Avneet Kaur Hollywood : હોલિવૂડ ડેબ્યુ કરવા જઈ રહી છે અવનીત કૌર? જાણો કેમ શરૂ થઈ ચર્ચા?
Avneet Kaur With Tom Cruise : નાની ઉમરે ટીવી અને બોલિવૂડમાં છવાઈ ગયેલી અભિનેત્રી અવનીત કૌર હવે હોલિવૂડ તરફ આગળ વધી રહી હોવાના અહેવાલ આવી રહ્યા છે.
હાલમાં જ અભિનેત્રી અવનીત કૌરનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો જોઈને લોકો અટકળો લગાવી રહ્યા છે કે અવનીત કૌર બહુ જલ્દી હોલિવૂડ ફિલ્મમાં જોવા મળી શકે છે.

હાલમાં જ અવનીત કૌરે હોલિવૂડના ફેમસ અભિનેતા ટોમ ક્રુઝ સાથે મુલાકાત કરી છે. અવનીત કૌરે ખુદ આ મુલાકાતના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આ ફોટો સામે આવ્યા બાદ અવનીતની હોલિવૂડ એન્ટ્રીની ચર્ચાએ જોર પકડ્યુ છે.
સમાચારો અનુસાર, અવનીત કૌર ટૂંક સમયમાં ટોમ ક્રૂઝની આગામી ફિલ્મ મિશન ઈમ્પોસિબલ 8 માં જોવા મળી શકે છે. અવનીત કૌરે ટીવી ઈન્ડસ્ટ્રીથી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી અને નવાઝુદ્દીન સિદ્દીકી સાથે ફિલ્મમાં લીડ એક્ટ્રેસ તરીકે પણ જોવા મળી છે.
અવનીત કૌરની સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઈંગ છે. હાલ તે બોલિવૂડમાં પોતાનો પગ જમાવવાનો પ્રયાસ કરી રહી છે. આ દરમિયાન અવનીત સુપરસ્ટાર ટોમ ક્રૂઝ સાથે આગામી હોલીવુડ ફિલ્મ મિશન ઈમ્પોસિબલ 8 ના શૂટિંગ સેટ પર જોવા મળી હતી. અભિનેત્રીએ આ મીટિંગની તસવીર તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી છે.












Click it and Unblock the Notifications
