બિગ બોસ 10: સ્વામીજીએ બદલ્યુ પોતાનું નામ.. હવે જામ્યો ખેલ

Subscribe to Oneindia News

બિગ બોસના બીજા સિઝનના મુકાબલે સિઝન 10 ઘણુ રસપ્રદ છે, જેમાં રોજેરોજ કંઇક રસપ્રદ જોવા મળે છે. તો ચાલો, ફરી એક વાર અમે તમારા માટે લઇને આવ્યા છે બિગ બોસ 10 ની લેટેસ્ટ અપડેટ.


જેમ કે સોમવારના એપિસોડમાં લોકેશ, મનવીર, રાહુલ અને નવીન પોતાનું ફોન ટાસ્ક કરવામાં અસફળ રહ્યા હતા. આ બધા જ ઘરવાળા બિગ બોસમાંથી બેઘર થવા માટે નોમિનેટેડ છે. સાથે જ બિગ બોસ બધા ઘરવાળાને કહે છે કે હવે આ ઘરમાં કોઇ સેલિબ્રિટી નથી કે કોઇ ઇંડિયાવાળા નથી. બધા સમાન છે એટલે કે હવે બધા ઘરવાળા છે.


બીજા દિવસની શરુઆત 'જિંદગી એક સફર હે સુહાના' ગીતથી થાય છે. જેના પર બધા ઘરવાળા નાચતા ગાતા ઉઠે છે. હવે ઘરમાં કોઇ સેવક કે માલિક નથી એટલે બધા ઘરવાળા કામની વહેંચણી બાબતે વાતચીત કરે છે.
બિગ બોસ ઘરવાળાને એક લક્ઝરી ટાસ્ક સોંપે છે જેમાં ટાસ્ક માટે સ્વામીજીને ઘરમાં પાછા બોલાવવાના અથવા ગ્રોસરી લેવાની.


બધા ઘરવાળા સ્વામીજીને પાછા બોલાવવાના બદલે ગ્રોસરી લેવાનું પસંદ કરે છે. જો કે ઘરવાળાને ત્યારે મોટો ઝટકો લાગે છે જ્યારે ઘરની અંદર થાય છે સ્વામીજીની બેંગ બેંગ એંટ્રી.

ઘરના કામ માટે વાતચીત

ઘરના કામ માટે વાતચીત

બિગ બોસના ઘરમાં હવે કોઇ માલિક નથી કે નથી કોઇ સેવક. માટે હવે બધા ઘરવાળા કામની વહેંચણી બાબતે અંદરોઅંદર ચર્ચા વિચારણા કરે છે.

લક્ઝરી બજેટ

લક્ઝરી બજેટ

બિગ બોસ પ્રતિયોગીઓને જણાવે છે કે આ સપ્તાહે તેમની પાસે 2400 પોઇંટ છે જેમાંથી 1000 પોઇંટ અમુક ઘરવાળાની ભૂલોને લીધે કાપી નાખવામાં આવ્યા છે. હવે 1400 પોઇંટમાંથી તેઓ લક્ઝરી બજેટ લઇ શકે છે.

સ્વામી ઓમ

સ્વામી ઓમ

આ સાથે બિગ બોસ ડિસ્પ્લે પર સ્વામીજીને 1400 પોઇંટ સાથે બતાવે છે. જેને જોઇને બધા ઘરવાળા ચોંકી જાય છે અને તેઓ સ્વામીજીના બદલે ઘરનો સામાન લેવામાં રસ દાખવે છે.

સ્વામીજી

સ્વામીજી

સ્વામીજી આ બધા દ્રશ્યો બિગ બોસના સિક્રેટ રુમમાં જોઇ રહ્યા હોય છે. ત્યારબાદ બિગ બોસને કહે છે કે, ‘બિગ બોસ મારી વધુ બેઇજ્જતી ના કરાવો, મારી સાથે આવુ ના કરો.' વળી, ઘરની અંદર જવા માટે તે બિગ બોસ પાસે એક ચાંસ માંગે છે.

સ્વામીજી

સ્વામીજી

જાણે કે સ્વામીજીની દલીલ કામ કરી ગઇ. બિગ બોસે તરત જ સ્વામીજીને ઘરની અંદર મોકલવાનો નિર્ણય કરી લીધો.

સ્વામીજીની એંટ્રી

સ્વામીજીની એંટ્રી

સાંજના સમયે સ્વામીજી બિગ બોસના ઘરમાં એંટ્રી લે છે. સ્વામીજીને ઘરની એંદર જોઇને મનુ, મનવીર અને નવીન ખુશ થઇ જાય છે. બીજી તરફ ગૌરવ, રોહન અને બાકીના ઘરવાળા તો સમજી જ નથી શકતા કે શું પ્રતિક્રિયા આપવી.

સ્વામીજી

સ્વામીજી

ઘરમાં દાખલ થયા બાદ ઓમજી કહે છે કે, આ વખતે હું ઘરમાં સ્વામી બનીને નહિ પરંતુ માત્ર ઓમ બનીને આવ્યો છુ. લાગે છે કે બાબા ઘરમાં તાંડવ કરવાના છે.

પર્દાફાશ ટાસ્ક

પર્દાફાશ ટાસ્ક

હજુ તો ઘરવાળા થોડા રિલેક્સ થાય ત્યાં બિગ બોસ એક ટાસ્ક આપી દે છે જેનુ નામ છે પર્દાફાશ. જેમાં સ્વામીજીએ ઘરના અમુક સભ્યોના રાઝ ખોલવાના હોય છે.

મોના

મોના

સ્વામીજી મોના પર આરોપ લગાવે છે અને સાથે જ તેના અને મનુના સંબંધો અંગે પણ ટીપ્પણી કરે છે. આ સાંભળીને મોના ગુસ્સે થઇ જાય છે અને બાદમાં રડવા લાગે છે.

મનુ પંજાબી

મનુ પંજાબી

સોમવારે ફોન ટાસ્ક દરમિયાન મનુએ મોનાને બચાવવા માટે પોતાની ડૉલ ફાડી દીધી હતી. આના માટે બિગ બોસ તેને એક ડૉલ ગિફ્ટ આપે છે જે મેળવીને તે ખૂબ જ ખુશ થઇ જાય છે.

English summary
Bigg boss 10 swami omji is back in big boss with new plan and with new name
Please Wait while comments are loading...