને ફિલ્મનો સેકન્ડ હાફ તમને સીટ પરથી હલવા પણ નહિ દે. શું સુપરહોઝ દુનિયાનો અંત થવાથી રોકી શકશે? શું થેનોસનો અંત થશે? આ બધાનો જવાબ તમને થિયેટરમાં જ મળશે. ફિલ્મની કહાની સાથે સાથે અહીં બેકગ્રાઉન્ડ સ્કોર પણ જબરદસ્ત છે. વળી, સ્પેશિયલ ઈફેક્ટ્સ મામલે આ એવેંજર્સની બાકીની ફિલ્મોથી પણ ઘણી ઉપર છે. અભિનયની વાત કરીએ તો 11 વર્ષથી બધા કેરેક્ટર ફેન્સને બાંધીને અહીં સુધી લઈ આવ્યા છે અને અંત સુધી દમદાર સાબિત થયા છે. થેનોસની ભૂમિકામાં Josh Brolin ને બતાવી દીધુ કે તે એવેંજર્સનો સૌથી શાનદાર વિલન કેમ સાબિત થયો છે.

કેમ જોવી જોઈએ એવેંજર્સ એંડગેમ

કેમ જોવી જોઈએ એવેંજર્સ એંડગેમ

આ ફિલ્મને પરફેક્ટ ન કહી શકાય પરંતુ આ 22 ફિલ્મોની લાંબી સફરનો યોગ્ય અંત છે. ફિલ્મની કહાની ક્યાંક ક્યાંક થોડી ઉલઝી જાય છે પરંતુ ફિલ્મના કેરેક્ટર તમને એ રીતે બાંધીને રાખે છે કે નાની ભૂલોને તમે નજરઅંદાજ કરી શકો છો. ફિલ્મનું ક્લાઈમેક્સ અત્યંત પ્રભાવી છે અને આને લાંબા સમય સુધી તમે ભૂલી નહિ શકો. અમારા તરફથી ફિલ્મને 4.5 સ્ટાર.

English summary
Avengers Endgame will make you laugh, cry, cheer and drains you emotionally. This is a must watch for all Marvel fans.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X