• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Bigg બૉસમાં Big બબાલ : હાઈજૅક ટાસ્કમાં કરિશ્માના ‘મરચાં’ લાગતાં ગૌતમ લાલધુમ!

|

મુંબઈ, 30 સપ્ટેમ્બર : કલર્સનો વિવાદાસ્પદ શો બિગ બૉસ ધીમે-ધીમે પોતાના અસલી રંગમાં આવતો જાય છે. બિગ બૉસની આ 8મી સીઝન છે અને તેમાં પહેલા અઠવાડિયે તો શોના સ્વભાવની વિરુદ્ધ શાંતિ રહી, પરંતુ તે ધીમે-ધીમે પોતાના અસલ સ્વરૂપમાં આવવો શરૂ થઈ ગયો છે.

બિગ બૉસ 8 શો ગત 21મી સપ્ટેમ્બરથી શરૂ થયો છે. ગઈકાલે પહેલી વખત બિગ બૉસમાં સ્પર્ધકોને બિગ બૉસનો અવાજ સંભળાયો છે. બિગ બૉસે જાહેરાત કરી કે સ્પર્ધકો આજે નવા ઘરમાં શિફ્ટ થનાર છે. આ સાંભળી સૌ ખુશ થઈ ગયાં, પણ તેમની ખુશી એક જ પળમાં ગાયબ થઈ ગઈ કે જ્યારે બિગ બૉસે તેમને કહ્યું કે તેના બદલે કિંમત ચુકવવી પડશે.

બિગ બૉસમાં બે સીક્રેટ સોસાયટી દીપશિખા તથા આરજે પ્રીતમની એન્ટ્રી થઈ ચુકી છે. બિગ બૉસે સૌને તેમનો પ્રથમ ટીમ ટાસ્ક આપ્યો કે જેનું નામ છે હાઈજૅક. બિગ બૉસે તમામ સ્પર્ધકોને બે ટીમોમાં વહેંચ્યા છે. એક ટીમના કૅપ્ટન દીપશિખા છે અને તેમાં કરિશ્મા તન્ના, ડાયંડ્રા, મિનીષા લાંબા, સુશાંત, ઉપેન પટેલ અને આર્ય બબ્બર છે, તો બીજી ટીમમાં આરજે પ્રીતમની કૅપ્ટનસી હેઠળ સુકૃતિ, નતાશા, પુનીત ઇસ્સાર, પ્રણીત તથા ગૌતમ ગુલાટી છે.

હાઈજૅક ટાસ્કમાં પ્રીતમની ટીમે ગાર્ડનમાં મૂકેલી સીટ પર કબ્જો જમાવેલો છે. હવે દીપશિખાની ટીમે કોઈ પણ રીતે વિરોધી ટીમને આ સીટ ઉપરથી હટાવવી છે. તેના માટે શારીરિક રીતે ફોર્સ ન કરી શકાય, પણ પોતાની જીત માટે બીજુ કંઈ પણ કરી શકાય. જે ટીમ જીતશે, તેને બિગ બૉસના ઘરમાં જવાની તક મળશે.

પ્રીતમની ટીમને સીટ ઉપરથી ખસેડવા માટે દીપશિખાની ટીમે અનેક પ્રકારની યુક્તિઓ અપનાવી. ગંદા મોજા સુંઘાડ્યાં, શેવિંગ ફોમ લગાવ્યું, વાળમાં શૅંપૂ લગાવ્યું, ગંદી ચંપલો તેમની ઉપર રગડી. આમ છતાં કોઈ સીટ ઉપરથી ખસ્યું નહીં.

ગૌતમ, પ્રણીત તથા પુનીત આ ટાસ્કને એન્જૉય કરતા હતાં, પરંતુ આ પછી દીપશિખાની ટીમે વિરોધી ટીમ પર લાલ મરચાંનો પાવડર નાંખવાનું અને રગડવાનું શરૂ કર્યું. જ્યારે ગૌતમથી સહન ન થયું, તો તેમણે કરિશ્મા તન્ના સામે બૂમો પાડવાનું શરૂ કર્યું અને ગાળો પણ આપવા લાગ્યાં. આમ આ ખુશહાલ પરિવારના પહેલા વિલન બન્યાં ગૌતમ ગુલાટી.

તે પછી કેટલાક સ્પર્ધકો રડતા હતાં, તો કેટલાક નારાજ હતાં અને કેટલાક મૌન હતાં. સૌએ ગૌતમને સાઇડલાઇન કર્યાં અને તેમની સાથે અબોલા લીધાં. ગૌતમે ઘરવાળાઓને ઘણી વાર વિનંતી કરી કે તેઓ તેમની સાથે વાત કરે. ગૌતમે કરિશ્મા પાસે પણ માફી માંગી, પરંતુ કરિશ્માએ દયા બતાવવાનો ધરાર ઇનકાર કર્યો. ગૌતમની આ હરકત બાદ બાકીના લોકોએ કરિશ્માનો સાથ આપતા ટાસ્ક કરવાનો ઇનકાર કરી દીધો. સૌએ આ પરિસ્થિતિને ખરાબ કરવાની જગ્યાએ એક-બીજા સાથે સ્ટૅંડ લેતા ટાસ્ક નહીં કરવાનો નિર્ણય કર્યો.

સૌ સ્પર્ધકોએ મળી બિગ બૉસને જણાવ્યું કે તેઓ પહેલા ગૌતમના વ્યવહાર અંગે કોઈ નિર્ણય કરે. ત્યાં સુધી સૌ સ્પર્ધકો બિગ બૉસના નવા ઘરમાં જવામાં કોઈ રસ નથી ધરાવતાં. કરિશ્માનું કહેવું છે - હું એક ફૅર ડિસીઝન ઇચ્છુ છું. હું કોઈ ટાસ્ક નથી કરી રહી, ભાડમાં જાય બધું. કરિશ્મા ઇચ્છે છે કે ગૌતમ ગુલાટીને તેના ખરાબ વ્યવહાર બદલ અયોગ્ય જાહેર કરવામાં આવે.

હવે જોવાનું એ રહે છે કે બિગ બૉસ ગૌતમ ગુલાટીને આ ભૂલ બદલ કઈ સજા આપે છે? કારણ કે અહીં તો બિગ બૉસ બધુ જુએ છે અને દરેક ભૂલ કરનારને સજા ભોગવવી જ પડે છે.

ચાલો જોઇએ બિગ બૉસ 8ના પ્રથમ વિવાદની તસવીરો :

એક્સ્ટ્રીમ ટાસ્ક

એક્સ્ટ્રીમ ટાસ્ક

બિગ બૉસ 8 હવે ધીમે-ધીમે પોતાના અસલ રંગે રંગાતો જાય છે. બિગ બૉસે આપેલા ટાસ્કને પૂરૂ કરવા જતાં હાઉસમાં મોટી બબાલ થઈ ગઈ.

ટાસ્ક

ટાસ્ક

બિગ બૉસે જે ટાસ્ક આપ્યો, તે પૂરો કરી કોઈ પણ સ્પર્ધક બિગ બૉસ હાઉસમાં પ્રવેશ કરી શકે.

શું હતો ટાસ્ક?

શું હતો ટાસ્ક?

ટાસ્ક મુજબ ચાર સ્પર્ધકોએ ખુરશી પર બેસવાનું હતું અને બીજા બધાએ તેમને ઉઠાડવાનું હતું.

સારી શરુઆત

સારી શરુઆત

ટાસ્કની શરુઆત સારા માહોલમાં થઈ હતી.

ટૉર્ચરિંગ

ટૉર્ચરિંગ

ટાસ્કની શરુઆત થતા જ ખુરશી પર બેસેલા સાથે ટૉર્ચરિંગ શરૂ થઈ ગયું.

ચિલી પેસ્ટ

ચિલી પેસ્ટ

જ્યારે બધી યુક્તિઓ નિષ્ફળ નિવડી, ત્યારે કરિશ્માએ ખુરશી પર બેસેલા સ્પર્ધકોના મોઢે લાલ મરચાનો પાવડર ચોપડી દીધો.

નતાશા લાલ

નતાશા લાલ

કરિશ્મા નતાશાના મોઢે લાલ મરચાનો પાઉડર ચોપડતા નજરે પડે છે.

ગૌતમના શરીરે

ગૌતમના શરીરે

કરિશ્માએ ગૌતમ ગુલાટીના મોઢે અને આખા શરીરે લાલ મરચાનો પાઉડર ચોપડ્યો.

ગુસ્સો

ગુસ્સો

કરિશ્માએ આવુ કરતા ગૌતમ રોષે ભરાયાં.

થોભી જાઓ

થોભી જાઓ

ક્રોધિત ગૌતમ કરિશ્માને થોભી જવાની ચેતવણી આપે છે.

બૂમો પાડી

બૂમો પાડી

ગૌતમ વધુ ઉગ્ર થયાં અને બૂમ-બરાડા પાડવા લાગ્યાં.

કરિશ્મા પણ તૈયાર

કરિશ્મા પણ તૈયાર

કરિશ્મા પણ ગૌતમ સામે બાઝવા તૈયાર જ હતાં.

કરિશ્મા-પુનીત

કરિશ્મા-પુનીત

કરિશ્માએ પ્રણીત બાદ પુનીતના મોઢે પણ રેડ ચિલી પેસ્ટ લગાવ્યું.

English summary
Bigg Boss 8's Karishma Tanna applied red chilli paste on Gautam, Natasa, Praneet and Puneet to get them out of their chairs during a task.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more