Big Boss 14: શું ખરેખર કેરી મિનાટી બિગબોસમાં આવશે, જાણો વાયરલ સમાચારનું સત્ય
Big Boss 14: શું ખરેખર કેરી મિનાટી બિગબોસમાં આવશે, જાણો વાયરલ સમાચારનું સત્ય
નવી દિલ્હીઃ રિયાલિટી શો બિગ બૉસ સૌથી વધુ ચર્ચામાં રહેતો શો છે. જેને અભિનેતા સલમાન ખાન હોસ્ટ કરે છે. દર વર્ષે શો જેટલો ચર્ચામાં રહે છે, તેટલા જ ચર્ચામાં તેના કંટેસ્ટન્ટ પણ રહે છે. આ શોની શરૂઆત થોડા દિવસોમાં જ થશે. જ્યારે લોકોએ પણ અંદાજો લગાવવો શરૂ કરી દીધો છે કે શોમાં કયા કયા કલાકાર આ વખતે જોવા મળશે. આ દરમ્યાન અહેવાલ આવ્યા કે સોશિયલ મીડિયા સંસેશન અને મશહૂર યૂટ્યૂબર કેરી મિનાટી રિયાલિટી શો બિગ બૉસની સીઝન 14માં આવવા માટે તૈયાર છે. જેના પર ખુદ કેરી મિનાટીનો જવાબ પણ આવી ગયો છે.

કેરી મિનાટીએ શું કહ્યું ?
જણાવી દઈએ કે કેરી મિનાટી 21 વર્ષનો છે અને તેનું અસલી નામ અજય નાગર છે. કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો કે ફરીદાબાદના રહેવાતી અજય નાગર પહેલે જ મુંબઈમાં હાજર છે અને એક હોટલમાં ક્વોરેન્ટાઈન છે. આની સાથે જ તેઓ ક્વોરેન્ટાઈનના 14 દિવસ બાદ બિગ બૉસની સીઝન 14માં જોવા મળશે. આના પર કેરી મિનાટીએ ટ્વીટ કરતા કહ્યું, ‘હું બિગબૉસમાં નથી જઈ રહ્યો. તમે જે વાંચી રહ્યા છો તેના પર વિશ્વાસ ના કરો.' જણાવી દઈએ કે બિગબૉસ સીઝન 14ના પહેલા એપિસોડનું શૂટિંગ 1 ઓક્ટોબરથી થશે. આના માટે સલમાન ખાન મુંબઈની ફિલ્મ સિટીમાં શૂટિંગ કરશે. શોમાં ભાગ લેતા તમામ 14 ઉમેદવાોના મેડિકલ ટેસ્ટ કરાવવા ફરજીયાત રહેશે. આની સાથે જ બધા માટે શોમાં સામેલ થતા પહેલા ક્વોરેન્ટાઈન થવું પણ ફરજિયાત છે.

શિદ્ધાર્થ શુક્લા- શહનાજ ગિલ પણ જોવા મળશે
કલર્સ ચેનલ પર 3 ઓક્ટોબરે આ શોનું પ્રીમિયર આવશે. એમ પણ કહેવાઈ રહ્યું છે કે પાછલા વર્ષે શોની મશહૂર જોડી સિદ્ધાર્થ શુક્લા અને શહનાજ ગિલ આ વખતે પહેલા એપિસોડમાં જોવા મળી શકે છે. તેઓ હોસ્ટ સલમાન ખાન સાથે જ નવા કંટેસ્ટન્ટ સાથે વાતચીત કરતા જોવા મળશે. તેઓ નવા કંટેસ્ટન્ટ સાથે વાતચીત કરશે અને જાણશે કે તેઓ બિગ બૉસના ઘરમાં બંધ રહી શકશે કે નહિ. રિપોર્ટ્સ મુજબ આ વખતે યૂટ્યૂબર પણ બિગ બૉસમાં આવનારા છે. જો કે તેમાં કેરી મમિનાટી નથી. તેમણે ખુદ આ વાતની પુષ્ટિ કરી છે. બાકીના તમામ કંટેસ્ટન્ટ મુંબઈની એક હોટલમાં ક્વોરેન્ટાઈન છે.

શોમાં કોણ કોણ જોવા મળશે
શોમાં જોવા મળનારા અન્ય કંટેસ્ટન્ટમાં જૈસમીન ભાસિન, પવિત્ર પુનિયા, સારા ગુરપાલ, નૈના સિંહ, નિશાંત મલકાની, કુમાર સાનુ અને નિક્કી ટિંબોલી છે. આ વર્ષે બિગ બૉસમાં માત્ર ટીવી સ્ટાર્સ જ નહિ બલકે રિયાલિટી સ્ટાર્સ અને યૂટ્યૂબર પણ જોવા મળશે. કેરી મિનાટીની વાત કરીએ તો તેમણે બહુ નાની ઉંમરે જ યૂટ્યૂબ પર વીડિયો બનાવવા શરૂ કરી દીધા હતા, બાદમાં તેના વીડિયો ઘણા વાયરલ થવા લાગ્યા. હવે તે ઘણો મશહૂર યૂટ્યૂબર છે. સોશિયલ મીડિયા પર જે કંઈપણ ટ્રેન્ડ થાય છે, તે તેના પર પોતાની પ્રતિક્રિયા આપતા વીડિયો બનાવે છે. આની સાથે જ કેરી એક રેપર પણ છે.












Click it and Unblock the Notifications
