દારૂના નશામાં કાર ચલાવતાં જસ્ટિન બીબરની ધરપકડ
મિયામી, 24 જાન્યુઆરી : હૉલીવુડમાં ટીનેજર્સના આદર્શ ગાયક જસ્ટિન બીબરની ગુરુવારે સવારે મિયામી બીચ ઉપર દારૂ પીને વાહન ચલાવવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. આ માહિતી પોલીસ દ્વારા આપવામાં આવી.

મળતી માહિતી મુજબ જસ્ટિન બીબરને પોલીસ પકડીને લઈ ગઈ અને પોલીસ સ્ટેશને તેમની પૂછપરછ કરવામાં આવી. શરુઆતમાં બીબરના વકીલના નામ અંગે ખુલાસો થયો નહોતો અને કલાકો બાદ પણ એ પણ જાણવા મળ્યુ નહોતું વકીલ ક્યારેય જસ્ટિન બીબરની જામની માટેની અરજી આપશે, પરંતુ થોડાક કલાક પહેલા જ બીબરને જામીન મળી ગયા છે અને તેઓ મુક્ત કરી દેવાયાં છે.












Click it and Unblock the Notifications
