ફિલ્મનો બોલ્ડ સિન થયો લિક, સેન્સર બોર્ડે કર્યો હતો નામંજૂર

Written By:
Subscribe to Oneindia News

સોશિયલ મીડિયા પર હાલ કન્નડ ફિલ્મનો એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં ફિલ્મનો સૌથી ડરામણો સિન વાયરલ થઇ રહ્યો છે, જેમાં જેલમાં મહિલાઓ પર થતાં અત્યાચારની આપવીતી વર્ણવવામાં આવી છે. આ કન્નડ ફિલ્મનું નામ છે, 'દંડુપાલ્યા-2'. આ ફિલ્મનો એક સિન લીક થઇ ગયો છે, જે કન્નડ એક્ટ્રેસ સંજના ગલરાની પર ફિલ્માવવામાં આવ્યો છે.

કંઇક આવો છે જેલનો સિન

કંઇક આવો છે જેલનો સિન

જેલમાં મહિલાઓ પર થતા અત્યાચારનું અહીં ચિત્રણ કરવામાં આવ્યું છે. જેમાં એક્ટ્રેસના હાથ દોરીથી ઉપરની તરફ બાંધેલા બતાવવામાં આવ્યા છે અને ત્યાર બાદ એક માણસ આવી તે મહિલા કેદીના કપડા ફાડી નાંખી છે. એક્ટ્રેસ સંજના ગલરાનીએ અહીં ન્યૂડ સિન આપ્યો છે.

વીડિયો રાતોરાત થયો વાયરલ

વીડિયો રાતોરાત થયો વાયરલ

આટલું ઓછું હોય એમ, તે માણસને મહિલા કેદીને પથ્થર મારતો બતાવવામાં આવ્યો છે. આ સિન લીક થતાં ફિલ્મ હાલ વિવાદમાં છે. આ સિનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં આ એક્ટ્રેસ પણ રાતોરાત ચર્ચાનું કેન્દ્ર બની ગઇ છે.

સિનને મંજૂરી નહોતી મળી

સિનને મંજૂરી નહોતી મળી

આ વિવાદ પાછળનું એક કારણ એ પણ છે કે, ક્ષેત્રિય સેન્સર બોર્ડ દ્વારા ફિલ્મના આ સિનને મંજૂરી આપવામાં નહોતી આવી અને ઓરિજિનલ ફિલ્મમાંથી આ સિન કાઢવામાં આવ્યો છે. આથી લોકો આ સિન લીક થવાને પબ્લિસીટિ સ્ટંટનું નામ આપી રહ્યાં છે.

"આ કોઇ પબ્લિસીટિ સ્ટંટ નથી"

આ મામલો પ્રકાશમાં આવતાં જ એક્ટ્રેસ સંજનાએ તુરંત મીડિયા સામે સફાઇ આપતાં જણાવ્યું હતું કે, આ સિન લીક કરવા પાછળ કોણ જવાબદાર છે, એ અમે જાણવાનો પ્રયત્ન કરી રહ્યાં છીએ. આ કોઇ પબ્લિસીટિ સ્ટંટ નથી, અમારી ફિલ્મ સારી કમાણી કરી રહી છે, આથી આવું કરવાની કોઇ જરૂર નથી. આ ફિલ્મ દંડુપાલ્યા નામની ગેંગ પર આધારિત છે, જે ગંભીર ગુનાઓ માટે કુખ્યાત છે.

English summary
Kannada actress Sanjjanaa Galrani bold scene leaked.
Please Wait while comments are loading...