For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર મચાવશે ધૂમ, 3 દિવસમાં 5000 કરોડનું કલેક્શન કરી શકે

ભારતમાં હૉલીવુડ ફિલ્મોની લોકપ્રિયતાને હવે નજરઅંદાજ ન કરી શકાય. છેલ્લા કેટલાક વર્ષોમાં એ સ્પષ્ટ થઇ ગયું છે કે હૉલીવુડ ફિલ્મોએ બૉક્સ ઑફિસ પર જબરદસ્ત કમાણી કરી છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

ભારતમાં હૉલીવુડ ફિલ્મોની લોકપ્રિયતાને હવે નજરઅંદાજ ન કરી શકાય. છેલ્લા કેટલાક વર્ષોમાં એ સ્પષ્ટ થઇ ગયું છે કે હૉલીવુડ ફિલ્મોએ બૉક્સ ઑફિસ પર જબરદસ્ત કમાણી કરી છે અને બોલીવુડ સુપરસ્ટાર્સની ફિલ્મોને પણ પાછડ છોડી દીધી છે. જો કે હોલીવુડ ફિલ્મ એવેન્જર્સ ઇન્ફિનિટી વૉરનું એડવાન્સ બુિંગ રવિવારથી જ શરૂ થઇ ગયું છે. ભારતમાં આ ફિલ્મ 27 એપ્રિલ 2018ના રોજ રિલીઝ થનાર છે.

ટ્રેડ પંડિતોનું માનીએ તો આ ફિલ્મ ભારતમાં 200 કરોડ સુધીનું કલેક્શન કરી શકે છે. એટલે કે આ ભારતમાં સૌથી વધુ કમાનાર હૉલીવુડ ફિલ્મ બની શકે છે. ત્યાં જ વર્લ્ડવાઇડ આ પિલ્મ 3000 કરોડ રૂપયાનું કલેક્શન કરી શકે છે. ફિલ્મને દુનિયાભરમાં શાનદાર ઓપનિંગ મળશે તેમાં શંકાને કોઇ સ્થાન નથી.

એવેન્જર્સ ઇન્ફિનિટી વોર ભારતમાં 2010 સ્ક્રીન પર રિલીઝ થઇ રહી છે. ફિલ્મને સમીક્ષકોનો જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો છે અને તમામ લોકો જબરદસ્ત ઓપનિંગની અપેક્ષા રાખી રહ્યા છે. મોટા ભાગના સિનેમાઘરોમાં 3ડી અને 4ડી શો હાઉસફુલ થઇ ચૂક્યા છે. ખાસ કરીને મુંબઇ અને દિલ્હીમાં 90 ટકા સુધીની ઓપનિંગ થઇ શકે છે.

ભારતમાં સૌથી વધુ કમાનાર ફિલ્મો....

ધી જંગલ બુક

ધી જંગલ બુક

ધી જંગલબુકે ભારતમાં 183 કરોડ રૂપિયાની ધમાકેદાર કમાણી કરી હતી.

ફ્યૂરિયસ 7

ફ્યૂરિયસ 7

વર્ષ 2015માં રિલીઝ થયેલી ફિલ્મ ફ્યૂરિયસ 7એ ભારતમાં 173 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

અવતાર

અવતાર

ફિલ્મ અવતારે ભારતમાં કુલ 145 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.

જુરાસિક વર્લ્ડ

જુરાસિક વર્લ્ડ

ઇરફાન ખાન સ્ટારર આ 3ડી ફિલ્મ ભારતીય દર્શકોને બહુ પસંદ આવી હતી. આ ફિલ્મે 113 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

એવેન્જર્સઃ એજ ઑફ અલ્ટ્રોન

એવેન્જર્સઃ એજ ઑફ અલ્ટ્રોન

વર્ષ 2015માં રિલીઝ થયેલી આ ફિલ્મે 111 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

સ્પાઇડરમેન 3

સ્પાઇડરમેન 3

ભારતમાં સ્પાઇડરમેન સીરિઝનું જબરદસ્ત ફેન ફોલોઇંગ છે. ફિલ્મે ભારતમાં 102 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

ઉલ્લેખનીય છે કે એવેન્જર્સ સીરિઝ અમેરિકાની સાથે ભારતમાં પણ બહુ લોકપ્રિય છે. એવેન્જર્સ સીરિઝની ત્રીજી ફિલ્મ વિલેને પહેલાથી વધારે ભયાનક બનાવવામાં આવ્યો છે. જેને જોઇને એ વાતનો અંદાજો લાગાવી શકાય છે કે આ વખતે સુપરહીરોઝની નવા વિલન સાથેની લડાઇ વધુ ભયાનક હશે. બૉક્સ ઑફિસ પર આ ફિલ્મ કેટલા રેકોર્ડ તોડશે તે જોવાનું રહ્યું.

English summary
Hollywood film Avengers Infinity War is set to release this Friday worldwide. Film advance booking started last Sunday and result is terrific. Film is going to have massive opening on box office.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X