• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

To Have and Have Not : હૉલીવુડ અભિનેત્રી લૉરેન બકાલનું નિધન!

|

રૉબિન વિલિયમ્સ જેવા શાનદાર કૉમેડિયન અભિનેતાના નિધન બાદ હૉલીવુડમાંથી વધુ એક દુઃખદ સમાચાર સાંપડ્યા છે. ટૂ હેવ એન્ડ હેવ નૉટ જેવી ફિલ્મોમાં અભિનય દ્વારા ખાસ ઓળખ સ્થાપનાર હૉલીવુડના પ્રસિદ્ધ અભિનેત્રી લૉરેન બકાલનું 89 વર્ષની વયે નિધન થઈ ગયું. બકાલનું ગઈકાલે સવારે જોરદાર સ્ટ્રૉકના કારણે ન્યુયૉર્ક ખાતે આવેલ ઘરે મોત થઈ ગયું.

લૉરેન બકાના પતિ હંફ્રી બોગાર્ટના એસ્ટેટે ગઈકાલે ટ્વિટર પર ટુંકા નિવેદનમાં લૉરેનના નિધનની પુષ્ટિ કરી. લૉરેને મોટા પડદે અનેક શાનદાર ફિલ્મોમાં પોતાના પતિ હંફ્રી બોગાર્ટ સાથે પણ કામ કર્યુ હતું. બોગાર્ટ એસ્ટેટે ટ્વીટ કર્યું - અત્યંત દુઃખ, પણ તેમના શાનદાર જીવન માટે આભાર વ્યક્ત કરતા અમે લૉરેન બકાલના નિધનની પુષ્ટિ કરીએ છીએ.

લૉરેન બકાલની ખૂબ જ આકર્ષક છબી, આકર્ષક અવાજ તથા ઉત્તેજક ભૂમિકાઓએ તેમને પ્રસિદ્ધિ અપાવી તથા તેઓ આગામી અનેક પેઢીઓની અભિનેત્રીઓને પ્રેરિત કરતા રહેશે. બકાલ અને બોગાર્ટ 1944ની ટૂ હેવ એન્ડ હેવ નૉટના શૂટિંગ દરમિયાન મળ્યા હતાં. તેમની આ એક સાથે પહેલી ફિલ્મ હતી. આ જોડીએ વર્ષ 1945માં લગ્ન કર્યાં. તેમના બે બાળકો થયાં. 1957માં બોગાર્ટના નિધન સુધી આ જોડી એક-બીજા સાથે જ રહી.

બોગાર્ટના નિધન બાદ લૉરેન બકાલે અભિનેતા જૅસન રોબાર્ડ્સ જૂનિયર સાથે લગ્ન કર્યાં. તેમના વડે એક બાળખ થયું. રોબાર્ડ્સ જૂનિયરનું નિધન 2000માં થયું. 16મી સપ્ટેમ્બર, 1924ના રોજ બ્રોંક્સ ખાતે પુત્રી જોન પર્સકે રૂપે જન્મેલા લૉરેન બકાલના નામે 72 ફિલ્મો નોંધાયેલી છે. તેમણે કિશોરાવસ્થામાં જ મૉડેલિંગ તથા અભિનયના ક્લાસિસ લેવા શરૂ કરી દીધા હતાં. તેમણે થિયેટરમાં પણ અનેક ભૂમિકાઓ કરી હતી.

લૉરેન બકાલને એકેડેમી ઍવૉર્ડ માટે માત્ર એક જ વાર નૉમિનેટ કરાયા હતાં. આ નૉમિનેશન 1986ની ફિ્મ ધ મિરર હૅઝ ટૂ ફેસિસમાં સહાયક ભૂમિકા માટે હતું. તેમાં તેમણે બારબરા સ્ટ્રીસેંડની માતાની ભૂમિકા ભજવી હતી. તેમને સ્ટેજ પરફૉર્મન્સિસ માટે બે ટોની ઍવૉર્ડ મળ્યાં. તેમને હૉલીવુડ ફૉરેન પ્રેસ એસોસિએશન તરફથી 1992માં સન્માનિત કરાયાં. બકાલે બે સંસ્મરણો લખ્યાં. તેમાં એક લૉરેન બકાલ : બાય માયસેલ્ફ પણ હતું કે જેને 1980માં નેશનલ બુક ઍવૉર્ડ મળ્યો હતો.

એક મોટી અને દુઃખદ સમાચાર હૉલીવુડમાંથી આવ્યા છે. ઑસ્કાર વિનર હૉલીવુડ અભિનેતા રૉબિન વિલિયમ્સ પોતાના ઘરે મૃત હાલતમાં મળી આવ્યાં છે. પોલીસને આત્મહત્યાની શંકા છે. 63 વર્ષીય નાયાબ એક્ટર રૉબિન વિલિયમ્સ છેલ્લા કેટલાક વખતથી ડિપ્રેશનમાં હતાં અને તેમના મોતનું કારણ ડિપ્રેશન જ મનાઈ રહ્યું છે.

ચાલો તસવીરો સાથે જાણીએ લૉરેન બકાલ વિશે કેટલાક Intersing Things :

અલવિદા લૉરેન

અલવિદા લૉરેન

ટૂ હેવ એન્ડ હેવ નૉટ જેવી ફિલ્મોમાં અભિનય દ્વારા ખાસ ઓળખ સ્થાપનાર હૉલીવુડના પ્રસિદ્ધ અભિનેત્રી લૉરેન બકાલનું 89 વર્ષની વયે નિધન થઈ ગયું. બકાલનું ગઈકાલે સવારે જોરદાર સ્ટ્રૉકના કારણે ન્યુયૉર્ક ખાતે આવેલ ઘરે મોત થઈ ગયું.

જીવન

જીવન

લૉરેન બકાલનો જન્મ 16મી સપ્ટેમ્બર, 1924ના રોજ જેવિસ માતા-પિતાને ત્યાં થયો હતો. લૉરેન ઇઝરાયલના નવમા પ્રમુખ શિમૉન પેરેસના પિતરાઈ બહેન હતાં.

મૉડેલ તરીકે શરુઆત

મૉડેલ તરીકે શરુઆત

લૉરેન બકાલે મૉડેલ તરીકે કૅરિયર શરૂ કર્યુ હતું. તેઓ ન્યુયૉર્કમાં પાર્ટટાઇમ મૉડેલિંગ કરતા હતાં. આ ફૅમસ અને ક્લાસિક ફોટોશૂટ લૉરેન બકાલે 1943માં હાર્પર બઝાર્સ મૅગેઝીનના કવર પેજ માટે કરાવ્યુ હતું. ત્યારે તેઓ 19 વર્ષના હતાં.

હૉલીવુડ

હૉલીવુડ

લૉરેન બકાલ 1944માં આવેલી ટૂ હેવ એન્ડ હેવ નૉટ ફિલ્મ દ્વારા જાણીતા થયાં કે જેમાં તેમના હીરો પતિ હંફ્રી બોગાર્ટ હતાં. લૉરેને 40ના દાયકામાં બોગાર્ટ સાથે ધ બિગ સ્લીપ, કી લાર્ગો તથા ડાર્ક પૅસેજ જેવી ફિલ્મોમાં કામ કર્યું. લૉરેને 70થી વધુ ફિલ્મોમાં કામ કર્યું.

હંફ્રી સાથે અફૅર

હંફ્રી સાથે અફૅર

લૉરેન બકાલ અને હંફ્રી બોગાર્ટ 1944માં ટૂ હેવ એન્ડ હેવ નોટ ફિલ્મના શૂટિંગ દરમિયાન મળ્યા હતાં. લૉરેન 19, તો હંફ્રી 44 વર્ષના હતાં. હંફ્રીએ માયો મેથોટ સાથે ત્રીજા લગ્ન કરેલા હતાં. હંફ્રી-લૉરેન વચ્ચે રોમાંસ શરૂ થયો અને 1945માં બંનેએ લગ્ન કરી લીધાં. તેમનો રોમાંસ ટૉક ઑફ ધ ટાઉન બન્યો હતો. જોકે 12 વરસ બાદ જ હંફ્રીનું 57 વર્ષની વયે કૅંસરના કારણે મોત થઈ ગયુ હતું.

લુક ક્રિએટર

લુક ક્રિએટર

ટૂ હેવ એન્ડ હેવ નૉટ ફિલ્મ માટે સ્ક્રીન ટેસ્ટ દરમિયાન લૉરેન બકાલ નર્વસ હતાં. તેમણે કૅમેરાનો સામનો કરતી વખતે પોતાની દાઢીને છાતીએ દબાવી રાખી હતી અને આંખો ઉપર કરી હતી. લૉરેનનો આ લુક ટ્રેડમાર્ક બની ગયો હતો.

ધુમ્રપાનની ટેવ

ધુમ્રપાનની ટેવ

લૉરેન અને બોગાર્ટ બંનેને સિગરેટની કુટેવ હતી. ફિલ્મનુ સેટ હોય, ઍવૉર્ડ્સ ફંક્શન કે વૅકેશન્સ હોય. બંને મન મૂકીને ધુમ્રપાન કરતા હતાં.

પોતાના જમાનાની હૉટેસ્ટ અભિનેત્રી

પોતાના જમાનાની હૉટેસ્ટ અભિનેત્રી

લૉરેન બકાલ પોતાના જમાનાના હૉટેસ્ટ અમેરિકન અભિનેત્રી હતાં કે જેઓ માત્ર પોતાના લુક, સ્ટાઇલ માટે જ નહીં, પણ પોતાના કર્કશ અવાજ માટે પણ જાણીતા હતાં.

આ પણ વાંચો

આ પણ વાંચો

મર્દાના સવારીઃ ટોપ 7 લોકપ્રીય રોયલ એનફિલ્ડ બાઇક

English summary
Hollywood's legendary star Lauren Bacall died at the age of 89 after she apparently suffered a heart stroke at her home in New York. See interesting things to know about the American star.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more