વહુ પાસેથી ભણવુ-ગણવુ શીખશે અભણ પૂનમ!
મુંબઈ, 30 ડિસેમ્બર : પોતાના નવા ટેલીવિઝન શો એક નયી પહચાનમાં અભણ મહિલાની ભૂમિકા ભજવતાં અભિનેત્રી પૂનમ ઢિલ્લોંનું કહેવું છે કે શિક્ષણ કોઈ ઉંમર કે વર્ગ સુધી મર્યાદિત નથી. તેમના જણાવ્યા મુજબ શિક્ષણ દરરોજ પ્રતિફળ આપે છે કે જેના વડે માણસે પૂર્ણતા પ્રાપ્ત કરવામાં મદદ મળે છે.

પૂનમ ઢિલ્લોં સવાલ, તેરી મેહરબાનિયાં અને જૉન જાની જનાર્દન જેવી ફિલ્મોમાં કામ કરી ચુક્યાં છે. તેઓ અગાઉ ટેલીવિઝન શો કિટી પાર્ટીમાં પણ અભિનય કરી ચુક્યાં છે. આ શોએ લગભગ 500 એપિસોડ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા હતાં. પૂનમે જણાવ્યું - ભણવા-ગણવાની કોઈ ઉંમર નથી હોતી. મારૂ માનવું છે કે સાસરી પક્ષના લોકોએ ભણવા-ગણવામાં વહુની મદદ કરવી જોઇએ.












Click it and Unblock the Notifications
