બિગ બૉસ કન્ટેસ્ટન્ટ અરહાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સેક્સ રેકેટમાં પકડાઈ

મુંબઈ પોલિસે શુક્રવારે ગોરેગાંવમાં એક સેક્સ રેકેટનો ભાંડો ફોડ્યો છે. અહીં એક ફાઈવ સ્ટાર હોટલમાં સેક્સ રેકેટનો ધંધો ચાલી રહ્યો હતો.

મુંબઈ પોલિસે શુક્રવારે ગોરેગાંવમાં એક સેક્સ રેકેટનો ભાંડો ફોડ્યો છે. અહીં એક ફાઈવ સ્ટાર હોટલમાં સેક્સ રેકેટનો ધંધો ચાલી રહ્યો હતો. પોલિસે અહીંતી બે યુવતીઓની ધરપકડ કરી છે. આમાં એક સ્ટ્રગલર રિચા સિંહ અને બીજી મૉડલ અમૃતા ધનોઆ છે. અમૃતા ધનોઆ બિગ બૉસ-13 માં કન્ટેસ્ટન્ટ અરહાન ખાનની ગર્લફ્રેન્ડ રહી ચૂકી છે. 32 વર્ષની અમૃતા ધનોઆ અને 26 વર્ષની રિચા સિંહને પોલિસે મઝગાંવ કોર્ટમાં હાજર કરી છે.

અરહાન પર લગાવ્યા હતા ઘણા આરોપ

અરહાન પર લગાવ્યા હતા ઘણા આરોપ

બિગ બૉસ -13માં કન્ટેસ્ટન્ટ બનીને પહોંચ્યા બાદ અરહાન ખાન પર અમૃતા ધનોઆએ ઘણા આરોપ લગાવ્યા હતા. અમૃતાએ કહ્યુ હતુ કે તે અરહાન ખાન સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહી છે પરંતુ તેને છેતરવામાં આવી છે. ત્યારબાદથી અમૃતા છેલ્લા ઘણા દિવસોથી સતત ચર્ચામાં હતી. હવે તે સેક્સ રેકેટમાં શામેલ હોવાના આરોપમાં પકડવામાં આવી છે.

અરહાન પર લગાવ્યો ફસાવવાનો આરોપ

અરહાન પર લગાવ્યો ફસાવવાનો આરોપ

એ પણ જણાવવામાં આવ્યુ છે કે જ્યારે પોલિસ અમૃતાને હોટલથી પોલિસ સ્ટેશન લઈ જઈ રહી હતી તો તેણે આને એક ષડયંત્ર ગણાવ્યુ. અમૃતાએ કહ્યુ કે તેને અરહાન ફસાવી રહ્યો છે. આ એક સામાન્ય પાર્ટી હતી. પોલિસે અમૃતા અને બીજી યુવતી પર ભારતીય દંડ સંહિતાની ધારા 370(3), 34 અને અનૈતિક વ્યાપાર નિવારણ અધિનિયમની ધારા 4, 5 હેઠળ કેસ કરવામાં આવ્યો છે.

આ રીતે થઈ ધરપકડ

આ રીતે થઈ ધરપકડ

પોલિસ ટીમે શુક્રવારે બપોરે લગભગ 12 વાગે હોટલમાં રેડ પાડી. પોલિસે જણાવ્યુ કે તેમને આ હોટલમાં સેક્સ રેકેટ ચલાવવા વિશે એક બાતમીદાર પાસેથી સૂચના મળી હતી. ત્યારબાદ પોલિસે ટીમના જ એક સભ્યને ગ્રાહક બનાવીને મોકલ્યો અને રેડ પાડી. પોલિસે જણાવ્યુ કે પૈસાની લેવડદેવડ સમયે આ બંનેને પકડવામાં આવ્યા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X