
એક્ટ્રેસ ટીના દત્તાએ ખુલાસો કર્યો- બૉયફ્રેન્ડની હેવાનિયતથી ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી
મુંબઈઃ નાના પડદાની મશહૂર સીરિયલ ઉતરન અને ડાયનથી પોતાનું નામ કમાનાર એક્ટ્રેસ ટીના દત્તાએ પોતાની પર્સનલ લાઈફને લઈ કેટલાય ચોંકાવનારા ખુલાસા કર્યા છે. આગળની વાત કરતા પહેલા તમને જણાવી દઈએ કે ટીના દત્તા આ વર્ષના શરૂઆતમાં બૉયફ્રેન્ડ સાથે સંબંધ ખરાબ થવાના કારણે ચર્ચામાં આવી હતી. ટીનાએ હવે ખુલાસો કર્યો છે કે 5 વર્ષ સુધી તે એક એબ્યૂસિવ રિલેશનશિપમાં હતી. આ રિલેશનને પગલે તેમણે લાંબી સફર ખેડવી પડી હતી. તેમણે જણાવ્યું કે તેનો બૉયફ્રેન્ડ મારપીટ કરતો હતો. ટીનાએ એમ પણ જણાવ્યું કે તે હવે પોતાની જિંદગી પર ફોકસ કરવા માંગે છે અને એક એવા પાર્ટનરની તલાશમાં છે જે તેનું સન્માન કરે.
ઈન્ટિમેટ સીન દરમિયાન ઉતરનની ઈચ્છા ટીના દત્તા બની યૌન શોષણનો શિકાર

મેકઅપ રૂમમાં જઈ રડ્યા કરતી
પોતાના પાછલા રિલેશન પર વાત કરતા ટીનાએ કહ્યું કે તેને પછતાવો છે કે તે ખુદ માટે અવાજ ન ઉઠાવી શકી. ટીનાએ કહ્યું કે, હું એ શખ્સને સંપૂર્ણ દોષિ ન ઠેરવી શકું કેમ કે મેં ક્યારેય તેને કહ્યું જ નહિ કે બસ હવે આપણે આ ખતમ કરી દઈએ. પ્રેમમાં હું કંઈક વધુ જ આંધળી થઈ ગઈ હતી અને મેં તેને મારા પર હાવી થવા દીધો. ટીના દત્તાએ કહ્યું કે, એ સમયે હું એટલી ડરી ગઈ હતી કે કોઈનો પણ વિશ્વાસ નહોતી કરી શકતી અને ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી. મને યાદ છે કે હું સેટ પર બહુ દુખી રહેતી હતી અને મેકઅપ રૂમમાં જઈ હંમેશા રડ્યા કરતી.

મહિલાઓ પર હાથ ઉઠાવે તે મર્દ નહિ
ટીના દત્તા આગળ કહે છે કે, જે કંઈપણ થયું સારું થયું કેમ કે જે માણસ તમારા પર હાથ ઉઠાવે તે મર્દ નથી. ટીના દત્તાએ પોતાના ખરાબ અનુભવને શેર કર્યા બાદ બોલી- પહેલી વાત તો એ કે તમારી કોઈ અવગણના ન કરી શકે અને તમારું અપમાન કરવાનો કોઈને અધિકાર નથી. તમારે તમારી શાંતિ અને ખુશીઓ સાથે રહેવું જોઈએ.

વફાદાર હોય તેવો સાથી જોઈએ
અંગ્રેજી અખબાર હિન્દુસ્તાન ટાઈમ્સ સાથે ખાસ વાતચીતમાં ટીનાએ કહ્યું કે તે નવા જીવન સાથીની તલાશમાં છે પરંતુ તે મનોરંજનની દુનિયામાંથી કોઈને પણ પોતાનો પાર્ટનર બનાવવા નથી માંગતી. ટીના દત્તા આગળ કહે છે કે- મારા પ્રત્યે વફાદાર હોય અને લોકોનું સન્માન કરતો હોય હું તેવો પાર્ટનર ઈચ્છું છું.

મોહિત મલ્હોત્રા પર લગાવ્યા હતા ગંભીર આરોપ
જણાવી દઈએ કે આ વર્ષે માર્ચમાં ટીના દત્ત ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે તેમણે અભિનેતા મોહિત મલ્હોત્રા પર ઈન્ટીમેટ સીનના શૂટિંગ દરમિયાન તેમના પર ખોટી રીતે અડવાનો આરોપ લગાવ્યો હતો. ટીનાએ કહ્યું હતું કે જ્યારે ટીવી શો શૂટ કરવાની વાત હોય તો સામે મુસિબતો જ મુસિબતો ઉભી તઈ જાય છે. ટીનાએ આ મામલાને પ્રોડક્શન ટીમ સામે પણ રાખ્યો હતો. એવામાં તેમણે પણ તેની મદદ કરી હતી.
કપિલે પૂછ્યુ - નિક પોતાની સાસુના પગે લાગે છે કે એર કિસ આપે છે, પ્રિયંકાએ આપ્યો જવાબ