For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિગ બૉસ પુનઃ વિવાદમાં, સામગ્રી મુદ્દે સરકારે નોટિસ ફટકારી

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 11 ઑક્ટોબર : કલર્સના વિવાદાસ્પદ શો બિગ બૉસ 7ને સરકાર તરફથી નોટિસ પાઠવવામાં આવી છે. કલર્સ ચૅલના અધિકારીઓએ જણાવ્યું કે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયની આ નોટિસનો જવાબ તેઓ નક્કી સમયમાં રજૂ કરશે. મંત્રાલયના અધિકારીઓએ કથિત રીતે શોની સામગ્રીને દર્શકો માટે અયોગ્ય ગણી છે એટલે જ આ નોટિસ પાઠવવામાં આવી છે.

bigg-boss

નોટિસ અંગે પ્રત્યાઘાત આપતા ચૅનલે એક નિવેદનમાં જણાવ્યું - અમને માહિતી અને પ્રસારણ મંત્રાલય તરફથી બિગ બૉસ માટે કારણ બતાવો નોટિસ મળી છે અને અમે મંત્રાલય સમક્ષ ચોક્કસ સમયની અંદર જવાબ રજૂ કરી દઇશું. ચૅનલનો દાવો છે કે બિગ બૉસ કાર્યક્રમની ટીમ તમામ એવા પાસાઓ ઉપર ધ્યાન રાખે છે કે જેથી કાર્યક્રમ પરિવાર સાથે જોવા લાયક બની રહે.

નિવેદનમાં જણાવાયુ છે - એક જવાબદાર પ્રસારકની જેમ અમને અમારા દર્શકોની ફિકર છે અને માહિતી તેમજ પ્રસારણ મંત્રાલય તથા બ્રૉડકાસ્ટિંગ કમ્પ્લેંટ્સ કાઉંસિલ (બીસીસીસી) દ્વારા નક્કી કરેલા દિશા-નિર્દેશોનું અમે સન્માન કરીએ છીએ. નોંધનીય છે કે બિગ બૉસ 7ના હોસ્ટ બૉલીવુડ સ્ટાર સલમાન ખાન છે અને આ શો 15મી સપ્ટેમ્બરથી શરૂ થયો છે.

English summary
Colors channel Wednesday said officials would "in prescribed time" submit a response to a show cause notice from the ministry of information and broadcasting on the content of its reality show "Bigg Boss - Saath 7".
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X