For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજની પેઢીને પણ ગમશે બુનિયાદ : રમેશ સિપ્પી

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 22 જુલાઈ : દૂરદર્શન ઉપર 27 વરસ પહેલા પ્રસારિત થયેલ લોકપ્રિય શ્રેણી બુનિયાદ છઠી વાર પુનઃ પ્રસારિત થવાની છે. ફિલ્મ નિર્માતા રમેશ સિપ્પી આ બાબતથી બહુ ખુશ છે અને આશા સેવા છે કે આ શ્રેણી આજની પેઢીને પણ એટલી જ ગમશે.

rameshsippy

સિપ્પીએ જ્યોતિ સરૂપ સાથે આ શ્રેણીનું સહ-દિગ્દર્શન કર્યુ હતું. કાર્યક્રમને પુનઃ શરૂ કરવા અંગે યોજાયેલ પાર્ટીમાં રમેશ સિપ્પીએ જણાવ્યું - હું આશા સેવુ છું કે આ શ્રેણી આજના યુવાનોને પણ એટલી જ ગમશે કે જેટલી તે વખતની યુવા પેઢીને ગમતી હતી. જો આજની પેઢી આ શ્રેણીને પસંદ ન કરે, તો કોઈ વાંધો નથી, કારણ કે આજના દર્શકો ખૂબ જ જુદાં છે. જોકે આજે પણ એ દર્શકો મોજૂદ છે કે જેમણે સત્યાવીસ વરસ પહેલા આ શ્રેણી જોઈ હશે. તેઓ જરૂર આ શ્રેણી જોવા માંગશે.

પાર્ટીમાં શ્રેણીના તમામ કલાકારો હાજર હતાં. શ્રેણીમાં સ્વાતંત્ર્ય સેનાની માસ્ટર હવેલીરામની ભૂમિકા ભજવનાર આલોક નાથ પણ શ્રેણીના પુનઃ પ્રસારણથી ખુશ છે. આલોક નાથે જણાવ્યું - તે વખતે બુનિયાદ શ્રેણી ખૂબ જ પ્રેમથી બનાવાઈ હતી. એમ કહેવું ખોટું નહિં હોય કે તે વખતે અમે શીખનાર બાળકોની જેમ હતાં. હકીકતમાં બુનિયાદ અમારા જીવનની બુનિયાદ બની ગઈ. તેનાથી અમે મજબૂત બન્યાં. એટલે જ અમે આજે આટલા મજબત, દૃઢ સંકલ્પી છીએ અને સારૂં કામ કરી રહ્યાં છીએ.

બુનિયાદ શ્રેણી દૂરદર્શન ઉપર જ આગામી 25મી જુલાઈથી પ્રસારિત થનાર છે. મનોહર શ્યામ જોશી લેખિત આ શ્રેણી 1947માં ભારતના વિભાજન તેમજ તે બાદની પરિસ્થિતિને દર્શાવે છે. 1986માં તેનું પ્રથમ વાર પ્રસારણ થયુ હતું. ત્યાર બાદ બીજી ચૅનલોએ અનેક વાર તેનું પુનઃ પ્રસારણ થઈ ચુક્યું છે.

English summary
The popular drama series "Buniyaad" that aired on Doordarshan 27 years ago is all set to be aired for the sixth time. Filmmaker Ramesh Sippy is happy about this and hopes it will be equally liked by today's generation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X