બિગ બોસ 11માં સલમાન ખાન થયો ગુસ્સે!

Written By:
Subscribe to Oneindia News

બિગ બોસ 11માં આ વીકએન્ડની ધમાલ સલમાન ખાન કરશે. બિગ બોસના ઘરમાં ચાલતા વિવાદો અને લડાઇની વચ્ચે તેમાં નોમિનીના નામો જાહેર કરવામાં આવશે. આવનારા એપિસોડમાં સલમાન ખાન પણ તેના નવા મિજાજમાં જોવા મળશે. શોમાં અત્યાર સુધીમાં તેના કન્ટેસ્ટંટ્સનોની લડાઇ શરૂ થઈ ગઈ હતી, હવે તેમાં સૌ પ્રથમ ઘરની બહાર કોણ જશે તેનો નિર્ણય પણ આવનારા એપિસોડમાં લેવામાં આવશે. જેમાં હાલ પાંચ નામો સૌથી આગળ છે. આ નામો કોના અને તેને શા માટે નોમિનેટ કરવામાં આવ્યા છે તે અંગે વધુ વાંચો.

સલમાન થયો ગુસ્સે

સલમાન થયો ગુસ્સે

સલમાન પહેલી વખત બિગ બોસના ઘરમાં કોઈ વ્યક્તિ પર ગુસ્સે થશે. સલમાન વિકાસ પર ગુસ્સે થતા કહે છે કે કોઇ તમને હેરાન કરે છે તો તેને જવાબ શા માટે આપો છો. તમે જે કરી રહ્યા છો તે ટીવી પર તમારૂં બાળક પણ જોઈ રહ્યું છે. વિકાસ તેના વર્તનના કારણ ઘરના બધા સભ્યોને હેરાન કરી રહ્યો છે આથી સલમાન ખાન તેની શનિવારે ઝાટકણી કાઢશે.

કોણ છે આગળ?

કોણ છે આગળ?

આ વીકએન્ડમાં શિલ્પા શિંદે. અર્શી ખાન, ઝુબેર ખાન, જ્યોતિ કુમારી અને બંદગી કાલરા માંથી કોઈ એકને ઘરની બહાર કરાવામાં આવે તેવી સંભાવના છે. આ લિસ્ટમાં સૌથી પાછળ બંદગી કુમારીનું નામ આવી રહ્યુ છે. ટૂંકમાં આ એપિસોડ બિગ બોસના ઘરને હલાવીને રાખી દેશે એ વાતતો નક્કી છે.

શિલ્પા શિંદે

શિલ્પા શિંદે

શિલ્પા શિંદેનું નામ ઘરમાંથી બહારના લિસ્ટમાં નોમિનેશન કરવામાં આવ્યુ છે. શિલ્પા આ અગાઉ પણ વિકાસ સાથે વિવાદ કરતી નજરે આવી ગઈ છે. આ સાથે તે એક લોકપ્રિય સ્ટાર પણ છે. તેનો અને વિકાસ ગુપ્તાનો ઝઘડો શો માટે ફાયદાકારક છે તેથી તેની નિકળવાની સંભાવના ઘણી ઓછી લાગી રહી છે.

વિકાસ ગુપ્તા

વિકાસ ગુપ્તા

શિલ્પા શિંદેની જેમ જ વિકાસ પણ પોતાના કામોથી શોના પહેલા દિવસથી ચર્ચામાં છે. વિકાસ પણ નાની વાતોમાં લોકો સાથે ઝઘડો કરવા લાગી જાય છે. તે પણ આ શોનો કંટ્રોવર્શિયલ કન્ટેસ્ટંટ્સ છે. જે આગળ જતા શો માટે સારો સાબિત થઈ શકે છે.

સ્માર્ટ પ્લેયર

સ્માર્ટ પ્લેયર

હિના ખાન આ ગેમને ખુબ જ સ્માર્ટ રીતે રમી રહી છે. તેણે શોમાં દરેક વખતે પોતાની વાત એટલી સ્પષ્ટ રીતે કહી છે કે તેના નામનું નોમિનેશન જ કરવામાં નથી આવ્યુ. આથી તેને ગેમમાં વધુ પસંદ કરવામાં આવી શકે છે.

English summary
Have a look this week who will evicted shilpa shinde or Zubair Khan in Bigg Boss 11.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.