‘હું અને અનુપ પ્રેમી-પ્રેમિકા નથી, જે કહ્યુ તે ખોટુ હતુ': જસલીન મથારુ
ફિનાલેના થોડા દિવસ પહેલા જ ઘરમાંથી આઉટ થયેલી જસલીને શોમાંથી બહાર આવતા જ પોતાના સૂર બદલી દીધા છે. તેણે પોતાના અને અનુપ જલોટાના સંબંધ પર એક મોટુ નિવેદન આપ્યુ છે.
કલર્સના બહુચર્ચિત વિવાદિત શો બિગ બોસ 12માંથી આ વખતે ભજન સમ્રાટ અનુપ જલોટાની તથાકથિત પ્રેમિકા જસલીન મથારુ બહાર થઈ ગઈ છે. ફિનાલેના થોડા દિવસ પહેલા જ ઘરમાંથી આઉટ થયેલી જસલીને શોમાંથી બહાર આવતા જ પોતાના સૂર બદલી દીધા છે. તેણે પોતાના અને અનુપ જલોટાના સંબંધ પર એક મોટુ નિવેદન આપ્યુ છે. 28 વર્ષની જસલીને 65 વર્ષના અનુપ જલોટા સાથે પ્રેમના સંબંધને ખોટો ગણાવ્યો છે. જસલીને કહ્યુ કે તેમનો સંબંધ માત્ર એક મજાક હતી. આવુ માત્ર દર્શકોના મનોરંજન માટે કરવામાં આવ્યુ હતુ.

અનુપ જલોટા અને જસલીનનો પબ્લિસિટી સ્ટંટ
જસલીને મિડ ડે સાથે વાતચીતમાં કહ્યુ કે આ સિઝનની થીમ જોડી હતી એટલા માટે મે જ અનુપજીને કહ્યુ હતુ કે આપણે શોમાં ગુરુ-શિષ્યની જોડી તરીકે જઈશુ પરંતુ જ્યારે સલમાન ખાને ઓપનિંગ ડે પર અમને બંનેને દર્શકોને મળાવ્યા તો મે મજાકમાં કહી દીધુ કે અનુપજી અને હું છેલ્લા સાડા ત્રણ વર્ષથી સાથે છીએ પરંતુ ત્યારે મને આનો કોઈ અંદાજો નહોતો કે આ મુદ્દો આટલો આગળ વધી જશે. હું ઘરમાંથી બહાર આવ્યા બાદ આ વિશે વાંચી રહી છુ અને સાંભળી પણ રહી છુ કે લોકોએ મારા અને અનુપજીના સંબંધ વિશે શું શું કહ્યુ છે. બીજા શબ્દોમાં કહીએ તો આ અનુપ જલોટા અને જસલીનનો પબ્લિસિટી સ્ટંટ હતો.

અનુપ જલોટાએ પણ બદલ્યા હતા સૂર
તમને જણાવી દઈએ કે જસલીનની જેમ જ અનુપ જલોટાએ પણ શોમાંથી બહાર આવતા જ આવુ નિવેદન આપ્યુ હતુ. અનુપ જલોટાએ કહ્યુ હતુ કે મારો અને જસલીન સંબંધ ખૂબ જ પવિત્ર અને સ્પષ્ટ છે. અમારો સંબંધ શારીરિક નહિ પરંતુ રુહાની છે. તે મારી શિષ્યા છે અને તેના પિતા મારા મિત્ર. અમારો સંબંધ ખૂબ જ પવિત્ર અને સંગીતમય છે અને મને લાગે છે કે આ પ્રેમથી ઘણો ઉપર છે. અમારી વચ્ચે હંમેશા સંગીત વિશે વાત થાય છે. તે મારી ખૂબ જ મ્યુઝિકલ ફ્રેન્ડ છે.

‘અમારો સંબંધ સાફ દિલથી બન્યો છે'
આ એક એવો સંબંધ છે જેમાં માત્ર પ્રેમની ગુંજ છે. અમારો સંબંધ સાફ દિલથી બન્યો છે. જ્યારે પણ અમે સાથે હોઈએ છીએ તો વાતો કરીએ છીએ અને સાથે સમય પસાર કરીએ છીએ તો અમને સારો અનુભવ થાય છે અને હું વિશ્વાસ સાથે કહી શકુ કે અમારો બોન્ડ મજબૂત થયો છે. તમને જણાવી દઈએ કે બિગ બોસમાં એન્ટ્રી મારતા જ અનુપ જલોટા અને જસલીન મથારુએ ખુલાસો કર્યો હતો કે તે બંને સાડા ત્રણ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. હજુ સુધી તેમને ચોરીછૂપે મળવુ પડતુ હતુ પરંતુ હવે તે ખુલ્લેઆમ બિગ બોસ હાઉસમાં મળશે.

ચોંકી ગયો હતો જસલીનનો પરિવાર
બંનેના આ ખુલાસા બાદ જ્યાં સોશિયલ મીડિયા પર બંનેની ઘણી મજાક ઉડાવવામાં આવી ત્યાં બીજી તરફ જસલીનના ઘરવાળા માટે આ એક શોકિંગ ન્યૂઝ હતા. જસલીનના પિતાએ મીડિયામાં નિવેદન આપ્યુ હતુ કે પોતાની દીકરીની આ વાત સાંભળીને તે અને તેમનો પરિવાર સંપૂર્ણપણે શોકમાં છે.












Click it and Unblock the Notifications
