માતા બનેલા કિમનું દુલ્હન બનવાનું સ્વપ્ન ખતરામાં
મુંબઈ, 20 જુલાઈ : રૅપર કૅન્યે વેસ્ટ પોતાના પ્રેમિકા કિમ કાર્દશિયન સાથે લગ્ન માટે તૈયાર નથી, કારણ કે કિમના માતા ક્રિસ જેનર તથા કૅન્યેના વિચારોમાં મતભેદો છે. કૅન્યેના સંતાનના માતા બનનાર કિમનું દુલ્હન બનવાનું સ્વપ્ન આ સાથે જ ખતરામાં પડી ગયું છે.

રડારઑનલાઇન.કૉમ વેબસાઇટના જણાવ્યા મુજબ - કૅન્યે એકદમ સાચા છે. તેઓ કિમ સાથે હાલ લગ્ન નથી કરી શકતાં, કારણ કે તેઓ આ વર્ષના અંતે વિશ્વ સંગીત યાત્રાએ જઈ રહ્યાં છે. તેઓ કિમ કાર્દશિયન સાથે પ્રેમ કરે છે, પણ તેઓ તેમના પરિવારમાં લગ્ન અંગે નિશ્ચિંત નથી.
સૂત્રે જણાવ્યું - કિમ પોતાના માતાની બહુ નજીક છે અને આ વાત કોઈનાથી છુપી નથી કે ક્રિસ તથા કૅન્યે વચ્ચે મતભેદ છે. સૂત્રના જણાવ્યા મુજબ - કૅન્યેને લાગે છે કે ક્રિસ લગ્ન સમારંભનું ટેલીવિઝન ઉપર પ્રસારણ કરવા માંગશે અને તેઓ એવું નથી ઇચ્છતાં. તેઓ કિમને પ્રેમ કરે છે, પણ કિમ સાથે રહેતાં તેમની થનાર તપાસ-છાનબીનથી તેઓ નફરત કરે છે.












Click it and Unblock the Notifications
