ગિસેલે બુંડચેન બની Hghest Paid મૉડેલ : જુઓ આખું List

બ્રાઝીલિયન બ્યુટી ગિસેલે બુંડચેન હાઇએસ્ટ અર્નિંગ મૉડેલ તરીકે ઉપસી આવ્યા છે. ફોર્બ્સ મૅગેઝીન દ્વારા જાહેર કરાયેલ યાદીમાં સૌથી ઉપર ગિસેલે બુંડચેન છે અને તેમણે કમાણીની બાબતમાં સતત 8મી વખત ટોચનુ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. ગિસેલેએ આ સાથે જ સાબિત કરી દીધું છે કે તેઓ મૉડેલિંગની દુનિયાના લીડિંગ ક્વીન છે.

કહે છે કે 34 વર્ષીય વિક્ટોરિયા'સ સીક્રેટ એંજલ ગિસેલે ની કમાણી ગત વર્ષે 47 મિલિયન ડૉલર રહી છે. ગિસેલે આ મોટી કમાણી ચૅનલ, એચ એન્ડ એમ, ક્રોલિના હેરેરા તથા શૂમેકર ગ્રેન્ડેને સાથેના કૉન્ટ્રૅક્ટ્સ દ્વારા હાસલ કરી છે. શૂમેકર ગ્રેન્ડેને માટે ગિસેલેએ જેલી શૂઝની રેંજ ડિઝાઇન કરી હતી.

ફોર્બ્સની હાઇએસ્ટ અર્નિંગ મૉડેલ્સની યાદીમાં એડ્રિયાના લીમા તથા ડાઉટ્ઝન ક્રોએસે સંયુક્ત રીતે બજુ સ્થાન હાસલ કર્યુ છે. બંનેની આવક લગભગ 8-8 મિલિયન ડૉલર રહી છે, જ્યારે યાદીમાં સામેલ પીઢ મૉડેલ કેટ મોસ 7 મિલિયન ડૉલરની કમાણી સાથે ત્રીજા સ્થાને રહ્યા છે. મિરાંડા કેર, કેટ અપ્ટૉન તથા લિયુ વેન પણ આટલી જ કમાણી સાથે ત્રીજા સ્થાને રહ્યા છે.

હિલૅરી ર્હોડા તથા એલેસૅન્ડ્રા એમ્બ્રૉસિયોએ પાંચમુ સ્થાન હાસલ કર્યુ છે. આ બંનેની કમાણી લગભગ 5 મિલિયન ડૉલર રહી છે. જોન સ્મૉલ્સ, કૅન્ડિસ સ્વેનપોલ, એરિન વૅસન, એરિન હેથેર્ટૉન, લિન્ડ્સે વિક્સન તથા ડૅરિયા વેરબૉવી પણ આ યાદીમાં સામેલ છે.

ચાલો સ્લાઇડર વડે જોઇએ હાઇએસ્ટ પેડ મૉડેલ્સ ઑફ 2014 :

ગિસેલે બુંડચેન નંબર 1

ગિસેલે બુંડચેન નંબર 1

34 વર્ષીય વિક્ટોરિયા'સ સીક્રેટ એંજલ ગિસેલે બુંડચેનની કમાણી ગત વર્ષે 47 મિલિયન ડૉલર રહી છે. ગિસેલે આ મોટી કમાણી ચૅનલ, એચ એન્ડ એમ, ક્રોલિના હેરેરા તથા શૂમેકર ગ્રેન્ડેને સાથેના કૉન્ટ્રૅક્ટ્સ દ્વારા હાસલ કરી છે. શૂમેકર ગ્રેન્ડેને માટે ગિસેલેએ જેલી શૂઝની રેંજ ડિઝાઇન કરી હતી.

એડ્રિયાના લીમા નંબર 2

એડ્રિયાના લીમા નંબર 2

લૉંગેસ્ટ રનિંગ વિક્ટોરિયા'સ સીક્રેટ એંજલ એડ્રિયાના લીમાએ 8 મિલિયન ડૉલરની કમાણી સાથે બીજુ સ્થાન હાસલ કર્યુ છે.

ડાઉટ્ઝન ક્રોએસ નંબર 2

ડાઉટ્ઝન ક્રોએસ નંબર 2

ડાઉટ્ઝન ક્રોએસે એડ્રિયાના વીમા સાથે બીજુ સ્થાન શૅર કર્યુ છે. ડાઉટ્ઝનનો લોરિયલ, વિક્ટોરિયા' સીક્રેટ, એચ એન્ડ એમ, કૅલ્વિન ક્લેઇન, એમિલિયો પુક્કી તથા મિયુ મિયુ સાથે કૉન્ટ્રૅક્ટ છે.

કેટ મોસ નંબર 3

કેટ મોસ નંબર 3

કેટ મોસ જોકે 40 વર્ષના છે, પરંતુ તેઓ 7 મિલિયન ડૉલરની કમાણી સાથે ત્રીજા સ્થાને રહ્યા છે.

મિરાંડા કેર નંબર 3

મિરાંડા કેર નંબર 3

મિરાંડા કેર પણ 7 મિલિયન ડૉલરની કમાણી કરી ત્રીજા સ્થાને રહ્યા છે.

લિયુ વેન નંબર 3

લિયુ વેન નંબર 3

ત્રીજા સ્થાને વધુ એક નામ લિયુ વેનનું પણ છે કે જેમની કમાણી 7 મિલિયન ડૉલર રહી છે. લિયુ વેન વિક્ટોરિયા'સ સીક્રેટ માટે વૉક કરનાર પ્રથમ એશિયન હતાં.

કેટ અપ્ટૉન નંબર 3

કેટ અપ્ટૉન નંબર 3

યુવાન મૉડેલ અને અભિનેત્રી કેટ અપ્ટૉને કેટ, લિયુ અને મિરાંડાને કાંટાની ટક્કર આપી ત્રીજુ સ્થાન શૅર કરવામાં સફળતા મેળવી છે.

એલેસૅન્ડ્રા એમ્બ્રૉસિયો નંબર 4

એલેસૅન્ડ્રા એમ્બ્રૉસિયો નંબર 4

પોતાની ઑન ક્લોથિંગ લાઇન હેઠળ એલેસૅન્ડ્રા એમ્બ્રૉસિયોએ વિક્ટોરિયા'સ સીક્રેટ એંજલ તરીકે ધૂમ કમાણી કરી ચોથુ સ્થાન પ્રાપ્ત કર્યુ છે.

હિલૅરી ર્હોડા નંબર 4

હિલૅરી ર્હોડા નંબર 4

અમેરિકા વિક્ટોરિયા' સીક્રેટ મૉડેલ હિલૅરી ર્હોડા પણ ચોથા સ્થાને રહ્યા છે.

આ પણ વાંચો

આ પણ વાંચો

Cool Cool : એએલએસ જાગૃતિ માટે આઇસ બકેટ ચૅલેંજ ઉપાડતી હૉલીવુડ સેલિબ્રિટીઓ


Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X