પચાસ વર્ષનો થયો જેમ્સ બૉન્ડ : જુઓ તસવીરો
મુંબઈ, 1 નવેમ્બર : બાળકોથી માંડી વૃદ્ધોના દિલમાં વસનાર જ જેમ્સ બૉન્ડ હવે પચાસ વર્ષનો થઈ ગયો છે. 1962માં સૌપ્રથમ સીન કોનરીએ જેમ્સ બૉન્ડનો રોલ કર્યો. ત્યારથી જ જેમ્સ બૉન્ડ એટલાં પૉપ્યુલર થઈ ગયાં કે એક પછી એક જેમ્સ બૉન્ડ સિરીઝ આવવા લાગી. સીન કોનરીએ ડૉ નંબર, ફ્રૉમ રશિયા વિથ લવ, ગોલ્ડ ફિંગર, થંડર બૉલ, યૂ ઑન્લી લિવ ટ્વાઇટ્સ ફિલ્મો કરી.
સીન કોનરી બાદ જ્યૉર્જ લેઝનબી, સીન કોનરી રિટર્ન, રૉગર મૂરે, ટિમોછી ડાલ્ટન, પીયર્સ બ્રોસનન ડેનિયલ ક્રેગે જેમ્સ બૉન્ડ સિરીઝમાં કામ કર્યું તથા જેમ્સ બૉન્ડને દરેક વર્ગના લોકોમાં લોકપ્રિય કરી નાંખ્યાં. જેમ્સ બૉન્ડની અનેક કૉમિક સિરીઝો પણ આવી અને કૉમિક સિરીઝો બાળકોમાં ખૂબ લોકપ્રિય બની.
આ વર્ષે જેમ્સ બૉન્ડની એક નવી ફિલ્મ રિલીઝ થવાની છે સ્કાયફૉલ. અને આ ફિલ્મ સાથે જેમ્સ બૉન્ડની લોકપ્રિયતાના 50 વરસ પૂરાં થઈ જશે. જેમ્સ બૉન્ડની આ પચાસ વર્ષની સફળતામાં અનેક ઉતાર-ચડાવ પણ આવ્યાં છે, પરંતુ જેમ્સ બૉન્ડ કાયમ પોતાની નવી ફિલ્મથી એક નવો બૉક્સ ઑફિસ રેકૉર્ડ તૈયાર કરતો રહ્યો છે.
જેમ્સ બૉન્ડથી હૉલીવુડ જ નહિં, પણ આપણાં બૉલીવુડ સિતારાઓ પણ ખૂબ પ્રભાવિત છે. આપણાં કિંગ ખાન એટલે કે શાહરુખ ખાન પણ જેમ્સ બૉન્ડ બનવા માંગે છે. એમ તો શાહરુખે બૉલીવુડમાં પણ અનેક સુપર હીરો પાત્રો ભજવ્યાં છે જેમ કે ડૉન, રા.વન, પરંતુ જેમ્સની સફળતાની આગળ આ પાત્ર કઈં પણ નથી. તેથી હવે શાહરુખ ખાન ઇચ્છે છે કે તેમને પણ જેમ્સ બૉન્ડ બનવાની તક મળે.

કૅસીનો રૉયલ
2006માં રિલીઝ થયેલી કૅસીનો રૉયલ ફિલ્મમાં ડેનિયલ ક્રેગે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં પ્રથમ વાર ક્રેગે જેમ્સ બૉન્ડનું પાત્ર ભજવ્યુ હતું.

ડાય અનધર ડે
2002માં રિલીઝ થયેલ ડાય અનધર ડે ફિલ્મમાં પીયર્સ બ્રોનસને મુખ્ય ભૂમિકા ભજવી હતી.

લાયસંસ ટુ કિલ
1989માં રિલીઝ થયેલ જેમ્સ બૉન્ડ સિરીઝની લાયસંસ ટુ કિલ ફિલ્મમાં ટિમોથી ડાલ્ટન જેમ્સ બૉન્ડ બન્યા હતાં.

લિવ એન્ડ લેટ ડાઈ
રૉગર મૂરીએ સૌપ્રથમ 1973માં રિલીઝ થયેલ લિવ એન્ડ લેટ ડાઈ ફિલ્મમાં જેમ્સ બૉન્ડની ભૂમિકા ભજવી હતી.

ક્વાંટમ ઑફ સોલેસ
કૅસીનો રૉયલની સફળતા બાદ 2008માં ડેનિયલ ક્રેગની ક્વાંટમ ઑફ સોલેસ રિલીઝ થઈ.

ફ્રૉમ રશિયા વિથ લવ
સીન કોનરીની જેમ્સ બૉન્ડ તરીકેની આ બીજી ફિલ્મ હતી. ફ્રૉમ રશિયા વિથ લવ 1963માં રિલીઝ થઈ હતી.

ટુમૉરો નેવર ડાઇસ
પીયર્સ બ્રોનસનની બીજી જેમ્સ બૉન્ડ ફિલ્મનું ટાઇટલ હતું ટુમૉરો નેવર ડાઈસ.

વર્લ્ડ ઇઝ નોટ ઇનફ
1999માં રિલીઝ થયેલ વર્લ્ડ ઇઝ નોટ ઇનફ પિયર્સ બ્રોનસનની ત્રીજી હિટ જેમ્સ બૉન્ડ સિરીઝ હતી.

સ્કાયફૉલ
આ વર્ષે ડેનિયલ ક્રેગની ત્રીજી જેમ્સ બૉન્ડ ફિલ્મ રિલીઝ થશે સ્કાયફૉલ. આ ફિલ્મ વિદેશોમાં 26મી ઑક્ટોબરે રિલીઝ થઈ, જ્યારે ભારતમાં તે આજે જ રિલીઝ થઈ.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?








Click it and Unblock the Notifications
