For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિગ બૉસ 14 બેન કરવાની માંગ, મહિલાઓના ટાસ્ક પર કહ્યુ - આ વખતે તો હદ પાર કરી દીધી..

બિગ બૉસ 14 શો શરૂ થયાને હજુ થોડા દિવસ પણ નથી થયા અને સોશિયલ મીડિયા પર તેને બેન માંગ થવા લાગી છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ બિગ બૉસ 14 શો શરૂ થયાને હજુ થોડા દિવસ પણ નથી થયા અને સોશિયલ મીડિયા પર તેને બેન માંગ થવા લાગી છે. શો હવે વિવાદોમાં આવી ચૂક્યો છે. બિગ બૉસના કાલના એપિસોડનો પ્રોમો બુધવાર(7 ઓક્ટોબર)ના દિવસે સામે આવ્યો હતો જેમાં શોની ઘણી ફીમેલ કન્ટેસ્ટન્ટને ઈમ્યુનિટી મેળવવા માટે એક ટાસ્ક આપવામાં આવ્યુ હતુ. ટાસ્કમાં છોકરીઓએ શોના વિજેતા રહી ચૂકેલા સિદ્ધાર્થ શુક્લાને પોતાની અદાઓ અને નજાકતથી ઈમ્પ્રેસ કરવા માટે કહેવામાં આવ્યુ હતુ. આના કારણે શોના પ્રોમોમાં બતાવાયેલી અમુક વસ્તુઓ સોશિયલ મીડિયા પર લોકોને ગમી નહિ અને તેને બેન કરવાની માંગ થવા લાગી છે.

સિદ્ધાર્થ શુક્લા સાથે બાઈક પર રેઈન ડાંસ કરતી દેખાશે કન્ટેસ્ટન્ટ

સિદ્ધાર્થ શુક્લા સાથે બાઈક પર રેઈન ડાંસ કરતી દેખાશે કન્ટેસ્ટન્ટ

બિગ બૉસે ઘરની છોકરીઓને તેમની ઈમ્યુનિટી વધારવા માટે એક ટાસ્ક સોંપ્યુ હતુ. ટાસ્ક જેમાં ત્રણ રાઉન્ડ શામેલ હોય છે, છોકરીઓને પોતાને સુરક્ષિત રાખવા માટે સિદ્ધાર્થ શુક્લાને રિઝવવા માટે કહેવામાં આવે છે. પહેલા રાઉન્ડમાં શુક્લા એક ટેટુ આર્ટિસ્ટ હોય છે અને છોકરીએ તેની કસ્ટમર. આ દરમિયાન પવિત્રા પુનિયા, રૂબીના દિલેક, જેસ્મીન ભસીન, નિક્કી તંબોલીએ શુક્લાને રિઝવવા માટે કિસ અને હગ કરી. આજના એપિસોડમાં અપકમિંગ પ્રોમોમાં બતાવવામાં આવ્યુ છે કે સિદ્ધાર્થ શુક્લાને ઈમ્પ્રેસ કરવા માટે છોકરીઓ શુક્લા સાથે બાઈક પર રેઈન ડાંસ કરશે. આ પ્રોમો લોકોને કંઈ ખાસ ગમ્યો નહિ અને હવે શોને બેન કરવાની માંગ ઉઠી છે.

#BoycottBB14 ટ્વિટર પર ટ્રેન્ડ થયુ

#BoycottBB14 ટ્વિટર પર ટ્રેન્ડ થયુ

પ્રોમો જોઈને ઘણા લોકોએ આને વાંધાજનક કહ્યુ છે. લોકોનુ કહેવુ છે કે આ કોઈ પણ રીતે ફેમિલી શો નથી. આ એક વલ્ગર અને ચીપ શો છે જેને બેન કરી દેવો જોઈએ. ત્યારબાદ લોકોએ #BoycottBB14 સાથે હજારો ટ્વિટ કર્યા. ઘણા લોકોએ ટ્વિટર પર લખ્યુ છે કેગઈ સિઝનમાં હિંસાને પ્રમોટ કરવામાં આવી અને આ વખતે વલ્ગારિટીને પ્રમોટ કરવામાં આવી રહી છે. યુઝર્સનુ કહેવુ છે કે ટાસ્કના નામે BB14માં વલ્ગારિટી પીરસવામાં આવી રહી છે જે સહન કરવામાં નહિ આવે. આ એન્ટરટેઈનમેન્ટ કરવાની રીત નથી લાગી રહી. એક યુઝરે લખ્યુ કે આ હાઈ ટાઈમ છે બિગ બૉસનો બહિષ્કાર કરવો જોઈએ. ગઈ સિઝનમાં હિંસાને પ્રોત્સાહન આપ્યુ અને આ વખતે અશ્લીલતાને. બિગ બૉસને નથી લાગતુ કે તમારે સારી વસ્તુઓને પ્રોત્સાહન આપવુ જોઈએ?

'રોજ આટલા રેપ થઈ રહ્યા છે અને તમે શું પ્રમોટ કરી રહ્યા છો'

'રોજ આટલા રેપ થઈ રહ્યા છે અને તમે શું પ્રમોટ કરી રહ્યા છો'

એક યુઝરે ColorsTV ટેગ કરીને લખ્યુ, આપણે રોજ દેશમાં આટલા રેપ કેસ સાંભળી રહ્યા છે અને તમે આને પ્રોત્સાહન આપી રહ્યા છો? અશ્લીલતાને તમે મહિલાઓના ટાસ્કના નામે બતાવી રહ્યા છો. લોકોને અપીલ છે કે તમે આની સામે અવાજ ઉઠાવો. એક યુઝરે લખ્યુ, ટાસ્કના નામે મહિલાઓ જે કરી રહી છે તે ખૂબ જ ચીપ લાગી રહ્યુ છે. ત્યાં સુધી કે સિદ્ધાર્થ શુક્લા પણ અનકમ્ફર્ટેબલ દેખાઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે ગઈ બે સિઝન્સ સતત બિગ બૉસને બેન કરવાની માંગ ઉઠી છે. પરંતુ દર વખતે પોતાના ફેન્સના કારણે આ શો ચાલી જાય છે અને ટીઆરપીમાં પણ હાઈ રહે છે.

'રેપ કેસ માટે મલ્લિકાની ફિલ્મો જવાબદાર' આરોપ પર જડબાતોડ જવાબ'રેપ કેસ માટે મલ્લિકાની ફિલ્મો જવાબદાર' આરોપ પર જડબાતોડ જવાબ

English summary
Bigg Boss 14: Public demands 'Bigg Boss 14' boycott after girls seduce Sidharth Shukla.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X