આપઘાતનો પ્રયત્ન કરનાર પેરિસની હાલતમાં સુધારો
સ્વર્ગસ્થ પૉપ સ્ટાર માયકલ જૅક્સનની પુત્રી પેરિસ જૅક્સનની હાલત હાલ સુધારા ઉપર છે અને તે સ્વસ્થ છે. પેરિસે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

મળતી માહિતી મુજબ પેરિસે બુધવારે સવારે કૅલીફોર્નિયાના કાલાબાસાસ ખાતે આવેલ પોતાના ઘરે પોતાના કાંડાની નસ કાપી લીધી હતી. તે પછી તેને તરત હૉસ્પિટલે લઈ જવાઈ હતી. પેરિસના દાદી કૅથરીન જૅક્સનના વકીલે જણાવ્યું કે પેરિસ હવે ઠીક છે. તેમણે જણાવ્યું - પેરિસ હવે સ્વસ્થ છે અને તબીબો તેમનું ધ્યાન રાખી રહ્યાં છે. પંદર વરસની ઉંમરે દરેક વ્યક્તિ ખૂબ જ લાગણીશીલ હોય છે. તે કોઈ પણ હોય. ત્યારે તો આ ઉંમર વધુ મુશ્કેલી ભરી હોય છે કે જ્યારે આપે પોતાના સૌથી નજીકના માણસને ગુમાવી દીધું હોય.
પેરિસના ભાઇઓ જૅકી, મારલોન તથા ટીટોએ પણ પેરિસ ખતરાથી બહાર હોવાની પુષ્ટિ કરી છે. પેરિસે પોતાના જમણા કાંડાની નસ કાપવાની સાથે મોર્ટિનની ગોળીઓ પણ ખાઈ લીધી હતી. તેણે આવું પગલું ભરતા પહેલા એક પત્ર પણ લખી મુક્યો હતો.












Click it and Unblock the Notifications
