For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મિસ યુનિવર્સ હરનાઝ સંધૂનો ઈન્ટરવ્યુ લેનાર મૉડલે કરી આત્મહત્યા, 60 માળની બિલ્ડિંગ પરથી લગાવી છલાંગ

વ્યવસાયે વકીલ અને મિસ યુએસએ 2019નો ખિતાબ જીતનાર અમેરિકી મૉડલ ચેલ્સી ક્રિસ્ટે પોતાની જીવનલીલા સમાપ્ત કરી લીધી છે.

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ વ્યવસાયે વકીલ અને મિસ યુએસએ 2019નો ખિતાબ જીતનાર અમેરિકી મૉડલ ચેલ્સી ક્રિસ્ટે પોતાની જીવનલીલા સમાપ્ત કરી લીધી છે. મળતી માહિતી મુજબ તેણે 60 માળની બિલ્ડિંગના 29માં ફ્લોરથી કૂદીને જીવ આપી દીધો. ગયા વર્ષે ડિસેમ્બરમાં મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યા બાદ ચેલ્સી ક્રિસ્ટે હરનાઝ કૌર સંધુનો બેક સ્ટેજ ઈન્ટરવ્યુ પણ લીધો હતો. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર હરનાઝ સાથે બે ફોટા પણ શેર કર્યા હતા. ચેલ્સી ક્રિસ્ટના નિધનથી અમેરિકા સહિત તેના ફેન્સ અને સ્વજનોમાં શોકની લહેર છે.

29માં માળેથી લગાવી છલાંગ

29માં માળેથી લગાવી છલાંગ

મીડિયા રિપોર્ટ અનુસાર ચેલ્સી ક્રિસ્ટે અમેરિકી સમયાનુસાર સવારે 7 વાગીને 15 મિનિટે મેનહટનમાં બિલ્ડિંગથી કૂદીને શંકાસ્પદ રીતે આત્મહત્યા કરી લીધી છે. આ બિલ્ડિંગની 9માં માળે ચેલ્સી ક્રિસ્ટનુ અપાર્ટમેન્ટ હતુ. છેલ્લી વાર તેને ઈમારતના 29માં માળે જોવામાં આવી હતી. ત્યારબાદ તેના શબને બિલ્ડિંગના પરિસરમાંથી જપ્ત કરવામાં આવ્યુ. ઘટના સ્થળે જ તેણે દમ તોડી દીધો હતો.

 2019માં જીત્યો મિસ યુએસએનો ખિતાબ

2019માં જીત્યો મિસ યુએસએનો ખિતાબ

ચેલ્સી ક્રિસ્ટ સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય રહેતી હતી. તેણે પોતાના મોતના અમુક કલાકો પહેલા ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી. આ ઉપરાંત તેના અકાઉન્ટમાં હરનાઝ કૌર સંધૂ સાથે પણ ચેલ્સી ક્રિસ્ટના ફોટા જોઈ શકાય છે. ચેલ્સી ક્રિસ્ટ, એ વખતે ચર્ચામાં આવી હતી જ્યારે તેણે વર્ષ 2019માં નૉર્થ કેરોલીનાનુ પ્રતિનિધિત્વ કરીને મિસ યુએસએનો ખિતાબ પોતાના નામે કર્યો.

હરનાઝ કૌર સંધૂનો લીધો હતો ઈન્ટરવ્યુ

હરનાઝ કૌર સંધૂનો લીધો હતો ઈન્ટરવ્યુ

મિસ યુનિવર્સ 2021ના કાર્યક્રમમાં પણ ચેલ્સી ક્રિસ્ટ હાજર હતી. તેણે ખિતાબની વિનર હરનાઝ કૌર સંધૂનો ઈન્ટરવ્યુ પણ લીધો હતો. તે વ્યવસાયે વકીલ હતી અને નૉર્થ અને સાઉથ કેરોલિનામાં લૉની પ્રેકટીસ કરી રહી હતી. મીડિયા રિપોર્ટ મુજબ ચેલ્સી સોશિયલ અને ક્રિમિનલ જસ્ટીસ રિફૉર્મ્સની પક્ષધર હતી. તેણે 'એક્સ્ટ્ર' નામના એક શોમાં એડિટર તરીકે પણ કામ કર્યુ.

મોત પહેલા કરી હતી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ

મોત પહેલા કરી હતી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ

પોતાના ઘણા ઈન્ટરવ્યુમાં ચેલ્સી જણાવી ચૂકી છે કે તે મેન્ટલ હેલ્થ પર વાત કરવાનુ પસંદ કરે છે. પોતાની મોતના અમુક કલાક પહેલા પણ ચેલ્સીએ એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ કરી હતી જેમાં તેણે લખ્યુ, 'આજનો દિવસ તમારા માટે આરામદાયક અને શાંતિપૂર્ણ રહે.' રિપોર્ટ મુજબ પોલિસને ચેલ્સીના અપાર્ટમેન્ટમાંથી એક સુસાઈડ નોટ પણ મળી છે. પત્રમાં તેણે પોતાનુ બધુ પોતાની મા અપ્રેલ સિમ્પકિંસના નામે કરવા માટે કહ્યુ છે.

કેમ કરી સુસાઈડ?

કેમ કરી સુસાઈડ?

જો કે તેણે પોતાની લાઈફ ખતમ કરવાનો આટલો મોટો નિર્ણય કેમ લીધો, એ વિશે સુસાઈડ નોટમાં કંઈ લખ્યુ નથી. પોલિસે તેના શબને પોસ્ટમૉર્ટમ માટે મોકલી દીધુ છે અને તપાસ શરુ કરી દીધી છે. સોશિયલ મીડિયા પ્રોફાઈલ મુજબ ચેલ્સીએ વેક ફોરેસ્ટ યુનિવર્સિટી સ્કૂલ ઑફ લૉ ઈન વિંસ્ટન સલેમથી અભ્યાસ કર્યો હતો. તેણે યુનવિર્સિટી ઑફ સાઉથ કેરોલિનાથી સ્નાતકની ડિગ્રી મેળવી. ચેલ્સીના અચાનક જતા રહેવાથી પરિવાર, ફેન્સ અને સહુ કોઈ શોકમાં છે.

English summary
Miss USA 2019 Cheslie Kryst ends her life jumps off 60 storey building
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X