
બિગ બૉસ 13ના ટૉપ 4 ફાઈનલિસ્ટનો ખુલાસો, બે અઠવાડિયા આગળ વધ્યો શો
સલમાન ખાનનો શો બિગ બૉસ 13 ત્રણ મહિનાથી દર્શકોને બાંધી રાખવામાં સફળ રહ્યો છે અને આ કારણે જ હવે 15 ફેબ્રુઆરીએ થનાર ગ્રાન્ડ ફિનાલેને આગળ વધારી 29 ફેબ્રુઆરી કરી દેવામાં આવ્યો છે. જ્યારે શોના ટૉપ 4 ફાઈનલિસ્ટના નામ પણ બહાર આવી ચૂક્યાં છે. હવે ખબરી નામની વેબસાઈટ અને ઈન્સ્ટાગ્રામ પેજ મુજબ શોના અંતિમ ચાર પ્રતિભાગી છે- રશ્મિ દેસાઈ, સિદ્ધાર્થ શુક્લા, અસીમ રિયાજ અને શહનાજ ગિલ.
ઉલ્લેખનીય છે કે આ અઠવાડિયે પણ બિગ બૉસમા કોઈપણ ઘરથી બહાર ગયું નથી અને આ કારણે જ શોને પાંચ અઠવાડિયા વધાર્યા બાદ ફરી એકવાર બે અઠવાડિયા વધારી દેવામાં આવ્યો છે. પરંતુ આ જાણી દર્શક આ વખતે ખુશ નથી થયા. ટ્વિટર પર આ અહેવાલ સાંભળતા જ ફેન્સે કહ્યું કે આનાથી તો સારું હોત આખું વર્ષ બિગ બૉસ ચલાવી લો. આગલી સિઝ આવવા પર આ સીઝનને ખતમ કરી દેજો. અહીં જુઓ ટૉપ 4 પ્રતિયોગીઓની ટીઆરપી કાર્ડ.

રશ્મિ દેસાઈ-ટીઆરપી પોઈન્ટ
રશ્મિ દેસાઈ અને સિદ્ધાર્થ શક્લાનો ઝઘડો હંમેશાથી આ શોની ટીઆરપીનો મુખ્ય ભાગ રહ્યો છે. જ્યારે ધીરે ધીરે દર્શકોને રશ્મિની કહાની પણ ઘણી દિલચસ્પ લાગી છે. એવામા તે શના અંત સુધી ના પહોંચે, તે શક્ય નહોતું.

રશ્મિ દેસાઈ- ટીઆપી આગળ પણ વધશે
રશ્મિ દેસાઈના રોવા ધોવાથી દર્શકો હવે બોર થઈ ચૂક્યા છે. એવામાં જો તેઓ ઘરમાં એન્ટરટેઈન કરવા માટે કંઈ નવું નહિ કરે તો તે આ ખેલમાં પાછળ જઈ શકે છે. પરંતુ હાલ તો આગામી દિવસોમાં તેની અને સિદ્ધાર્થની નવી દોસ્તીનું એન્ગલ લોકોને ઉત્સાહિત કરી રહ્યું છે.

સિદ્ધાર્થ શુક્લા- ટીઆરપી પોઈન્ટ
સિદ્ધાર્થ શુક્લા અને સના એટલે કે શહનાઝ ગિલની ખાટી મીઠી નોકઝોક અને તેની દોસ્તી તેના આ સફરને સૌથી વધુ ટીઆરપી પોઈન્ટ રહી. આ દોસ્તી જ તેમને આ શો પર આટલી આગળ સુધી લાવી.

સિદ્ધાર્થ શક્લા- આગળ વધશે ટીઆરપી
સિદ્ધાર્થ શક્લા જેટલા પોપ્યુલર છે એટલી જ તેમની સના સાથે દોસ્તી પણ પોપ્યુલર થઈ ચૂકી છે. પરંતુ સલમાન ખાનની વોર્નિંગ બાદ તે શહનઝ ગિલથી દૂર જ જોવા મળે છે અને હાલ આગામી દિવસોમાં આ દોસ્તી કઈ દિશામાં જશે તે જોવું દર્શકો માટે ઘણું ઉત્સાહિત છે.

અસીમ રિયાઝ- ટીઆરપી પોઈન્ટ
અસીમ રિયાઝે જ્યાં સુધી આ ખેલ સિદ્ધાર્થ શુક્લા સાથે મળીને રમ્યો ત્યાં સધી તેના પર દર્શકોની નજર ના ગઈ. પરંતુ જેવો જ સિદ્ધાર્થ શુક્લાની વિરુદ્ધ જઈને ઉભો થયો કે દર્શકોના ફેવરિટ થઈ ગયો અને તેનું એક અલગ ફેન ક્લબ બની ચૂક્યું છે.

અસીમ રિયાઝ- આગળ પણ વધશે ટીઆરપી
ગૌતમ ગુલાટીની જેમ જ, અશીમ રિયાઝમાં હાલ સિંહની જેમ અલગ રહેવા અને ભીડમાં ના ચાલવાની ક્વોલિટી ફેન્સને દેખાઈ ચૂકી છે. આ કારણે જ ફેન્સ સોશિયલ મીડિયા પર પણ તેની સાથે ઉભા દેખાઈ રહ્યા છે.

શહનાઝ ગીલ-ટીઆરપી પોઈન્ટ
શહનાઝ ગિલ આ ઘરની એકમાત્ર એન્ટરટેઈનિંગ સભ્ય છે. આ કારણે જ તેમને જોવા દર્શકોને પસંદ છે. તેમનો મુહફટ અંદાજ અને બેબાકીપન જ દર્શકોને પસંદ આવે છે. તે એટલી બેબાક છે કે સલમાન ખાન સામે પણ કોઈ વાત કહેવામાં તે અચકાતી નથી.

શહનાઝ ગિલ- આગળ પણ વધશે ટીઆરપી
આગળ પણ સના અને સિદ્ધાર્થ શુક્લાની દોસ્તીમાં ફેન્સને ઘણી દિલચસ્પી છે. હાલ તો ઘરને ખબર નથી કે સલમાન ખાન, સિદ્ધાર્થ શક્લાને તેમના વિશે વોર્નિંગ આપીને ગયા છે. શું આગામી સમયમાં સનાને આ સચ માલૂમ પડશે? અને ત્યારે તે કેવું રિએક્ટ કરશે.

ક્યાં સુધી ચાલશે બિગબૉસ
દર્શકોની ધીરજ ખૂટી છે અને હવે તેઓ બસ શોની ટ્રોફી પોતાના ફેવરિટ પ્રતિભાગીના હાથમાં જોવા માંગે છે. પરંતુ જોવાનું રહેશે કે આ ટ્રોફી કોના હાથમાં આવે છે.
ભોજપુરી એક્ટ્રેસ અક્ષરા સિંહનો સેક્સી ડાંસ વીડિયો વાયરલ, જોતા જ રહી જશો