વિનફ્રેનો મંગેતર વીસ વર્ષે જાગ્યો, પરણવાની ઇચ્છા વ્યક્ત કરી!

Posted By:
Subscribe to Oneindia News

લૉસ એંજલ્સ, 1 જાન્યુઆરી : ચૅટ શો માટે જાણીતા અને લોકપ્રિય ઓપરા વિનફ્રેના મંગેતર સ્ટેડમૅન ગ્રાહમ વીસ વર્ષે જાગ્યાં છે. તેમણે હવે વિનફ્રે સાથે આજીવન પરિણીત જીવન જીવવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

oprah-winfrey
ઓપરા વિનફ્રે તથા સ્ટેડમૅન ગ્રાહમનું સગપણ 22 વર્ષ અગાઉ થયુ હતું. કૉન્ટૅક્ટમ્યુઝિક.કૉમના રિપોર્ટ મુજબ ટૉક શો માટે જાણીતા ઓપરા વિનફ્રેએ સ્ટેડમૅન ગ્રાહમ સાથે છ વરસ સુધી ડેટિંગ કર્યુ હતું અને 1992માં ગ્રાહમના પ્રણય-નિવેદનનો સ્વીકાર કર્યો હતો. ગ્રાહમ હવે વિનફ્રેને લગ્ન અંગે પ્રપોઝ કરવાનું આયોજન કરી રહ્યાં છે.

સ્ટેડમૅન ગ્રાહમનું આ પગલુ 15મી ડિસેમ્બરના રોજ નેલ્સન મંડેલાના અંતિમ સંસ્કાર માટે કરેલા દક્ષિણ આફ્રીકાના લાગણીશીલ પ્રવાસથી પ્રભાવિત છે. એક સૂત્રે નેશનલ ઇન્ક્વાઇરર મૅગેઝીનને જણાવ્યું - નેલ્સન મંડેલા અને તેમના તમામ કાર્યો સાથે અત્યધિક પ્રેમ કરનાર ઓપરા વિનફ્રે માટે આ ખૂબ જ લાગણીશીલ પ્રવાસ હતો. દુઃખની આ ઘડી દરમિયાન દુનિયામાં માત્ર એક જ શખ્સ હતો કે જેની તરફ વિન્ફ્રે વળ્યાં અને તે શખ્સ હતાં તેમના મંગેતર સ્ટેડમૅન.

English summary
Chat show queen Oprah Winfrey's fiance Stedman Graham is said to be keen to spend a lifetime with her as a married couple.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.