ડિસ્પિકેબલ મી 3 માટે ઝાઝી રાહ જોવી પડશે!, 2017માં રિલીઝ થશે

Posted By:
Subscribe to Oneindia News

લૉસ એંજલ્સ, 17 જાન્યુઆરી : ઇલ્યુમિનેશન એંટરટેનમેંટની ડિસ્પિકેબલ મી 3 વર્ષ 2017માં ઉનાળા દરમિયાન રિલીઝ થશે. વેરાયટી.કૉમ વેબસાઇટના જણાવ્યા મુજબ ફૅન્સ આ સફળ ફિલ્મ શ્રેણીનો ત્રીજો ભાગ જૂન-2017માં જોઈ શકશે.

despicableme
પિયરે કૉફિન તથા ક્રિસ રિનાઉડ દિગ્દર્શિત આ એનિમિટેડ ફિલ્મ શ્રેણીની પ્રથમ ફિલ્મ ડિસ્પિકેબલ મી વર્ષ 2010માં રિલીઝ થઈ હતી. સિરીઝીની બીજી ફિલ્મ ડિસ્પિકેબલ મી 2માં સ્ટીવ કેરેલ તથા ક્રિસ્ટન વીગે પોતાનો અવાજ આપ્યો હતો. જુલાઈ 2013માં રિલીઝ થયા બાદ આ ફિલ્મે આખી દુનિયામાંથી કુલ્લે 96.58 કરોડ ડૉલરની કમાણી કરી હતી.

ઇલ્યુમિનેશન એંટરટેનમેંટે બે અન્ય પ્રોજેક્ટોની તારીખો પણ નક્કી કરી નાંખી છે. ડૉક્ટર સિયુઝ હાઉ ધ ગ્રિંચ સ્ટોલ ક્રિસમસ 17મી નવેમ્બર, 2017ના રોજ રિલીઝ થશે અને એક અનટાઇટલ્ડ એનિમેટેડ કૉમેડી 21મી ડિસેમ્બર, 12016ના રોજ રિલીઝ થશે.

English summary
The release date for Illumination Entertainment�s �Despicable Me 3" will release in summer 2017.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.