For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : સિંગર બની સોનાક્ષી, હૉલીવુડ ફિલ્મ માટે ગીત ગાયું!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 13 માર્ચ : બૉલીવુડની દેસી ગર્લ કે સાડી ગર્લ સોનાક્ષી સિન્હા હૉલીવુડમાં એન્ટ્રી કરી રહ્યાં છે. સોનાક્ષીના ફૅન્સ આ સમાચાર સાંભળી ચોક્કસ ખુશ થઈ જશે. બૉલીવુડમાં દબંગ ફિલ્મ સાથે એન્ટ્રી કર્યા બાદ સ્થાપિત થયેલા સોનાક્ષી સિન્હા જોકે હૉલીવુડ ફિલ્મમાં અભિનેત્રી તરીકે એન્ટ્રી નથી કરી રહ્યાં. સોનાક્ષી સિન્હાની હૉલીવુડમાં સિંગિંગ એન્ટ્રી થઈ રહી છે.

હા જી, સોનાક્ષી સિન્હાએ હૉલીવુડ ફિલ્મ રિયો 2માં એક ગીત ગાયું છે. તેમણે રિયો ફિલ્મની સિક્વલ રિયો 2માં સંવાદો પણ બોલ્યાં છે. રિયો 2 ભારતમાં એપ્રિલમાં રિલીઝ થવાની છે. સોનાક્ષી સિન્હાએ ફિલ્મની હિન્દી આવૃત્તિમાં પોતાનો અવાજ આપ્યો છે. તેમણે જેવેલ નામના પાત્ર માટે ડાયલૉગ્સ પણ બોલ્યાં છે. અભિનેતા ઇમરાન ખાને પણ રિયો 2ના એક પાત્ર માટે પોતાનો અવાજ આપ્યો છે. સોનાક્ષીએ ફિલ્મમાં એક પાર્ટીના દૃશ્યમાં ગીત ગાયું છે.

ચાલો તસવીરો સાથે જોઇએ કે સોનાક્ષી સિન્હા શું કહે છે આ વિશે :

ડબિંગમાં મજા આવી

ડબિંગમાં મજા આવી

સોનાક્ષી સિન્હાએ જણાવ્યું - મને રિય 2નું ડબિંગ કરતા બહુ મજા આવી. આ ખૂબ જ મજાની ફિલ્મ છે.

યોગ્ય અવાજ

યોગ્ય અવાજ

સોનાક્ષીએ જણાવ્યું - બીજી વાત એ છે કે મને લાગ્યું કે ઇમરાન ખાન અને મારો અવાજ બ્લ્યૂ તથા જેવેલના પાત્ર માટે એકદમ યોગ્ય અવાજ હતો.

થોડુંક સિંગિંગ પણ

થોડુંક સિંગિંગ પણ

સોનાક્ષીએ જણાવ્યું - રિયો 2 ફિલ્મમાં એક દૃશ્ય છે કે જ્યાં જેવેલ નાચી-ગાઈ રહી છે, ત્યાં મેં થોડુંક ગીત પણ ગાયું છે. આ મારા માટે એકદમ નવો અનુભવ હતો.

દુર્ભાગ્યે સારી ગાયિકા નથી

દુર્ભાગ્યે સારી ગાયિકા નથી

સોનાએ કહ્યું - મને ગીત ગાવામાં બહુ આનંદ આવ્યો, પણ દુર્ભાગ્યે હું સારી ગાયિકા નથી.

મૂળ ફિલ્મમાં હૅથવે-જેસનો અવાજ

મૂળ ફિલ્મમાં હૅથવે-જેસનો અવાજ

રિયો 2 ફિલ્મની મૂળ આવૃત્તિમાં અભિનેત્રી એન હૅથવે તથા અભિનેતા જેસ ઇસેનબર્ગે અવાજ આપ્યો છે.

ચાર ભાષાઓમાં રિયો 2

ચાર ભાષાઓમાં રિયો 2

બ્રાઝીલના શહેર રિયો ડી જેનેરિયોની પૃષ્ઠભૂમિ પર આધારિત રિયો 2 ફિલ્મ ભારતમાં અંગ્રેજી, હિન્દી, તામિળ અને તેલુગુ ભાષામાં થ્રીડીમાં રિલીઝ થશે.

એપ્રિલમાં રિલીઝ

એપ્રિલમાં રિલીઝ

રિયો 2 ફિલ્મ એપ્રિલ માસમાં રિલીઝ થવાની છે.

ચાલો બતાવીએ રિય 2નું ટ્રેલર

હૉલીવુડ ફિલ્મ રિયો 2નું ટ્રેલર માણવા સ્લાઇડર ઉપર ક્લિક કરો.

English summary
Bollywood actress Sonakshi Sinha has not just dubbed, but also sung a few lines for Hollywood family entertainer "Rio 2", which releases here in April.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X