મુંબઈ, 30 ડિસેમ્બર : બિગ બૉસ 8ના કદાચ સૌથી મજબૂત બાંધાના સ્પર્ધક પુનીત ઇસ્સાર અચાનક બેબાકળા બની ગયાં અને રાડ પાડીને રડવા લાગ્યાં. અચાનક શું થયું? મહાભારતમાં દુર્યોધનનો રોલ કરી ફૅમસ થયેલા પુનીત ઇસ્સાર અચાનક કેમ ફસકીને રડી પડ્યાં?
અરે ભાઈ, વાત જ જાણે એવી હતી. પુનીત ઇસ્સાર સામે તેમના પત્ની હતા. એ પત્ની કે જેમને તેમણે સો દિવસ બાદ જોઈ હતી. બિગ બૉસ 8માં દાખલ થયા બાદ પહેલી વાર પુનીત સામે તેમના પત્ની હતાં.
55 વર્ષીય પુનીત ઇસ્સારના પત્ની દીપાલી ઇસ્સાર અચાનક બિગ બૉસ 8 શોમાં પહોંચ્યા. આ પુનીત માટે બહુ મોટી સરપ્રાઇઝ હતી. ત્રણ માસ પછી પુનીતે પોતાની પત્નીને જોઈ. પત્નીને મળી પુનીત બાળકની જેમ રડી પડ્યાં. પુનીતે લાગણીઓ ઉપરનો કાબૂ ગુમાવી દીધો.
શોના સલમાન ખાને પુનીતને એક ટાસ્ક દરમિયાન પત્ની દીપાલી અને બાળકોને મળવાની તક આપી. સલમાને જાહેર કર્યું કે પુનીતના પત્ની અને બાળકો સેટ પર આવી ગયાં છે. લગભગ 100 દિવસ બાદ પત્નીને જોતા જ પુનીત બાળકની જેમ રડવા લાગ્યાં અને પત્નીને ભેંટી પડ્યાં.
બિગ બૉસ 8નો આજનો એપિસોડ વધુ એક રોમાંટિક વિષય લઈને આવશે કે જેમાં ગૌતમ ગુલાટી અને ડાયેંડ્રા વચ્ચે ફરીથી સંબંધો સુધરેલા દેખાશે. આમ ગૌતમ-ડાયેંડ્રા અને પુનીત તથા તેમના પત્ની વચ્ચેનો રોમાંસ જોવા મળશે.