For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પૂર્વ પત્ની સામે માનહાનીના કેસમાં જૉની ડેપને મળી જીત, એમ્બર હર્ડે આપવા પડશે 15 મિલિયન ડૉલર

દિગ્ગજ હૉલિવુડ અભિનેતા જૉની ડેપ અને તેની પૂર્વ પત્ની એમ્બર હર્ડ વચ્ચે ચાલી રહેલ કાનૂની લડાઈમાં જૉની ડેપને સફળતા મળી છે.

|
Google Oneindia Gujarati News

ફેયરફેક્સઃ દિગ્ગજ હૉલિવુડ અભિનેતા જૉની ડેપ અને તેની પૂર્વ પત્ની એમ્બર હર્ડ વચ્ચે ચાલી રહેલ કાનૂની લડાઈમાં જૉની ડેપને સફળતા મળી છે. લાંબા સમયથી ચાલી રહેલ આ કેસમાં જૉની ડેપના પક્ષમાં કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે. જ્યુરીએ પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. જ્યુરીએ પોતાના ચુકાદો જૉની ડેપના પક્ષમાં સંભળાવીને અમ્બર હર્ડને 15 મિલિયન ડૉલર એક્ટરને આપવા માટે કહ્યુ છે. એટલુ જ નહિ કોર્ટે એ વાત પણ માની છે કે જૉની ડેપના વકીલ એડમ વાઈલ્ડમેને જે નિવેદન આપ્યુ તે હર્ડને બદનામ કરવા માટે હતુ માટે કોર્ટે વકીલ પર 2 મિલિયન ડૉલરનો દંડ લગાવ્યો છે.

Johnny Depp

આ કેસની સુનાવણી છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહી હતી. ત્યારબાદ કોર્ટે સ્વીકાર્યુ છે કે 2018ના વૉશિંગ્ટન પોસ્ટના લેખમાં એમ્બરે જૉની ડેપને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ લેખમાં એમ્બર હર્ડે લખ્યુ છે કે હું ઘરેલુ હિંસાનો ચહેરો છુ. એમ્બર હર્ડે જોની ડેપ પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો. જે પછી જૉની ડેપે એમ્બર હર્ડ સામે $50 મિલિયનનો માનહાનિનો કેસ દાખલ કર્યો પરંતુ જ્યુરીએ એમ્બર હર્ડને $15 મિલિયન ચૂકવવાનો આદેશ આપ્યો છે.

આ કેસમાં ચુકાદો 7 સભ્યો, 5 પુરુષો અને 2 મહિલાઓની બનેલી જ્યુરી પેનલ દ્વારા આપવામાં આવ્યો હતો. ગયા અઠવાડિયે શુક્રવારે આ કેસમાં અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ જ્યુરીએ પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. જૉની ડેપે 2018માં વોશિંગ્ટન પોસ્ટમાં એમ્બર હર્ડના લેખ સામે માનહાનિનો દાવો દાખલ કર્યો હતો. તમને જણાવી દઈએ કે એમ્બર હર્ડે ફિલ્મ એક્વામેનમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. જો કે એમ્બર હર્ડે વોશિંગ્ટન પોસ્ટમાં લખેલા લેખમાં જૉની ડેપનું નામ લીધુ ન હતુ પરંતુ જૉની ડેપે ઘરેલુ હિંસાના આરોપોને લઈને માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.

એમ્બર હર્ડે $100 મિલિયનનો કાઉન્ટરક્લેઈમ દાખલ કર્યો પછી જૉની ડેપે દાવો કર્યો કે ડેપના એટર્ની, એડમ વાઈલ્ડમેને તેમના નિવેદનોથી મને બદનામ કરવાનો પ્રયાસ કર્યો. તેણે મીડિયામાં કહ્યુ હતુ કે મારા દાવા છેતરપિંડી છે. તેના 8 પાનાના નિર્ણયમાં જ્યુરીએ જૉની ડેપની તરફેણમાં ચુકાદો આપ્યો.

English summary
Johnny Depp wins defamation case against Amber Heard
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X