
Bigg Boss 15: તેજસ્વી પ્રકાશની એન્ટ્રી પહેલા કાતિલ ફોટોશૂટથી ફેન્સ બન્યા દીવાના
મુંબઈઃ બિગ બૉસ 15 ટૂંક સમયમાં શરૂ થવાનુ છે. આ વખતે સલમાન ખાન જંગલ થીમ સાથે આ શોમાં વાપસી કરી રહ્યા છે. બિગ બૉસ 15નો જે નવો પ્રોમો આવ્યો છે તે મુજબ એ સ્પષ્ટ દેખાય છે કે તેજસ્વી પ્રકાશની એન્ટ્રી આ શોમાં થવાની છે. તેજસ્વી પ્રકાશનુ બિગ બૉસમાં આવવુ તેને ફાઈનલ સુધી લઈ જઈ શકે છે કારણક તેના ફેન્સની ગણતરી ખૂબ મોટી છે. ખતરો કે ખિલાડી બાદ તેના ફેન્સની સંખ્યા વધી ગઈ છે. ખતરો કે ખિલાડી 10 દરમિયાન તેજસ્વીએ પોતાનો રંગ રોહિત શેટ્ટી પર જમાવી દીધો હતો. હવે આ વખતે સલમાન ખાનનો વારો છે.

શિવિન નારંગને કરી રહી છે ડેટ
તેજસ્વી પ્રકાશે એક લોકપ્રિય અભિનેત્રી હોવા સાથે એન્જિનિયરીંગનો અભ્યાસ પણ પૂરો કર્યો છે. સ્વરાગિની અને સંસ્કાર જેવા ટીવી શોમાં લીડ ભૂમિકા સાથે તેજસ્વીએ પોતાની ઓળખ બનાવી છે. તેજસ્વીના અંગત જીવનને લઈને એ ચર્ચાઓ ચાલે છે કે તે ખતરો કે ખિલાડી 10ના કન્ટેસ્ટન્ટ શિવિન નારંગને ડેટ કરી રહી છે.

તેજસ્વી પ્રકાશના અફેરની ચર્ચા
તેજસ્વીએ આના પર સફાઈ આપીને કહ્યુ કે એવુ કંઈ નથી. બંને માત્ર દોસ્ત છે. છેલ્લા ઘણા વર્ષોથી તેજસ્વી પ્રકાશ પોતાના બોલ્ડ ફોટાના કારણે ઈન્ટનેટ પર છવાયેલી રહે છે. શિવિન નારંગ સાથે પોતાના ફોટાને લઈને પણ તેજસ્વી છવાયેલી રહે છે. પહેરેદાર પિયાકી શોમાં 9 વર્ષ નાના એક્ટર સાથે રોમાંસ કરવાને લઈને તેનો શો બંધ કરવાની માંગ કરવામાં આવી હતી.

ખતરો કે ખિલાડીના 10 દિવસ બાદ બિગ બૉસ 15
એ કહેવામાં સંકોચ નથી કે ખતરો કે ખિલાડી 10 આવ્યા બાદ તેજસ્વી પ્રકાશની લોકપ્રિયતા ઈન્ટરનેટની દુનિયામાં વધી ગઈ છે. બિગ બૉસમાં આવતા પહેલા જ તેજસ્વી પ્રકાશની રાહ તેના ફેન્સ જોઈ રહ્યા છે.

તેજસ્વી પ્રકાશનુ હૉટ ફોટોશૂટ
તેજસ્વી પ્રકાશ આવવાના સમાચાર અને બિગ બૉસમાં તેનો પ્રોમો જોયા બાદ તેજસ્વી પ્રકાશ ટ્રેન્ડ થવા લાગ્યુ હતુ. તેજસ્વી પ્રકાશે પોતાના ઈન્સ્ટાગ્રામ પર હાલમાં ઘણા બોલ્ડ ફોટા અને પોતાના ફોટોશૂટની ઝલક બતાવી છે.

તેજસ્વી પ્રકાશ મોટો ચહેરો
તેજસ્વી પ્રકાશને ઘણા વર્ષોથી શોમાંથી પ્રસ્તાવ આપવામાં આવી રહ્યો છે. આ વખતે બિગ બૉસ 15 માટે એક મોટો સ્ટાર ચહેરો બનીને તેજસ્વી પ્રકાશ આવી છે. 2 ઓક્ટોબર બાદ તે શું રંગ જમાવે છે તે જોવાનુ રસપ્રદ રહેશે.