હાર્વે ન્યુટન હૅડન સાથે ડેટિંગમાં વ્યસ્ત કેલી બ્રૂક

Posted By:
Subscribe to Oneindia News

લૉસ એંજલ્સ, 1 જાન્યુઆરી : બ્રિટિશ મૉડેલ તથા અભિનેત્રી કેલી બ્રૂક તેમજ તેમના ભૂતપૂર્વ પ્રેમી રગ્બી ખેલાડી ડેની કિપરિયાની વચ્ચેના પ્રેમ સંબંધો તુટ્યા બાદ કેલી કથિત રીતે પુરુષ મૉડેલ હાર્વે ન્યુટન હૅડન સાથે ડેટિંગ કરી રહ્યાં છે.

kellybrook
કૉન્ટૅક્ટમ્યુઝિક.કૉમના જણાવ્યા મુજબ 34 વર્ષીય કેલી બ્રૂક પોતાના સંબંધો ગુપ્ત રાખવા માંગે છે. સન સમાચાર પત્રે એક સૂત્રના માધ્યમથી જણાવ્યું - કેલી સાચે જ તેને પસંદ કરે છે, પણ તેઓ આ બાબતને શાંત રાખવાનો પ્રયત્ન કરી રહ્યાં છે, કારણ કે તેઓ ગંભીર થવા માંગે છે.

ડેની સામે વિશ્વાસઘાતનો આરોપ લગાવ્યા બાદ કેલી બ્રૂક ગત ઑગસ્ટમાં તેમનાથી જુદા થઈ ગયા હતાં. લાગે છે કે કેલી બ્રૂક દરેક બાબતમાં આગળ વધી ગયાં છે. સૂત્રે જણાવ્યું - ડેનીએ જે કર્યું, તે પછી તેઓ પોતે જ તે જ રમત રમવા બેસી ગયાં છે.

English summary
British model-actress Kelly Brook is reportedly dating male model Harvey Newton-Haydon after she breaking up with ex-boyfriend, rugby player Danny Cipriani.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.