For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

#MeToo બાબતે હૉલીવુડની એક્ટ્રેસે કહી મોટી વાત, આવું ફેમિનિઝ્મ ખરાબ છે

#MeToo બાબતે હૉલીવુડની એક્ટ્રેસે કહી મોટી વાત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પાછલા વર્ષે હૉલીવુડમાં પ્રોડ્યૂસર હાર્વે વાઈન્સ્ટીન વિરુદ્ધ શરૂ થયેલ #MeToo કેમ્પેઈન આજે આખી દુનિયામાં યૌન ઉત્પીડન વિરુદ્ધ એક મજબૂત અવાજ બની ચૂક્યો છે. હજારો મહિલાઓએ મી ટૂ અંતર્ગત પોતાની સાથે થયેલ દુર્વ્યવહારની ઘટનાઓને દુનિયાની સામે રાખી છે. દુનિયાભરથી દિગ્ગજ લોકોએ આ કેમ્પેઈનનું સમર્થન કર્યું છે, પરંતુ હૉલીવુડની એક્ટ્રેસ પામેલા એન્ડરસને #MeTooને લઈ અલગ જ વિચાર ધરાવે છે. પામેલા એન્ડરસને #MeToo પર પ્રહાર કરતા ફેમિનિઝ્મને બોરિંગ ગણાવ્યું.

પામેલા એન્ડરસનને બોરિંગ લાગે છે ફેમિનિઝ્મ

પામેલા એન્ડરસનને બોરિંગ લાગે છે ફેમિનિઝ્મ

બેવોચથી પ્રખ્યાતી પામનાર પામેલા એન્ડરસને એક ઈન્ટર્વ્યૂમાં મી ટૂ અને ફેમિનિઝ્મ પર બોલતા કહ્યું, 'મને લાગે છે કે આ ફેમિનિઝ્મ બહુ દૂર સુધી જઈ શકે છે. હું પણ એક ફિમિનિસ્ટ છું, પરંતુ આ થર્ડ વેવ ફિમિનિઝ્મ બોરિંગ છે. આ પુરુષોને કમજોર કરી દે છે.' હૉલીવુડ એક્ટ્રેસે આગળ જણાવ્યું કે મી ટૂ કેમ્પેઈન મારા માટે થોડું વધુ જ છે. મને માફ કરો. લગભગ પણ આવું કહેવાના કારણે લગભગ કોઈ મારો જીવ લઈ લેશે.

કોઈ અજાણ્યા સાથે હોટલના રૂમમાં ન જવાય

કોઈ અજાણ્યા સાથે હોટલના રૂમમાં ન જવાય

પામેલા એન્ડરસને પ્રોડ્યૂસર હાર્વે વાઈન્સ્ટીન પર લાગેલા આરોપો પર પણ વાત કરી. એમણે કહ્યું , મારી માએ મને શીખવ્યું કે, ક્યારેય કોઈ અજાણી વ્યક્તિ સાથેહોટલના રૂમમાં ન જવાય. અને જો કોઈ બાથરોબમાં રૂમનો દરવાજો ખોલી રહ્યું છે અને તે એક બિઝનેસ મીટિંગ હતી તો કદાચ મારી બીજા કોઈ સાથે જવું જોઈતું હતું. મને લાગે છે કે કેટલીક ચીજ કોમન સેન્સ હોય છે. એક્ટ્રેસે ઈશારામાં કહ્યું કે વાઈન્સ્ટીનને રૂમમાં મળવા ગયેલ મહિલાઓએ કોમન સેન્સનો ઉપયોગ કરવો જોઈતો હતો.

ભારતમાં મી ટૂથી થયા કેટલાય ખુલાસા

ભારતમાં મી ટૂથી થયા કેટલાય ખુલાસા

પાછલા દિવસોમાં ભારતમાં પણ મી ટૂ કેમ્પેઈન જોર પકડી રહ્યું હતું. તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર લગાવેલ યૌન ઉત્પીડનના આરોપો બાદ કેટલીય મહિલાઓ સામે આવી હતી. અત્યાર સુધીમાં બૉલીવુડથી આલોકનાથ, નાના પાટેકર, સાજિદ ખાન, વિકાસ બહલ, લવ રંજન, રજત કપૂર, પીયૂષ મિશ્રા, રોનિત રૉય જેવી કેટલીય મોટી હસ્તીઓનાં નામ યૌન ઉત્પીડનમાં આવ્યાં છે. જ્યારે ભાજપના એમજે અકબર પર પણ કેટલીય મહિલાઓએ આરોપો લગાવ્યા છે. આ કારણે અકબરે પોતાનું કેન્દ્રીય મંત્રીનું પદ પણ ગુમાવવું પડ્યું.

ટીવીની સેક્સી ડાયન મોનાલિસાએ કર્યો કંઈક આવો ડાન્સ, વીડિયો વાયરલટીવીની સેક્સી ડાયન મોનાલિસાએ કર્યો કંઈક આવો ડાન્સ, વીડિયો વાયરલ

English summary
Hollywood Actress Pamela Anderson Calls Feminism Boring, Slams #MeToo Movement.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X