For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Big boss 13: ‘બેડ પાર્ટનર' બનાવવા બદલ ભડકી બ્રાહ્ણણ મહાસભા, શો બંધ કરવાની માંગ

નાના પડદાના સૌથી ચર્ચિત રિયાલિટી ટીવી શો બિગ બોસની 13મી સિઝન શરૂ થતા જ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે.

|
Google Oneindia Gujarati News

નાના પડદાના સૌથી ચર્ચિત રિયાલિટી ટીવી શો બિગ બોસની 13મી સિઝન શરૂ થતા જ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. સોશિયલ મીડાય પર બિગ બોસની આ સિઝનનો વિરોધ શરૂ થઈ ગયો છે. વળી, બિગ બોસની થીમ માટે બ્રાહ્મણ મહાસભાએ વાંધો વ્યક્ત કર્યો છે. વાસ્તવમાં આ શોમાં દરેક કન્ટેસ્ટન્ટનો એક પાર્ટનર આપવામાં આવ્યો છે. આ પાર્ટનર છોકરો પણ હોઈ શકે છે અને છોકરી પણ, તે રાતે બેડ પણ શેર કરી શકે છે.

છોકરા-છોકરીને બેડ પાર્ટનર બનાવવા પર ભડકી બ્રાહ્મણ મહાસભા

છોકરા-છોકરીને બેડ પાર્ટનર બનાવવા પર ભડકી બ્રાહ્મણ મહાસભા

બિગ બૉસના ઘરમાં કન્ટેસ્ટને જે પણ કરવુ હોય પોતાના પાર્ટનર સાથે કરવાનુ છે. આ માટે ગાઝિયાબાદમાં બ્રાહ્મણે મહાસભાએ શોના હોસ્ટ અને અભિનેતા સલમાન ખાન પર અશ્લીલતા પરોસવાનો આરોપ લગાવીને તેમનુ પૂતળુ બાળ્યુ. બ્રાહ્મણે મહાસભાના પદાધિકારી આદિત્યનુ કહેવુ છે કે જે રીતે બિગ બૉસની આ સિઝનમાં અશ્લીલતા બતાવવામાં આવી રહી છે તેના કારણે સમાજ દૂષિત થઈ રહ્યો છે.

શો બંધ કરવાની માંગ

શો બંધ કરવાની માંગ

તેમનુ કહેવુ છે કે આ શોના કારણે નાના નાના બાળકો પર ખરાબ અસર પડી રહી છે. બાળકો પોતાનુ ધ્યાન ભણવામાં નથી આપી શકતો. બ્રાહ્મણે મહાસભાના લોકોએ શો બંધ કરાવવા માટે ડીએમને પોતાનુ મેમોરેન્ડન પણ આપ્યુ. મહાસભાનો આરોપ છે કે આ વખતે બિગ બૉસની નવી સિઝનમાં જે બેડ પાર્ટનર આપવામાં આવ્યા છે તે સંપૂર્ણપણે ભારતીય સંસ્કૃતિની વિરોધમાં છે. આ શો છોકરા-છોકરીઓને લગ્ન વિના પુરુષો સાથે રહેવા માટે ઉકસાવી રહ્યો છે.

આ પણ વાંચોઃ ભિખારીના અકાઉન્ટમાં કરોડો રૂપિયાનો ખુલાસો, બેંક થઈ ગઈ ખાલીઆ પણ વાંચોઃ ભિખારીના અકાઉન્ટમાં કરોડો રૂપિયાનો ખુલાસો, બેંક થઈ ગઈ ખાલી

સોશિયલ મીડિયા પર લોકોને ફૂટ્યો ગુસ્સો

સોશિયલ મીડિયા પર લોકોને ફૂટ્યો ગુસ્સો

બ્રાહ્મણ મહાસભાએ કહ્યુ કે આ શોના નિર્માતા હિંદુસ્તાનની સંસ્કૃતિને નષ્ટ કરવા માંગે છે. તમને જણાવી દઈએ કે પહેલાની તુલનામાં આ સિઝનમાં ઘણો ફેરફાર કરવામાં આવ્યો છે પરંતુ આ ફેરફાર જ વિરોધનુ સૌથી મોટુ કારણ બનતુ જઈ રહ્યુ છે. આ ફેરફાર છે - છોકરીઓને છોકરાઓ સાથે બેડ શેર કરવાનુ. બિગ બૉસ સિઝન 13 શરૂ થતા થોડા દિવસો જ થયા છે અને અત્યારથી જ શો બંધ કરવાની માંગ ઉઠવા લાગી છે. આ શો પર અશ્લીલતા ફેલાવવાનો આરોપ લાગવો શરૂ થઈ ગયો છે. બિગ બૉસ સામે સોશિયલ મીડિયા પર પણ લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે અને તેમણે #Boycott_BigBoss અને #UnsubscribeColoursTV હેશટેગ ટ્રેન્ડ કરાવીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો.

English summary
big boss 13 in controversy: brahmin mahasabha upset with boy-girls sharing beds
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X