• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Love Triangles : ત્રીજી વ્યક્તિની એન્ટ્રી થતાં જ તુટી ગઈ પ્રેમાળ જોડીઓ!

|

સેલેના ગોમ્ઝ હાલમાં પોતાના ઑન-અગેન તથા ઑફ-અગેન બૉયફ્રેન્ડ જસ્ટિન બીબર સાથે રોમાંસ કરી રહ્યા છે. ડેટિંગ અને ફરીથી સ્પ્લિટિંગ કરતું આ ઑન-અગેન તથા ઑફ-અગેન કપલ સતત સમાચારોમાં રહે છે. હવે ફરી એક વાર જેલેનાએ પોતાના એક-બીજા પ્રત્યેના પ્રેમનો અંત આણી દીધો છે.

સામાન્ય રીતે કોઈ પણ લવ લાઇફ કોઇક ત્રીજી વ્યક્તિના આગમનથી મુશ્કેલીમાં મુકાઈ જાય છે. કદાચ જસ્ટિન બીબર અને સેલેના ગોમ્ઝ એટલે કે જેલેના પણ કંઇક આવી જ બાબતનો ભોગ બન્યા હશે. કહે છે કે આ પ્રેમી-પંખીડા પોતાના સંબંધમાં ત્રીજી વ્યક્તિના આગમનથી મુશ્કેલી અનુભવી રહ્યા હતાં અને તે ત્રીજી વ્યક્તિ કોઈ બીજુ નહીં, પણ કેંડલ જેનર છે.

જસ્ટિન બીબર થોડાક દિવસ અગાઉ પેરિસ ફૅશન વીકમાં કેંડલ જેનર સાથે હૅંગિંગ આઉટ કરતા ઝડપાઈ ગયાં અને એટલે જ જેલેનાનો લવ મુશ્કેલીમાં મૂકોય. જોકે સેલિબ્રિટીઓનું પ્રણય-ત્રિકોણ કોઈ નવી બાબત નથી. હૉલીવુડમાં તો ઘણી એવી જાણીતી સેલિબ્રિટીઓ છે કે જેમની લવ લાઇફ ત્રીજી વ્યક્તિની એન્ટ્રી થતા જ ડહોળાઈ ગઈ.

દાખલા તરીકે ક્રિસ્ટન સ્ટિવર્ટ તથા રૉબર્ટ પૅટિંસન એક સમયે હૉટેસ્ટ તથા આઇડિયલ સેલિબ્રિટી કપલ્સ હતાં, પરંતુ રૂપર્ટ સૅંડર્સના આગમન સાથે જ રૉબર્ટ-ક્રિસ્ટન જુદા પડી ગયાં.

ચાલો તમે પણ જુઓ હૉલીવુડમાં ન ભુલી શકાય તેવા સેલિબ્રિટી લવ ટ્રાયએંગલ્સ :

સેલેના-જસ્ટિન

સેલેના-જસ્ટિન

જેલેના તાજેતરનું સેલિબ્રિટી લવ ટ્રાયએંગલ છે કે જે હૅડલાઇન્સમાં રહ્યું. જસ્ટિન બીબરે કેંડલ જેનર સાથે હૅંગ આઉટ કરતાં જસ્ટિન અને સેલેના ગોમ્ઝના સંબંધ તુટી ગયાં છે.

બ્રૅડ-જેનિફર

બ્રૅડ-જેનિફર

બ્રૅડ પિટ અને જેનિફર એનિસ્ટન ક્લાસિકલ સેલિબ્રિટી કપલ હતાં. દરમિયાન બ્રૅડ એંજેલિના જોલીના પ્રેમમાં પડ્યાં. આ પ્રણય-ત્રિકોણ સર્જાતાં જ બ્રૅડ-જેનિફરના સંબંધો તુટી ગયાં.

ડેબી-એડી

ડેબી-એડી

આ એક સ્કૅન્ડલસ લવ ટ્રાયએંગલ્સ હતું કે જેણે વધુ એક લગ્ન તોડી પાડ્યાં. જ્યારે એલિઝાબેથ ટેલરના ત્રીજા પતિ માઇક ટૉડનું 1958માં મોત થયું, ત્યારે ટૉડના બેસ્ટ ફ્રેન્ડ એડી ફિશરે એલિઝાબેથને ઇમોશનલ સપોર્ટ આપ્યું. પછી એલિઝાબેથ-ફિશર પ્રેમમાં પડ્યાં. ફિશરે પોતાની પત્ની ડેબી રેનૉલ્ડ્સને ડાઇવૉર્સ આપી એલિઝાબેથ સાથે લગ્ન કર્યાં, પરંતુ કહાણી અહીં જ ખતમ નહોતી થઈ. એલિઝાબેથ ક્લિઓપાત્રા કો-સ્ટાર રિચર્ડ બર્ટનના પ્રેમમાં પડ્યાં અને રિચર્ડ માટે 1964માં એલિઝાબેથે ફિશરને તરછોડી દીધાં.

રૉબર્ટ-ક્રિસ્ટન

રૉબર્ટ-ક્રિસ્ટન

આ જોડી સ્વર્ગાનુભૂતિ કરાવતુ કપલ હતું. દરમિયાન રૂપર્ટ સૅંડર્સના કારણે આ પ્રેમી પંખીડા જુદા થઈ ગયાં. આ પ્રણય ત્રિકોના પગલે સૅંડર્સનું લિબર્ટી રોઝ સાથેનું પરિણીત જીવન પણ તહેસ-નહેસ થઈ ગયું.

રીઝ-ર્યાન

રીઝ-ર્યાન

સ્ટાર કપલ રીઝ વિથરસ્પૂન તથા ર્યાન ફિલિપે ઍબી કૉર્નિશની એન્ટ્રી થયા બાદ પોતાના સંબંધો ખતમ કરી દીધાં. દરમિયાન ર્યાન તથા કૉર્નિસનો પ્રેમ પણ લાંબો ન ચાલ્યો.

એલિન-ટાઇગર

એલિન-ટાઇગર

ટાઇગર વુડ્સના નામ વગર આ યાદી અપૂર્ણ રહેશે. વિવાદાસ્પદ ગોલ્ફ પ્લેયર ટાઇગર રશેલ ઉચિટેલ સહિતની મહિલાઓ સાથેના અફૅરના કારણે ચર્ચામાં રહ્યા હતાં અને તેથી જ ટાઇગરનું એલિન નૉર્ડગ્રેન સાથેનું લગ્ન જીવન ભાંગી પડ્યુ હતું.

એલિઝાબેથ-અરુણ

એલિઝાબેથ-અરુણ

એલિઝાબેથ હર્લી ટેક્સટાઇલ હેઇર અરુણ નાયરના પ્રેમમાં પડ્યાં અને લગ્ન પણ કર્યાં. દરમિયાન આ લગ્ન લાંબુ ન ટક્યાં અને એલિઝાબેથ શેન વૉર્નના પ્રેમમાં પડ્યાં. બીજી બાજુ એલિઝાબેથ-શેનના સંબંધો પણ ત્રણ જ વર્ષમાં ખતમ થઈ ગયાં.

સૅન્ડ્રા-જેસે

સૅન્ડ્રા-જેસે

જેસે જેમ્સની નાસ્તિકતા તેમના લગ્ન જીવનમાં આડખીલી બની. કહે છે કે જેસેનું મિશેલ મૅકગી સાથે અફૅર હતું. જોકે પછી જેસે અને મિશેલ બંનેએ સૅન્ડ્રાની માફી માંગી હતી, પરંતુ મિશેલના કારણે સૅન્ડ્રા-જેસેનું લગ્ન જીવન તુટી જ ગયું.

ઉમા-એથન

ઉમા-એથન

ઉમા થર્મન તથા એથન હાવ્કે ફિલ્મ ગૅટેકાના સેટ પર પ્રેમમાં પડ્યાં અને ઉમાને જ્યારે સાત માસનો ગર્ભ રહ્યો, ત્યારે બંનેએ લગ્ન કરી લીધાં. ઉમાએ માયા રે નામની દીકરીને જન્મ આપ્યો. દરમિયાન આ લગ્ન લાંબા ન ચાલ્યાં અને બંનેએ છુટાછેડા લઈ લીધાં. કહે છે કે એથનનું તેમની દાયણ સાથેનું અફૅર આ છુટાછેડા પાછળનું કારણ હતું. જોકે એથનનું કહેવુ હતું કે દાયણ ર્યાન શૉહઘેશ સાથે તેમનો રોમાંસ છુટાછેડા બાદ શરૂ થયુ હતું. હાલમાં ર્યાન અને એથન એક-બીજાને પરણી ચુક્યા છે.

મિક-બિયાંકા

મિક-બિયાંકા

મિક જેરી હૉલના પ્રેમમાં ત્યારે પડ્યાં કે જ્યારે તેઓ બિયાંકા જૅગરને પરણી ચુક્યા હતાં અને જેરીનું પણ બ્રાયન ફેરી સાથે સગપણ થઈ ચુક્યુ હતું. જોકે તેમનો પ્રેમ મજબૂત હતો અને તેથી બંનેએ પોત-પોતાના પાર્ટનરને છોડી દીધાં. પછી બંનેએ લગ્ન કરી લીધાં. દુર્ભાગ્યે મિકના અસંખ્ય મૂર્ખામીઓના પગલે તેમનું લગ્ન જીવન લાંબુ ન ચાલ્યું.

હિલેરી-આરોન

હિલેરી-આરોન

હિલેરી ડફ તથા આરોન કાર્ટરનો ટીન રોમાંસ ત્યારે શરૂ થયો કે જ્યારે હિલેરી માત્ર 14 વર્ષની હતી. દરમિયાન આરોનનું નામ લિન્ડ્સે લોહાન સાથે જોડાતાં હિલેરીએ આ સંબંધ તોડી નાંખ્યો.

મેગ-ડેનિસ

મેગ-ડેનિસ

મેગ ર્યાન તથા ડેનિસ ક્વૈડનું નવ વર્ષનું લગ્ન જીવન ત્યારે તુટ્યું કે જ્યારે મેગ રસેલ ક્રાઉના પ્રેમમાં પડ્યાં. જોકે મેગ-રસેલ પણ થોડાક મહીનાના ડેટિંગ બાદ જુદા થઈ ગયાં.

English summary
Selena Gomez and Justin Bieber apparently split because of third person, Kendall Jenner. Many other celebrity love triangles in Hollywood made news.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more