Pics : પૅરિસ પર છવાયો ભારતીય સંસ્કૃતિનો રંગ
મુંબઈ, 5 નવેમ્બર : ત્રણ દિવસ અગાઉ જ્યારે હૉલીવુડના મૉડેલ પૅરિસ હિલ્ટન એક ફૅશન વીકમાં ભાગ લેવા ગોવા આવ્યાં, તો તેમને જોવા માટે લોકોની ભીડ ઉમટી પડી હતી. પોતાના દેશના કલ્ચરના રંગે રંગાયેલ હિલ્ટને રૅમ્પ પર સૌનું દિલ જીતી લીધું, પરંતુ માત્ર ત્રણ જ દિવસમાં તેમને ભારત સાથે પ્રેમ થઈ ગયો અને તેઓ સમ્પૂર્ણ ભારતીય પરિધાનમાં આવી ગયાં.
પૅરિસ હિલ્ટન ફૅશન વીક બાદ મુંબઈના બાંદ્રા ખાતે આવેલ એક અનાથાલય પહોંચ્યા. ત્યાંના બાળકો માટે તેઓ કોઈ સાંતા ક્લૉઝ કરતાં ઓછા નહોતાં. તેમણે બાળકો સાથે મુલાકાત કરી અને બહુ બધા ઉપહારો આપ્યાં. પૅરિસને મળી બાળકો પણ ખૂબ ખુશ થયાં. આ બાળકોની ખુશી કહો કે પછી ભારતની માટીની સોડમ. હિલ્ટન ભારતના ફૅન થઈ ગયાં તથા તેમણે સિદ્ધિ વિનાયક મંદિરે જવાનું નક્કી કર્યું.
મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિર એવું ધર્મ સ્થળ છે કે જ્યારં દરેકના મનની ઇચ્છાઓ પૂર્ણ થાય છે તથા દર રોજ હજારો લોકો ગણપતિના દર્શનાર્થે આવે છે. પૅરિસ હિલ્ટન ગઈકાલે સિદ્ધિ વિનાયક મંદિરે પહોંચી ગયાં. તેમની આ મુલાકાતની ખાસિયત એહતી કે તેઓ ભગવા વસ્ત્રો પહેરી મંદિરે પહોંચ્યાં જો તેઓ માત્ર ભગવા વસ્ત્રોમાં જ આવ્યા હોત અને દર્શન કરી નિકળી ગયા હોત, તો જુદી વાત હોત, પરંતુ વસ્ત્ર ધારણ કર્યા બાદતેઓ ગુડ મૉર્નિંગ કે ગુડ આફ્ટરનૂન કહેવુ ભુલી ગયાં. તેઓ જે મળે, તેમને નમસ્તે કરતાં, તે પણ હાથ જોડીને.
ભારતના રંગે રંગાયી ગયેલ હિલ્ટને જ્યારે સિદ્ધિ વિનાયક મંદિર પ્રવેશ કર્યો, તો દીવાળ અને ચોખટે માથું ટેકવી તેમજ માથું ઝુકાવી મંદિરમાં પ્રવેશ કર્યો. મંદિરની અંદરની વાસ્તુકલા જોઈ તેઓ જેટલાં પ્રભાવિત થયાં, તેના કરતાં વધુ તેમના મનમાં ગણપતિ માટે શ્રદ્ધા દેખાઈ.
એમ સરવાળે જોઇએ તો આ વિદેશી બાળાએ ભારતનું દિલ જીતી લીધું.
આવો જોઇએ ભારતીય રંગે રંગાયેલ પૅરિસ હિલ્ટનની તસવીરો.

બાળકો સાથે રમ્યાં હિલ્ટન
બાંદ્રાના અનાથાલયમાં પૅરિસ હિલ્ટને બાળકો સાથે ખૂબ મસ્તી કરી. તેમણે બાળકોને બહુ બધાં ઉપહારો આપ્યાં.

બાળકો સાથે ફોટો પડાવી
બાંદ્રાના અનાથાલયમાં પૅરિસ હિલ્ટને બાળકો સાથે ફોટો પડાવી.

પૅરિસનું સ્વાગત
અનાથાલયના બાળકોએ સાંતા ક્લૉઝ તરીકે આવેલ પૅરિસ હિલ્ટનનું ભારે ઉત્સાહ સાથે સ્વાગત કર્યું.

બાળકો સાથે ગેમ્સ પણ રમી
બાળકોએ સાંતા ક્લૉઝ તરીકે આવેલ પૅરિસ હિલ્ટનનું ભારે ઉત્સાહ સાથે સ્વાગત કર્યું. તેમણે બાળકો સાથે અનેક ગેમ્સમાં પણ ભાગ લીધો હતો.

મુંબઈનો પ્રવાસ
હિલ્ટને બાંદ્રાથી નિકળી અનેક પ્રવાસન સ્થળોનો પ્રવાસ કર્યો તથા પછી તેઓ સિદ્ધિ વિનાયક મંદિરે પહોંચ્યાં.

ભગવા વસ્ત્રોમાં હિલ્ટન
સિદ્ધિ વિનાયક મંદિર પહોંચતા અગાઉ પૅરિસ હિલ્ટને ભારતીય ભગવા વસ્ત્રો ધારણ કર્યાં તથા પછી તે જ વસ્ત્રોમાં તેઓ મંદિરે પહોંચ્યાં.

મંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવી
સિદ્ધિ વિનાયક મંદિરમાં ભગવાન ગણપતિના દર્શન કર્યાં બાદ પૅરિસ હિલ્ટનના ચહેરા ઉપર ધન્યતાની લાગણી અનુભવાતી દેખાઈ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
