Bigg Boss 12ની ખુલી ગઈ પોલ, સીએમની પત્ની સાથે દેખાયા અનુપ જલોટા, ફોટા લીક
બિગ બોસ 12 માં આ વખતે વીકેન્ડ કા વાર પર અનુપ જલોટાનું બહાર નીકળવાનું લગભગ નક્કી છે. પરંતુ અનુપ જલોટાના ઘરની બહાર એક ઈવેન્ટમાં જોવા મળ્યા છે.
બિગ બોસ 12 માં આ વખતે વીકેન્ડ કા વાર પર અનુપ જલોટાનું બહાર નીકળવાનું લગભગ નક્કી છે. પરંતુ હાલમાં વીકેન્ડ એપિસોડનું શૂટિંગ શરૂ થયુ છે. એવામાં અનુપ જલોટાના ઘરની બહાર એક ઈવેન્ટમાં જોવા મળ્યા છે. હા, મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતાએ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર કાલે એક ફોટો શેર કર્યો હતો. આ ફોટામાં તેમની સાથે બીજુ કોઈ નહિ પરંતુ અનુપ જલોટા જોવા મળી રહ્યા છે.

સીએમની પત્ની સાથે અનુપ જલોટા
મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતાએ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર કાલે એક ફોટો શેર કર્યો હતો. આ ફોટામાં તેમની સાથે બીજુ કોઈ નહિ પરંતુ અનુપ જલોટા જોવા મળી રહ્યા છે.
|
બિગ બોસ 12 એક ફેક શો
તમને જાણીને નવાઈ લાગશે કે છેવટે અનુપ જલોટા લોનાવાલામાં બિગ બોસના ઘરની બહાર આવીને આ ઈવેન્ટનો હિસ્સો કેવી રીતે બન્યા છે. આ ફોટો સામે આવતા જ સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે શું બિગ બોસ 12 એક ફેક શો છે. તે પોતાના દર્શકોને બેવકૂફ બનાવે છે.
ઘણા લોકોએ તો એમ પણ કહી દીધુ છે કે આ એક સ્ક્રિપ્ટ પર આધારિત શો છે. જો કે અનુપ જલોટાનો આ પ્રકારનો ફોટો આવવો ઘણો ચોંકાવનારો છે. અહીં જુઓ, બિગ બોસના ઘરના આ 7 મોટા રાઝ જે તમને ચોંકાવી દેશે...

ફાઈનલ સુધી
તનીશા મુખર્જી બિગ બોસ સીરીઝની એવી કન્ટેસ્ટન્ટ છે જેને સૌથી વધુ વખત નોમિનેટ કરવામાં આવી છે. તે ફાઈનલ સુધી પહોંચી હતી.

પામેલા એન્ડરસન
પામેલા એન્ડરસને બિગ બોસમાં ત્રણ દિવસ રહેવા માટે 2.5 કરોડ માંગ્યા હતા. તે અત્યાર સુધીની સૌથી હાઈએસ્ટ પેઈડ કન્ટેસ્ટન્ટ છે.

ગૌતમ ગુલાટી
ગૌતમ ગુલાટીએ 27 વર્ષની ઉંમરમાં બિગ બોસ જીત્યુ હતુ કે જે બિગ બોસના ઈતિહાસમાં રેકોર્ડ છે.

અસલી બિગ બોસ
અતુલ કપૂર એ જ છે અસલી બિગ બોસ છે. તમે આમનો જ અવાજ સાંભળો છો.

ખરાબ ભોજન
ઘણી વાર કન્ટેસ્ટન્ટને રાશન ખતમ થઈ જવા પર ખરાબ ભોજન જમવુ પડે છે.

સૌથી નાની સિઝન
બિગ બોસની સિઝન 3 અત્યાર સુધીની સૌથી નાની સિઝન છે. આ સિઝન માત્ર 84 દિવસ સુધી ચાલી હતી.

સૌથી મોટી સિઝન
બિગ બોસની સિઝન 7 અત્યાર સુધીની સૌથી મોટી સિઝન રહી છે. તે 105 દિવસ સુધી ચાલી હતી.












Click it and Unblock the Notifications
