કરણ સાથેના મેરેજ અંગે જેનિફર: આ ફેઇલ્ડ મેરેજ નહોતા

Written By:
Subscribe to Oneindia News

ટીવી ઇન્ડસ્ટ્રીની સૌથી સુંદર અને ટેલેન્ટેડ એક્ટ્રેસ જેનિફર વિંગેટ અને કરણ સિંહ ગ્રોવરના ડિવોર્સ વિશે કોણ નથી જાણતું? હાલ આ બંન્ને પોતાની લાઇફમાં આગળ વધી ગયા છે, આટલા સમયમાં જેનિફરે ક્યારેય કરણ અંગે પોતાના ડિવોર્સ અંગે ખુલીને વાત કરી નથી. જો કે, તેના રિસન્ટ ઇન્ટરવ્યૂમાં જેનિફરે કરણ સિંહ ગ્રોવર, ડિવોર્સ અને બિપાશા બાસુએ જેનિફરની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ લાઇક કરવા અંગે ખુલીને વાત કરી હતી. શું કહ્યું જેનિફરે? વાંચો અહીં...

આ કોઇ ફેઇલ મેરેજ નહોતા

આ કોઇ ફેઇલ મેરેજ નહોતા

કરણ સિંહ ગ્રોવર સાથેના મેરેજ અંગે વાત કરતાં જેનિફરે ટીઓઆઇને જણાવ્યું હતું કે, 'જે સંબંધને તમે તમારું 100% આપ્યું હોય, જેને સાચવવા તમે બનતા તમામ પ્રયત્નો કર્યા હોય તેને માટે ફેઇલ શબ્દ થોડો કઠોર છે. મેરેજ એક સુંદર ઇન્સ્ટિટ્યુશન છે, જે બે સાથે રહેવા માંગતી વ્યક્તિઓ માટે શ્રેષ્ઠ છે. પરંતુ સાથે રહેવાનો નિર્ણય મ્યૂચ્યુઅલ હોવો જોઇએ.'

હું હજુ પણ પ્રેમમાં છું

હું હજુ પણ પ્રેમમાં છું

'ગમે તે થાય, ક્યારેય પોતાના માટે પ્રેમના દરવાજા બંધ ન કરવા જોઇએ. પ્રેમ માટે તમને કોઇ કમ્પેનિયનની જરૂર નથી. મારી લાઇફમાં આજે પણ પ્રેમની કોઇ ખોટ નથી. હું હંમેશા પ્રેમમાં છું અને ખુશ છું. એક માણસ મારી લાઇફમાં આવ્યો અને જતો રહ્યો, પરંતુ મારી લાઇફ પૂરી નથી થઇ ગઇ. હવે અમે બંન્ને પોતાની લાઇફમાં આગળ વધી ચૂક્યાં છીએ.'

ડિવોર્સ અંગે વાત કરવામાં આટલું મોડું કેમ કર્યું?

ડિવોર્સ અંગે વાત કરવામાં આટલું મોડું કેમ કર્યું?

'એ માટે મને થોડા સમયની જરૂર હતી. મારા માટે આ આ એક(મેરેજ-ડિવોર્સ) લાઇફ ચેન્જિંગ એક્સપિરિયન્સ હતો. જે થયું એ સમજવા માટે મને સમયની જરૂર હતી. મને ખબર છે લોકો આ અંગે વાતો કરે છે અને એનો મને કોઇ વાંધો નથી. ડિવોર્સ સમયે, શું થયું, કેમ થયું વગેરે જેવી વાતો દુનિયા સામે સ્પષ્ટ કરવાની જરૂરિયાત મને લાગી નહોતી.'

કરણ સામે કોઇ ફરિયાદ નથી

કરણ સામે કોઇ ફરિયાદ નથી

'મને કરણ સામે કે કોઇની સામે કોઇ ફરિયાદ નથી. આપણે સૌ માણસો છીએ અને કોઇ પરફેક્ટ નથી. જો હું ભૂલ નહીં કરું તો શીખીશ કઇ રીતે? ખરેખર તો હું આ અનુભવ માટે કરણનો આભાર માનું છું. મને આ એક્સપિરિયન્સમાંથી ઘણું શીખવા મળ્યું છે, મારી સ્ટ્રેન્થ, મારા સાચા મિત્રો ઓળખવામાં મને મદદ મળી. જો આ મેરેજ અને ડિવોર્સ ના થયા હોત તો હું આજે જુદી જ વ્યક્તિ હોત.'

કરણના પરિવારનો પ્રેમ મળ્યો

કરણના પરિવારનો પ્રેમ મળ્યો

'આ એક્સપિરિયન્સથી મને ખ્યાલ આવ્યો કે, મારું ફેમિલી કેટલું સુંદર અને સપોર્ટિવ છે. મને કરણના પેરેન્ટ્સ તરફથી પણ હંમેશા પ્રેમ મળ્યો છે. આ અનુભવે મને વધુ સારી, વધુ મજબૂત અને વધુ પ્રેમાળ બનાવી છે. પહેલાં હું ઇમ્પલસિવ હતી, પરંતુ હવે કોઇ પણ નિર્ણય લેતાં પહેલાં હું થોભું છું, વિચાર કરું છું અને પછી આગળ વધું છું.'

બિપાશા બાસુ અંગે

બિપાશા બાસુ અંગે

થોડા સમય પહેલાં જેનિફરના બર્થ ડે પર બિપિશાએ જેનિફરની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ લાઇક કરી હતી અને પછી અનલાઇક કરી દીધી હતી. આ અંગે વાત કરતાં જેનિફરે કહ્યું કે, 'હા મેં આ વાત સાંભળી છે. મને સમજ નથી પડતી, એના તરફથી કરવામાં આવેલ આ એક કેઝ્યુઅલ અને પ્રેમાળ જેસ્ચર અંગે આટલું નેગેટિવ વિચારવાની કે લખવાની જરૂર શું છે? મારા મતે એ યોગ્ય નથી. મને નથી ખબર, એણે પછીથી મારી પોસ્ટ અનલાઇક કેમ કરી, પરંતુ હું એટલું ચોક્કસ કહી શકું કે અમે સૌ આગળ વધી ચૂક્યાં છીએ અને પહેલા કરતાં સારી સ્થિતિમાં છીએ.'

એક્ટર સાથે લગ્ન કરવા અંગે

એક્ટર સાથે લગ્ન કરવા અંગે

જ્યારે જેનિફરને પૂછવામાં આવ્યં કે, તે ફરીથી કોઇ એક્ટર સાથે લગ્ન કરવા ઇચ્છશે? તો તેણે જવાબ આપ્યો હતો કે, 'હું સારા વ્યક્તિ સાથે મેરેજ કરવા માંગુ છું, તેના પ્રોફેશન સાથે નહીં. જો વ્યક્તિ સારો હોય, તો પ્રોફેશનથી ઝાઝો ફરક નથી પડતો. મારા માટે પ્રમાણિકતા અને સિમ્પલિસિટીનું સૌથી વધુ મહત્વ છે.'

English summary
Here’s what the Beyhadh actress Jennifer Winget has to say about her failed marriage with Karan Singh Grover.
Please Wait while comments are loading...