For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાફ્ટામાં બે ઍવૉર્ડ જીતતી ફિલ્મ લાઇફ ઑફ પાઇ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 11 ફેબ્રુઆરી : તાજેતરમાં બ્રિટિશ એકેડેમી ફિલ્મ ઍવૉર્ડ્સ એટલે કે બાફ્ટામાં ઑસ્કાર વિજેતા દિગ્દર્શક ઍંગ લીની હૉલીવુડ ફિલ્મ લાઇફ ઑફ પાઇને બે પુરસ્કારો મળ્યાં છે અને બેન અફ્લેકની સૌથી વધુ ચર્ચામાં રહેલી ફિલ્મ આરગો ત્રણ ઍવૉર્ડ પામી છે. આરરગોને બેસ્ટ ફિલ્મ અને બેસ્ટ ડાઇરેક્સીનો ઍવૉર્ડ મળ્યો, જ્યારે લાઇફ ઑફ પાઇને ટેક્નિકલ ક્ષેત્રે બે ઍવૉર્ડ મળ્યાં.

Life Of Pi

બાફ્ટામાં ઍવૉર્ડ પામ્યા બાદ ફિલ્મની ઑસ્કારમાં વિજયની શક્યતાઓ ખૂબ વધી ગઈ છે. આ સમારંભ 24મી ફેબ્રુઆરીએ યોજાવાનું છે. બાફ્ટામાં લાઇફ ઑફ પાઇને બેસ્ટ સિનેમેટૉગ્રાફી તેમજ બેસ્ટ વિઝ્યુઅલ ઇફેક્ટનો ઍવૉર્ડ મળ્યો છે.

નોંધનીય છે કે લાઇફ ઑફ પાઇ યેન માર્શલની ફૅન્ટેસી નૉવેલ પર આધારિત છે. ફિલ્મમાં બૉલીવુડ અભિનેતા ઇરફાન ખાન તેમજ તબ્બુએ પણ એક નાનકડી ભૂમિકા ભજવી છે. તબ્બુ તેમજ ઇરફાન આ અગાઉ ફિલ્મ મકબૂલ અને નેમસેકમાં સાથે કામ કરી ચુક્યાં છે. ઍંગ લીની ફિલ્મનો ભાગ હોવા અંગે તબ્બુ તેમજ ઇરફાન ખૂબ ખુશ છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકા દિલ્લી શહેરના 17 વર્ષીય છોકરા સૂરજ શર્માએ ભજવી છે. પાણી અને પ્રાણીઓ વચ્ચે 227 દિવસ ગાળતો પાઇ લાઇફ ઑફ પાઇ ફિલ્મ પાઇ નામના એક છોકરાની વાર્તા છે. પાઇ એક નૌકામાં બેસે છે. અધવચ્ચે તે નૌકા ડુબવા લાગે છે અને માત્ર બાઇ બચી જાય છે. તે લાઇફબોટ બેસે છે કે જ્યાં તેની મુલાકાત ઑરેંગટન, જેબ્રા તથા એક બંગાળ ટાઇગર રિચર્ડ પાર્કર સાથે થાય છે. આ ત્રણેય પ્રાણીઓ છે અને પાઇ આ તમામ સાથે પાણીમાં 227 દિવસ ગાળે છે. આ દિવસો દરમિયાન તે કેટલી મુશ્કેલીઓનો સામનો કરે છે તેની જ વાર્તા છે લાઇફ ઑફ પાઇ.

English summary
Life Of Pi won two awards in BAFTA Awards function. Life Of Pi got two awards in technical category- Best Cinematography and Best Visual Effect. Ben Affleck's Argo won Best film and best director award. Argon won total three awards at BAFTA.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X