કપિલ શર્મા શૉ ફરી બંધ થશે, ચેનલે આપી ચેતવણી

Posted By:
Subscribe to Oneindia News

કપિલ શર્મા શૉનો ખાલી એક જ એપિસોડ ટેલિકાસ્ટ થયો છે. પરંતુ આ ટેલિકાસ્ટ પછી જે પણ થઇ રહ્યું છે તે કપિલ શર્માની તબિયત ફરી બગાડી શકે છે. જ્યાં એક તરફ ગેમ અને કોમેડી સંગમ ફેમેલી ટાઈમ વિથ કપિલ શર્મા લોકોને ખાસ પસંદ નથી આવી રહ્યો. ત્યાં જ બીજી બાજુ શૂટિંગ કેન્સલ થવાની ખબરો થી કપિલ શર્મા ઘેરાઈ ગયા છે.

રાની મુખરજી ને 2 કલાક રાહ જોવડાવ્યા પછી કપિલે શૂટિંગ કેન્સલ કરી નાખી તેવા પણ સમાચાર આવ્યા છે. હજુ સુધી આ ખબર પર કપિલ શર્મા ઘ્વારા કોઈ પણ નિવેદન આપવામાં આવ્યું નથી.

ખબર હવે એવી પણ આવી છે કે શૂટિંગ કેન્સલ કરવાને કારણે સોની ટીવી તરફ થી કપિલને ચેતવણી પણ મળી ચુકી છે. કપિલને કહેવામાં આવ્યું છે કે તેઓ આવી રીતે શૂટિંગ કેન્સલ કરી નહીં શકે.

ચેનલે કપિલને એડવાન્સ શૂટિંગ કરવાની સલાહ આપી છે. જો તેઓ એવું નહીં કરે તો તેઓ શૉ બંધ પણ કરી શકે છે. ખબર છે કે કપિલ શર્મા હજુ પણ ડિપ્રેશનમાં છે. તેઓ પોતાની નેગેટિવ ઇમેજને કારણે પરેશાન છે. કપિલ અને ક્રિષ્ના નાના પરદાના સૌથી મોંઘા કલાકાર છે. એક નજર કરો તેઓ કેટલા પૈસા ચાર્જ કરે છે.

કપિલ શર્મા

કપિલ શર્મા

કપિલ શર્માના એક એપિસોડની કમાણી લગભગ 85 લાખ રૂપિયા હોય છે. જયારે તેમના લાઈવ શૉની કમાણી કરોડોમાં હોય છે.

ક્રિષ્ના અભિષેક

ક્રિષ્ના અભિષેક

ક્રિષ્ના અભિષેક એક એપિસોડ ઘ્વારા લગભગ 35 લાખ રૂપિયા કમાય છે.

ભારતી સિંહ

ભારતી સિંહ

ભારતી સિંહ એક દિવસ માટે 28 લાખ રૂપિયા ચાર્જ કરે છે. તેમના લાઈવ શૉની કામની તેના કરતા પણ વધુ છે.

સુનિલ ગ્રોવર

સુનિલ ગ્રોવર

સુનિલ ગ્રોવર એક એપિસોડ માટે 18 લાખ રૂપિયા ચાર્જ કરે છે. તેમના શૉની કિંમત 30 થી 50 લાખ રૂપિયા વચ્ચે છે.

સંકેત ભોંસલે

સંકેત ભોંસલે

સંકેત ભોંસલે એક એપિસોડ માટે લગભગ 9 થી 15 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

કિકુ શારદા

કિકુ શારદા

કિકુ શારદા એક એપિસોડ માટે 10 થી 15 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

અલી અસગર

અલી અસગર

અલી અસગર દરેક કોમેડી શૉ ઘ્વારા 5 થી 10 લાખ જેટલી કમાણી કરે છે.

English summary
There is buzz that Channel gives a final warning to Kapil Sharma for his new show Family Time with Kapil Sharma ask him asking him to either shoot on time or terminate his contract with the channel.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.