Day 3: બિગ બોસમાં પહેલી કૈટફાઇટ, લેલા પરેશાન, મજનુ શેતાન!

બિગ બોસ 9ની શરૂઆત થઇ અને ત્રીજો દિવસ પણ પસાર થઇ ગયો. ત્યારે બધાએ જે વિચાર્યુ હતુ તે જ થયુ. જી હા, એટલે કે મંદાના કરીમી અને રોશેલમાં જોરદાર બોલાચાલી થઇ જ ગઇ. જેને ના ખબર હોય તેમને જણાવી દઇકે રોશેલ રાવના જણાવ્યા મુજબ તે કીથની ગર્લફ્રેન્ડ છે. પણ કીથ શોમાં મંદાના કરીમીના પાર્ટનર છે.

હવે અહીં સ્પષ્ટતા થઇ જાય કે કીથને જોઇને હાલમાં તો એમ જ લાગી રહ્યું છેકે તેઓ બે યુવતિઓના અટેન્શનનો આનંદ ભરપુર માણી રહ્યાં છે. ત્રણ દિવસમાં જ સાફ થઇ ગયુ કે રોશેલને મંદાનાથી ઘણી મુશ્કેલીઓ છે. અને ત્રીજા દિવસે આ મુશ્કેલીઓ ભયંકર લડાઇમાં પરિવર્તીત થઇ ગઇ. અને ત્યારબાદ રોશેલ મોડી રાત સુધી રડતી રહી હતી.

પરંતુ સૌથી મજાનો સીન તો એ હતો કે જ્યારે તેમની પાર્ટનર અને ગર્લફ્રેન્ડ ઝઘડી રહી હતી અને કીથ ચુપચાપ અલગ ઉભો હતો. આવો જાણીએ બિગ બોસના ઘરમાં ત્રીજા દિવસે શું શું થયુ.

પહેલી કૈટ ફાઇટ

પહેલી કૈટ ફાઇટ

મંદાના અને રોશેલની વચ્ચે પહેલી કૈટ ફાઇટ થઇ જ ગઇ. બંનેની લડાઇનું કારણ કીથ હતા. જેઓ આ લડાઇ દરમ્યાન ચૂપ રહ્યાં હતા.

પથારી અંગે પણ નૌટકી

પથારી અંગે પણ નૌટકી

મંદાનાએ કીથને કહ્યું કે તે પોતાની પથારી બદલવા માંગે છે. ત્યારબાદ આ અંગે રોશેલે આપત્તિ વ્યક્ત કરી હતી. કારણ કે પથારી બદલવાથી કીથ દૂર થઇ જાત.

મારો બોયફ્રેન્ડ ફક્ત મારો છે

મારો બોયફ્રેન્ડ ફક્ત મારો છે

પરંતુ રોશેલે જ્યારે વાંધો વ્યક્ત કર્યો ત્યારે મંદાનાએ સ્પષ્ટ કહી દીધુ કે તે તેના પાર્ટનર સાથે વાત કરી રહી છે. ત્યારે રોશેલે પણ કહી દીધુ કે મંદાના તેના બોયફ્રેન્ડને પોતાનો પાર્ટનર ના કહી શકે.

કીથ ચુપ રહ્યાં

કીથ ચુપ રહ્યાં

આ બંનેનો ઝઘડો ચાલતો રહ્યો પણ કીથ ચૂપચાપ જ રહ્યાં. ત્યારબાદ રડતી રોશેલને શાંત રહેવાની સલાહ આપતા રહ્યાં.

સુપરસ્ટાર રિમી

સુપરસ્ટાર રિમી

તો સુયશ પણ એન્ગ્રી યંગ મેન બની ગયા. અને તેમના ગુસ્સાનું કારણ હતી રિમી સેન. જે કોઇ સુપરસ્ટાર કરતા ઓછા નખરા નહોતા બતાવી રહી.

ટાસ્ક માટે ના પાડી દીધી

ટાસ્ક માટે ના પાડી દીધી

રિમીએ પહેલા ટાસ્ક કરવા માટે ના પાડી દીધી હતી જેમા તેમને ટકલા થવાનું હતુ. બિગ બોસે ફરી એક વખત તેમને ટાસ્કની તક આપી અને બિગ બોસ ટેટુ બનાવવા માટે પણ રિમીએ ના પાડી દીધી. અને સુયશ ઘણાં ભડકી ગયા.

બોસ અમન છે

બોસ અમન છે

સુયશ અને કીશ્વર બંને પોતાના પાર્ટનરથી પરેશાન છે. કિશ્વરને લાગે છેકે અમન વર્મા બધાને કંટ્રોલ કરી રહ્યાં છે. તો સુયશને લાગી રહ્યું છેકે રિમીના કારણે તેઓ નોમીનેટ થઇ ગયા.

પરાઠા

પરાઠા

આ બધાની વચ્ચે ઘરમાં પ્રિન્સ બિચારો પરાઠા કીંગ બની ગયો છે. તેમની ખાવા બનાવવાની ડ્યુટીથી બધા બહુ ખુશ છે.

બિગ બોસ 9

બિગ બોસ 9

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X