ભારતમાં વધતો હૉલીવુડ ફિલ્મોનો ક્રેઝ : 2013ની ટૉપ 10 ફિલ્મો

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 30 ડિસેમ્બર : ફિલ્મી જગત માટે વર્ષ 2013 બહુ લકી સાબિત થયું છે. બૉલીવુડમાં એક સે બઢકે એક ફિલ્મો આવી, તો હૉલીવુડ ફિલ્મોનો ક્રેઝ પણ ભારતીય ઑડિયંસમાં ખૂબ જોવા મળ્યો. આ વર્ષે અનેક હૉલીવુડ ફિલ્મો લોકોના હૃદયમાં લાંબા સમય સુધી વસી ગઈ.

ભારતમાં એમ તો બૉલીવુડ ફિલ્મોની જ બોલબાલા રહે છે, પરંતુ જેમ બૉલીવુડ ફિલ્મોમાં હૉલીવુડનો મસાલો ઉમેરાતો જાય છે, તેમ લોકોમાં ડાયરેક્ટ હૉલીવુડ ફિલ્મો જોવાનો ક્રેઝ પણ વધતો જાય છે. હૉલીવુડ ફિલ્મો પ્રત્યે લોકોના આકર્ષણના અનેક કારણો છે. હૉલીવુડ ફિલ્મોની હાઈટેક્નોલૉજી અને સિનેમેટોગ્રાફી, સીન-સિનેરી જેવી અનેક બાબતો છે કે જે ભારતીય દર્શકોને હૉલીવુડ ફિલ્મો તરફ આકર્ષે છે.

આવો તસવીરો સાથે જોઇએ ટૉપ 10 હૉલીવુડ ફિલ્મો :

ગ્રૅવિટી 3ડી

ગ્રૅવિટી 3ડી

એમ્પાયર, ટાઇમ તથા ટોટલ ફિલ્મે ગ્રૅવિટીને 2013ની બેસ્ટ ફિલ્મ ગણાવી. કેવી રીતે એક મેડિકલ એંજીનિયર અને એક એસ્ટ્રોનૉટ સ્પેસમાં થયેલ એક અકસ્માત બાદ જુદા થઈ જાય છે અને પછી આગળ શું-શું થાય છે. આ બાબતને આ ફિલ્મમાં ઝીરો ગ્રૅવિટી સાથે શ્રેષ્ઠ રીતે દર્શાવાઈ છે.

આયરન મૅન 3

આયરન મૅન 3

જ્યારે મૅનડરિન નામનો ખતરનાક આતંકવાદી ટોની સ્ટાર્કની દુનિયાને તહેસ-નહેસ કરી નાંખે છે, ત્યારે તે તેને ફરીથી બનાવવાનું શરૂ કરે છે અને પહેલાની જેમ કમબૅક કરે છે.

ધ હૉબિટ ધ ડિસોલેશન ઑફ સ્મૉગ

ધ હૉબિટ ધ ડિસોલેશન ઑફ સ્મૉગ

બિલ્બો બૅગિન્સ અને ગૅન્ડાફ ધ ગ્રે સાથે મળી વામણાઓનો જૂથ સ્મૉગ ડ્રૅગન દ્વારા કબ્જે કરાયેલ પહાડ ઉપર બનેલા તેમના ઘર, એરેબોરને પરત હાસલ કરવાની સફર ચાલુ રાખે છે. જોકે બિલ્બો બૅગિન્સ રહસ્યમયી અને જાદુઈ વીંટીના કબ્જા હેઠળ છે.

ધ હંગર ગેમ્સ કૅચિંગ ફાયર

ધ હંગર ગેમ્સ કૅચિંગ ફાયર

74મા હંગર ગેમ્સના પેનમ ડિસ્ટ્રક્ટનો વિદ્રોહ કર્યા બાદ વિજેતા બનનાર કૅટનિસ એરવડીન અને પીટા મેલાર્ક કૅપિટલના નિશાના બની જાય છે.

થોર ધ ડાર્ક વર્લ્ડ

થોર ધ ડાર્ક વર્લ્ડ

થોરને પોતાના જીવનની એક ખતરનાક યાત્રાએ જવું છે કે જ્યાં તે જેન ફૉસ્ટરને પુનઃ એક વાર મળી જશે, પણ તેને બચાવવા માટે થોરે પોતાનું બધુ કુર્બાન કરવું પડશે. ત્યાં તેનો સામનો એવા દુશ્મન સાથે થસે કે જેનો ઓડિન તેમજ એસગાર્ડ પણ સામનો ન કરી શક્યાં.

ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ 6

ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ 6

હૉબ્સ પોતાના સાથીઓ ડૉમ અને બ્રાયન સાથે ફરી જોડાય છે કે જેથી તે તેને પકડી શકે કે જે 12 દેશોમાં એક ઑર્ગેનાઇઝેશનના મર્સેનરી ડ્રાઇવર્સને હુકમ આપે છે.

પૅસિફિક રિમ

પૅસિફિક રિમ

જ્યારે માણસો અને દરિયાઈ રાક્ષસો વચ્ચે યુદ્ધ વકરવા લાગે છે, ત્યારે એક ભૂતપૂર્વ પાયલોટ અને એક ટ્રેની સાથે મળી એક જૂના, પણ ખાસ હથિયારનો ઉપયોગ કરે છે કે જેથી તેવા શૈતાનથી દુનિયાને બચાવી શકાય.

મૅન ઑફ સ્ટીલ

મૅન ઑફ સ્ટીલ

એક હરતા-ફરતા કર્મચારીને તેની પોતાની જ એક શાનદાર અને અદ્ભુત ખૂબીનો સામનો તે વખતે કરવો પડે છે કે જ્યારે પૃથ્વી ઉપર તેના પોતાના જ કુળના લોકો હુમલો કરી નાંખે છે.

નાઉ યૂ સી મી

નાઉ યૂ સી મી

એક એફબીઆઈ એજંટ અને એક ઇંટરપોલ ડિટેક્ટિવ એક જાદુગરોની એક ટીમને ટ્રૅક કરે છે કે જે બૅંકમાં તેવા વખતે ચોરી કરે છે કે જ્યારે તેઓ પોતાની પરફૉર્મન્સને સેલિબ્રેટ અને ઑડિયંસને પૈસા આપી ઇનામ આપતાં હોય છે.

ડિસ્પિકેબલ મી 2

ડિસ્પિકેબલ મી 2

ગ્રૂને એંટી વિલન લીગે કામ ઉપર રાખ્યું છે કે જેથી તે એક નવા અને શક્તિશાળી સુપર ક્રિમિનલને પકડી શકે

English summary
Here are top 10 Hollywood Movies of 2013.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.