Trailer/Pics : ફરી આવી રહ્યો છે સ્પાઇડર મૅન, વિવેકે ટ્રેલર લૉન્ચ કર્યું
મુંબઈ, 19 એપ્રિલ : સ્પાઇડર મૅન સિરીઝની આગામી ફિલ્મ ધ અમેઝિંગ સ્પાઇડર મૅન 2 આવતા મહીને રિલીઝ થવાની છે. ફિલ્મ માટે લોકો બહુ ક્રૅઝી છે. આ વખતે અનેક ભાષાઓમાં આ હૉલીવુડ ફિલ્મ રિલીઝ થવાની છે. ફિલ્મનું હિન્દી મ્યુઝિક અને ટ્રેલર લૉન્ચ થઈ ગયું છે. આ વખતે સ્પાઇડર મૅન વધુ ખતરનાક અને રોમાંચક હશે. ફિલ્મમાં દર્શકોને ટેક્નોલૉજી તથા ગ્રાફિક્સના બહેતરીન નજારા જોવા મળશે.
બૉલીવુડ અભિનેતા વિવેક ઓબેરૉયે તાજેતરમાં જ ધ અમેઝિંગ સ્પાઇડર મૅન 2 ફિલ્મનું મ્યુઝિક તથા ટ્રેલર લૉન્ચ કર્યું. વિવેકે આ ફિલ્મના વિલનને પોતાનો અવાજ પણ આપ્યો છે. આ ફિલ્મમાં સ્પાઇડર મૅનનો જૂનો મિત્ર હૅરી ઑસ્બૉર્ન પણ પરત ફરશે. ફિલ્મમાં પીટર એટલે કે સ્પાઇડર મૅન ઇલેક્ટ્રો (જેમી ફૉક્સ)નો મુકાબલો કરશે. એમ્મા સ્ટોન સ્પાઇડર મૅનના પ્રેમિકાના રોલમાં નજરે પડશે.
ચાલો જોઇએ મ્યુઝિક-ટ્રેલર લૉન્ચિંગની તસવીરો અને માણીએ ટ્રેલર :

હિન્દીમાં ટ્રેલર રિલીઝ
હૉલીવુડ ફિલ્મ ધ અમેઝિંગ સ્પાઇડર મૅન 2નું હિન્દીમાં ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. વિવેક ઓબેરૉયે આ ટ્રેલર લૉન્ચ કર્યુ હતું.

ભારતીય દર્શકોમાં ક્રૅઝ
સ્પાઇડર મૅન ફિલ્મ પ્રત્યે ભારતીય દર્શકોમાં જોરદાર ક્રૅઝ છે. ભારતીય માર્કેટમાં પણ આ ફિલ્મ સતત કમાણી કરી રહી છે.

બાર વર્ષ અગાઉ વીસ કરોડ
લગભગ બાર વર્ષ અગાઉ જ્યારે સ્પાઇડર મૅને ભારતીય મારકેટમાં એન્ટ્રી કરી હતી, ત્યારે તેણે લગભગ વીસ કરોડનું કલેક્શન કર્યુ હતું.

થ્રીડી ટેક્નિકે કલેક્શન વધાર્યું
પછી ધ અમેઝિંગ સ્પાઇડર મૅન થ્રીડી ટેક્નિક સાથે આવી, તો ભારતમાં તેનું કલેક્શન પાંચ ગણુ વધી ગયું અને તેણે 95 કરોડનું નેટ કલેક્શન કર્યું.

સ્પાઇડર મૅન નંબર વન
ભારતમાં અત્યાર સુધી રિલીઝ થયેલ હૉલીવુડ ફિલ્મોના ટોટલ કલેક્શનની બાબતમાં ચોક્કસ કહી શકાય કે સ્પાઇડર મૅન આજે પણ નંબર વન છે.
માણો હિન્દીમાં ટ્રેલર
ધ અમેઝિંગ સ્પાઇડર મૅન 2 ફિલ્મનું હિન્દી ટ્રેલર માણવા માટે સ્લાઇડર ઉપર ક્લિક કરો.












Click it and Unblock the Notifications
