ઑફિસનો ગેરકાયદેસર હિસ્સો તોડવાની નોટિસની વિરુદ્ધમાં બૉમ્બે હાઇકોર્ટ પહોચ્યા કપિલ શર્મા

Subscribe to Oneindia News

જાણીતા કૉમેડિયન કપિલ શર્મા ફરી એકવાર પોતાની ઑફિસને કારણે ચર્ચામાં છે. તેમના વિશે સમાચાર આવી રહ્યા છે કે તેઓ હવે પોતાની ઑફિસનો ગેરકાયદેસર ભાગ તોડી નાખવાની નોટિસની વિરુદ્ધમાં હાઇકોર્ટ પહોંચ્યા છે.

kapil 1

તમને જણાવી દઇએ કે બૉમ્બે મ્યૂનિસિપલ કૉર્પોરેશન ( બીએમસી) એ કપિલ શર્માને 16 જુલાઇએ એક નોટિસ મોકલી હતી, જેમાં કહેવામાં આવ્યુ હતુ કે તેમની વરસોવા સ્થિત ઑફિસનું નિર્માણ ગેરકાયદેસર રીતે થઇ રહ્યું છે કારણકે કપિલ જ્યાં તેની ઑફિસ બનાવી રહ્યો છે ત્યાંનો વિસ્તાર કૉમર્શિયલ વપરાશ માટે નથી.

પરંતુ બીએમસીનું કહેવુ છે કે કપિલે તેમની એક વાત સાંભળી નહિ અને પોતાનું નિર્માણકાર્ય ચાલુ રાખ્યુ. હવે આ મામલો કોર્ટમાં પહોંચ્યો છે.

kapil 2

ઉલ્લેખનીય છે કે કપિલના આ ગેરકાયદેસર નિર્માણની વાત ત્યારે સામે આવી જ્યારે 9 સપ્ટેમ્બરે કપિલે ગુસ્સામાં એક ટ્વીટ કર્યુ જેમાં તેણે પીએમ નરેન્દ્ર મોદીને સંબોધીને લખ્યુ કે છેલ્લા પાંચ વર્ષથી 15 કરોડ રુપિયા ટેક્સ ભરી રહ્યો છું પરંતુ મને મારી ઑફિસ બનાવવા માટે બીએમસીને પાંચ લાખની લાંચ આપવી પડશે. આ છે તમારા અચ્છે દિન?

ત્યારબાદ તો બબાલ મચી ગઇ, બીએમસી એ કપિલ શર્મા પર જ ગેરકાયદેસર નિર્માણનો આરોપ લગાવી દીધો અને આજે કપિલના હાઇકોર્ટ જવાની વાત સામે આવી છે.

English summary
Comedian-actor Kapil Sharma has moved the Bombay high court challenging the BMC’s order to demolish illegal portions of his Versova office.
Please Wait while comments are loading...